ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / bombay high court grants bail of anil deshmukh in money laundering case

BIG NEWS / અનિલ દેશમુખને બૉમ્બે હાઇકોર્ટે આપ્યા જામીન: ઠાકરે સરકાર દરમિયાન લાગ્યા હતા ગંભીર આરોપ

Published By: MayurN

Last Updated: 03:04 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે. 1 લાખની જામીન રકમ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT

  • મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખના જામીન મંજૂર 
  • મની લોન્ડરિંગ કેસમાં ચાલી રહ્યો હતો ચુકાદો
  • વકીલોએ તબિયતને ટાંકીને કોર્ટ સમક્ષ જામીન માંગ્યા હતા

બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અનિલ દેશમુખને મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે. 1 લાખની જામીન રકમ પર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. હકીકતમાં, છેલ્લા 6 મહિનાથી પેન્ડિંગ મામલા પર, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટને એક અઠવાડિયામાં સુનાવણી કરવા અને ઝડપથી નિર્ણય આપવા કહ્યું હતું. જે બાદ ગત સપ્તાહે હાથ ધરાયેલી સુનાવણી બાદ જસ્ટિસ એન.જે જમાદારે દલીલો પૂર્ણ થતાં ચુકાદો અનામત રાખ્યો હતો. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે નોંધાયેલ કેસ મની લોન્ડરિંગનો છે, જેના માટે તેમના વકીલોએ તબિયતને ટાંકીને કોર્ટ સમક્ષ જામીન આપવાની તરફેણ કરી હતી.

 

શું હતા આરોપો ?
મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, આ આરોપો પછી, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દેશમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો હતો, ત્યારબાદ ED પણ કેસ નોંધીને તેની તપાસ કરી રહી હતી. દેશમુખની નવેમ્બર 2021માં તપાસ દરમિયાન જ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તે ન્યાયિક કસ્ટડીમાં હતા. અનિલ દેશમુખ સામે ED દ્વારા નોંધાયેલા કેસમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશમુખે પોતાના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો છે. દેશમુખે મુંબઈના વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાંથી આશરે રૂ. 4.7 કરોડ એકત્ર કર્યા હતા. આ સાથે એવો આરોપ છે કે દેશમુખે નાગપુરની શ્રી સાંઈ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટને ખોટી રીતે કમાણી કરી હતી, જે તેમના પરિવાર દ્વારા નિયંત્રિત શૈક્ષણિક ટ્રસ્ટ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Anil Deshmukh Bombay High court Money Laundering case granted bail Money laundering case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ