બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે જો કૂતરાઓને ખવડાવવામાં આવે અને થોડીઘણી ધ્યાન રાખવામાં આવે તો તે આક્રમક નહીં થાય અને લોકો પર હુમલો નહીં કરે. ઓબ્ઝર્વેશન સીવુડ એસ્ટેટ લિમિટેડની એક યાચિકા પર કોર્ટે સુનાવણી કરી હતી. તે સાથે જ કોર્ટે કહ્યું કે કોર્ટે આ પરિસરમાં પણ કૂતરાઓથી થતી તકલીફોને ખાવાનું ખવડાવીને દૂર કરી છે.
જસ્ટિસે આપ્યો ઉપાય
જસ્ટિસ ગૌતમ પટેલે કહ્યું કે કોઈપણ કૂતરા કે વાઘને તેની પ્રાદેશિક મર્યાદા જણાવી શકતું નથી. એ તમારી સીવુડ એસ્ટેડની બાઉન્ડ્રીને ઓળખી શકતાં નથી. અમને પણ બોમ્બે હાઈકોર્ટમાં આ સમસ્યા હતી. અમે તેને ખાવાનું ખવડાવીને આ સમસ્યાનો ઉપાય લાવ્યો. કોર્ટે કહ્યું કે કૂતરાઓને ખાવાનું ખવડાવવા માટે એક ચોક્કસ જગ્યા નક્કી કરવાની જરૂર હોય છે. એકવાર તે જગ્યાને ઓળખી જાય છે તો પછી તેને વેક્સીનેટ અને સ્ટર્લાઈઝ કરવાનું કામ સરળતાથી કરી શકાય છે.
ADVERTISEMENT
"Nobody can tell a (stray) dog or a tiger what its territorial limits are...we had this problem in the Bombay Hight Court. We solved it by feeding them. Now they just sleep." pic.twitter.com/T5Jm8nxAoX
— Live Law (@LiveLawIndia) February 23, 2023
ADVERTISEMENT
વોલેન્ટિયર્સની લિસ્ટ પણ માગી
જસ્ટિસ ગૌતમ પટેલ અને નીલા ગોખલેની બેંચે SELનાં તે વોલેન્ટિયર્સની લિસ્ટ પણ માગી હતી જે કોમ્પલેક્ષની નજીક કૂતરાઓને ખાવાનું ખવડાવાની અને તેનું ધ્યાન રાખવા માટે ખર્ચ કરવા તૈયાર છે. આ સાથે જ કોર્ઠે આ મામલાને 20 માર્ચ સુધી સ્થગિત કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.