બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Botad police bootlegger Attack on police ASI who had gone to pour liquor

બેફામ / ખાખીનો ડર ગાયબ? ગુજરાતમાં 7 દિવસમાં પોલીસ પર હુમલાની ત્રણ ઘટનાઓ, આજે ગઢડામાં બુટલેગરે ASI પર હુમલો કર્યો

Vishnu

Last Updated: 02:27 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂની રેડ કરતા મહિલા બુટલેગર શારદા વાઘેલાએ મહિલા ASI પર કર્યો હુમલો, પોલીસે કરી ધરપકડ

  • બોટાદના ગઢડામાં મહિલા બુટલેગરો બેફામ
  • દારૂની રેડ કરવા ગયેલા મહિલા ASI પર હુમલો
  • ગઢડાના સામાકાંઠા વિસ્તારની ઘટના

ગુજરાતમાં બુટલેગરો અને ખનન માફિયા બેફામ થયા છે. છેલ્લા 1 સપ્તાહમાં પોલીસ પર હુમલાની ત્રણ ઘટનાઓ બનતા ખળભળાટ મચ્યો છે. વડોદરા અને બોરસદ બાદ બોટાદના ગઢડામાં પોલીસની કાર્યવાહીથી ડરી પોલીસ હુમલાની ઘટના ઘટી છે. ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં મહિલા ASI દારૂની રેડ કરવા ગયા હતા જે દરમિયાન મહિલા બુટલેગર શારદા વાઘેલા સાગરીતો સાથે મહિલા ASI પર હલ્લાબૉલ કરી દીધો હતો. જો કે પોલીસે પણ સામે અન્ય ફોર્સ બોલાવી પ્રતિકાર કર્યો હતો. હાલ તો બેફામ દારૂના અડ્ડાઓ ચલાવતી મહિલા બુટલેગર શારદા વાઘેલાની પોલીસે ધરપકડ કરી જરુંરી કાર્યવાહી હાથ ધરી છે. 

સળગતા સવાલ?

  • પોલીસ જ અસુરક્ષિત હોય તો જનતાનું કોણ?
  • ગઢડાની મહિલા બુટલેગર આટલી બેફામ કેમ છે?
  • મહિલા બુટલેગરને કેમ પોલીસનો કોઇ ભય નથી?
  • બેફામ મહિલા બુટલેગર પર લગામ ક્યારે?
  • શા માટે બુટલેગરો પોલીસને ગાંઠતા નથી?

વડોદરામાં પોલીસવાન પર ટ્રક ચઢાવવાનો પ્રયાસ 
વડોદરામાં પણ પોલીસ પર હુમલાનો બનાવ પ્રકાસમાં આવ્યો છે. ચોરીનો સામાન ભરેલા ટ્રક અંગે પોલીસને જાણ થતાં પોલીસે ટ્રકને રોકવા પ્રયાસો કર્યા હતા. આથી પરિસ્થતિ પારખી ટ્રકના ચાલકે પોલીસ વાન પર ટ્રક ચડાવી કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પદમલા બ્રિજ નજીકની આ ઘટનાને લઈને ડ્રાઇવરની સમયસૂચકતાથી આરોપીઓનું આ કૃત્ય નિષ્ફળ નિવડ્યું હતું. પોલીસવાનમાં ASI, કોન્સ્ટેબલ અને ડ્રાઈવર સહિતના કર્મચારીઓ સવાર હતા.નંદેસરી પોલીસે આ પ્રકરણમાં સંડોવાયેલ ટ્રક ચાલક યુનુસ રમજાની અને મોસીન મીઠાની ધરપકડ કરી છે. આ ઘટનામાં ટ્રકમાં સવાર અન્ય 3 આરોપી ફરાર થતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બોરસદમાં પોલીસ જવાન પર ટ્રક ચડાવાય હતી 
મહત્વનું છે કે, હરિયાણા, ઝારખંડ બાદ 20જુલાઇના રોજ બોરસદમાં પણ પોલીસ પર જીવલેણ હુમલો થયો હતો. એક પોલીસ જવાન ઉપર આણંદ ચોકડી પર ડ્યુટી દરમ્યાન  ભરૂચથી કેમિકલના દાણા ભરી સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રકને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમ્યાન પોલીસ જવાન ટ્રકચાલકે હુમલો કર્યો હતો. ટ્રક ઊભી ન  રહેતા પોલીસ જવાને પોતાની કારથી ટ્રકનો પીછો કર્યો હતો. દરમ્યાન કારની નીચે ઉતરવા જતા ટ્રક ચાલકે ટ્રક જવાન ઉપર ચડાવી ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હતો.જેમાં પોલીસ જવાનનું મૃત્યુ થયું હતું. જો કે, બાદમાં આરોપી ટ્રક ચાલક ગોપી રામ મિણાને ઝડપી લેવામાં આવ્યો હતો. જેની પૂછપરછમાં અકસ્માત સર્જનાર ટ્રકચાલકે બ્રેક ન લાગી હોવાનો દાવો કર્યો હતો. ટ્રાન્સપોર્ટ માલિકે પણ બ્રેક ન લાગ્યાનું રટણ કર્યું હતું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ