બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

VTV / ગુજરાત / અમદાવાદ / Break on waterborne disease: Cases reduced compared to May last year

અમદાવાદ / હાલ રાહત, પાણીજન્ય રોગચાળા પર બ્રેકઃ ગત વર્ષના મેની તુલનામાં કેસ ઘટ્યા, વરસાદની સિઝનમાં ઝાડા-ઊલટી-કમળાના કેસ માથું ઊંચકશે

Priyakant

Last Updated: 03:31 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા ખાણીપીણીની વસ્તુઓમાં વધતી જતી ભેળસેળને પગલે લોકો પાણીજન્ય રોગચાળાનો ભોગ બનતા હોઈ મ્યુનિ. ફૂડ વિભાગને ટ્રિગર ઈવેન્ટ યોજવાની તાકીદ કરાઈ

  • અમદાવાદમાં પાણીજન્ય રોગચાળા પર બ્રેકઃ ગત વર્ષના મેની તુલનામાં કેસ ઘટ્યા
  • જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદની સિઝનમાં ઝાડા-ઊલટી-કમળાના કેસ માથું ઊંચકશે 
  • આ મહિનામાં પાણીજન્ય રોગચાળાના કેસમાં 50 ટકાથી વધુનો બ્રેક લાગ્યો હોવાની વિગત

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના પ્રયાસોના કારણે આ વખતે મે મહિનાની ભીષણ ગરમીના દિવસોમાં લોકોને પાણીજન્ય રોગચાળાનો ભોગ બનીને દવાખાનાં કે હોસ્પિટલ ભણી બહુ દોટ મૂકવી પડી નથી. આ માટે હેલ્થ વિભાગ, ઈજનેર વિભાગ અને ફૂડ વિભાગનું સહિયારું યોગદાન રહ્યું હોઈ ગત વર્ષના મે મહિનાની તુલનામાં આ મહિનામાં પાણીજન્ય રોગચાળાના કેસમાં 50ટકાથી વધુનો બ્રેક લાગ્યો હોવાની વિગત જાણવા મળી છે.

અમદાવાદ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા ખાણીપીણીની વસ્તુઓમાં વધતી જતી ભેળસેળને પગલે લોકો પાણીજન્ય રોગચાળાનો ભોગ બનતા હોઈ મ્યુનિ. ફૂડ વિભાગને ટ્રિગર ઈવેન્ટ યોજવાની તાકીદ કરાઈ છે. આ ઉપરાંત ઈજનેર વિભાગ હેલ્થ વિભાગ સાથેના સંકલનમાં રહીને પાણી-ગટર લાઇનના લીકેજિસ દૂર કરવા કે તેને સાફ કરવાની કામગીરી કરી રહ્યું છે. 

હેલ્થ વિભાગ દ્વારા પાણીના રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ, બેક્ટેરિયોલોજિકલ ટેસ્ટ તેમજ ક્લોરિનની ગોળીનું વિતરણ પણ નોંધપાત્ર રીતે કરાઈ રહ્યું હોઈ દૂષિત પાણી પીવાના મામલે મહત્તમ લોકો સુરક્ષિત થઈ રહ્યા હોઈ પાણીજન્ય રોગચાળો અંકુશમાં મુકાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. મ્યુનિ. તંત્ર દ્વારા અપાયેલા રિપોર્ટ મુજબ ચાલુ મે મહિનામાં ગત તા. 21 મે, 2023 સુધીમાં શહેરમાં ઝાડા-ઊલટીના કુલ 351કેસ નોંધાયા હતા, જ્યારે ગત વર્ષ 2022ના મે મહિનામાં કુલ 705 કેસ તંત્રના ચોપડે ચડ્યા હતા.

કમળાના મામલે ચાલુ મહિનાની તા. 21 મે, 2023 સુધીમાં કુલ 66કેસ તંત્રને મળ્યા હતા, જે ગત વર્ષના મે મહિનામાં કુલ 154 કેસ હતા. ટાઇફોઇડના કેસમાં સારો એવો ઘટાડો થયો હોઈ જે અગાઉના 216 સામે 21 મે-2023 સુધીમાં 181 કેસ છે. ઘાતક કોલેરાના મામલે એપ્રિલ-2022માં છ કેસ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષ એપ્રિલ અને મેમાં એક પણ કેસ નોંધાયો નથી.

મ્યુનિ. હેલ્થ વિભાગના તાજેતરમાં પ્રસિદ્ધ કરાયેલા અઠવાડિક રિપોર્ટની વિગત તપાસતા તા. 1જાન્યુઆરી, 2023થી 21 મે, 2023 સુધી શહેરમાં 69,967  રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરાયા હતા, જે પૈકી માત્ર 1482 સ્થળેથી પાણીમાં ક્લોરિનનો અભાવ મળી આવ્યો હતો, જે માત્ર 2.11 ટકાવારી દર્શાવે છે.
જ્યારે તા. 1જાન્યુઆરી- 2023થી 21 મે-2023 સુધી બેક્ટેરિયોલોજિકલ તપાસ માટે પાણીના લેવાયેલા કુલ 16,538 નમૂના પૈકી 247 નમૂનાને તંત્રે અનફિટ જાહેર કર્યા હતા. 

આનો અર્થ એ થાય કે, ફક્ત 1.49 ટકા નમૂના જ અનફિટ ઠર્યા હતા. આને તંત્રની સજાગતા પણ કહી શકાય. બીજી તરફ પાણીજન્ય રોગચાળાને લગતા તંત્રના રિપોર્ટને જો ઊંડાણપૂર્વક તપાસીએ તો ઝાડા-ઊલટીના કેસ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારે વકરે છે, તો કમળાના કેસમાં ઓક્ટોબર-નવેમ્બર અને ડિસેમ્બરમાં ચિંતાજનક ઉછાળો નોંધાય છે. ટાઇફોઇડ માટે પણ ઓક્ટોબર, નવેમ્બર જોખમી બન્યા છે, જ્યારે કોલેરા ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં લોકોને ગભરાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ