બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Britain's Foreign Minister, narrowly escaped Hamas rocket attack, runs as sirens blare

ઈઝરાયલ-હમાસ યુદ્ધ / માંડ-માંડ હમાસના રોકેટ હુમલાથી બચ્યા બ્રિટનના વિદેશમંત્રી, સાયરન વાગતા જ દોટ મૂકી, જુઓ Video

Priyakant

Last Updated: 10:58 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War News: રોકેટ હુમલા બાદ સાયરન વાગતાની સાથે જ વિદેશ મંત્રી અને તેમની સાથે હાજર અન્ય લોકો નજીકની ઈમારતમાં પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા

  • ઈઝરાયેલમાં બ્રિટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી માંડ બચ્યા 
  • જેમ્સ ક્લેવરલી ઈઝરાયેલની મુલાકાત દરમિયાન રોકેટ હુમલાથી બચ્યા 
  • બ્રિટિશ મીડિયા રિપોર્ટ અનુસાર એક વીડિયોમાં જોવા મળી સમગ્ર ઘટના 

Israel-Hamas War : બ્રિટિશ વિદેશ મંત્રી જેમ્સ ક્લેવરલી ઈઝરાયેલની મુલાકાત દરમિયાન રોકેટ હુમલાથી બચી ગયા હતા. વાત જાણે એમ છે કે, બ્રિટિશ મીડિયા રિપોર્ટ અનુસાર એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઓફાકીમમાં રોકેટ હુમલા બાદ સાયરન વાગતાની સાથે જ વિદેશ મંત્રી અને તેમની સાથે હાજર અન્ય લોકો નજીકની ઈમારતમાં પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા.

ઇઝરાયેલના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, હમાસ દ્વારા રોકેટ હુમલા બાદ આ પ્રકારની સાયરન વાગે છે. વિદેશ મંત્રી બુધવારે જ ઈઝરાયેલ પહોંચ્યા હતા. એક્સ પર પોસ્ટ કરતી વખતે તેમણે કહ્યું કે, અમે ઈઝરાયેલની સાથે છીએ.

અમેરિકાએ શસ્ત્રોનો પહેલો કન્સાઈનમેન્ટ ઈઝરાયેલને મોકલ્યો 
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ આધુનિક હથિયારોની પ્રથમ ખેપ મોકલી છે. ઇઝરાયલના સંરક્ષણ મંત્રાલયે બુધવારે વીડિયો અને તસવીરો જાહેર કરીને કહ્યું કે, અમેરિકાથી હથિયારોની પ્રથમ ખેપ લઈને જતું કાર્ગો પ્લેન ઈઝરાયેલ પહોંચી ગયું છે. હમાસના હુમલામાં અમેરિકન નાગરિકોના મૃત્યુની સંખ્યા 14 થી વધીને 22 થઈ ગઈ છે.

શું કહ્યું અમેરિકાએ ? 
અમેરિકાએ મંગળવારે કહ્યું કે, તે ઈઝરાયેલને ઘાતક હથિયારો પૂરા પાડી રહ્યું છે. પેન્ટાગોન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સાથી દેશ ઇઝરાયેલને જે પણ જરૂર પડશે તે પૂરી પાડવામાં આવશે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે, આ હથિયારો કાર્ગો પ્લેન દ્વારા મોકલવામાં આવ્યા હતા. આમાં શું સામેલ છે તેની માહિતી શેર કરવામાં આવી નથી. અમેરિકન નાગરિકોના મોત બાદ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલને હથિયાર આપવાનો નિર્દેશ આપ્યો હતો.

નિર્દોષ લોકોનો નરસંહાર: બિડેન
રાષ્ટ્રપતિ જો બિડેને મંગળવારે કહ્યું કે, હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં નિર્દોષ લોકોની હત્યા કરી છે. આ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, હમાસે જે કર્યું છે તે ISIS દ્વારા કરવામાં આવેલા રક્તપાતની યાદ અપાવે છે. અમે ઇઝરાયલ સાથે ઉભા છીએ. ઇઝરાયેલને આ યુદ્ધમાં જે પણ જરૂર પડશે તે આપવામાં આવશે. નિર્દોષ લોકોના હત્યારાઓને શક્ય તમામ સજા મળવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ