બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / bombay hc dismisses plea to ban pakistani artist in india

મનોરંજન / હવે બોલિવૂડ ફિલ્મોમાં ફરી દેખાશે પાકિસ્તાની કલાકારો: હાઇકોર્ટે અરજી ફગાવતા કહ્યું પ્રતિબંધથી એકતા અને શાંતિ નહીં વધે

Arohi

Last Updated: 04:45 PM, 23 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bombay HC On Pakistani Artist Ban: ભારતમાં ફરીથી પાકિસ્તાની કલાકારો કમા કરતા જોવા મળી શકે છે. બોમ્બે હાઈકોર્ટે 7 વર્ષથી લાગેલા પ્રતિબંધને વધારવાની માંગને ફગાવી છે.

  • બોલિવૂડ ફિલ્મોમાં ફરી દેખાશે પાકિસ્તાની કલાકારો
  • બોમ્બે હાઈકોર્ટે 7 વર્ષના પ્રતિબંધને વધારવાની માંગને ફગાવી
  • કહ્યું પ્રતિબંધથી એકતા અને શાંતિ નહીં વધે

છેલ્લા 7 વર્ષથી પાકિસ્તાની કલાકારોના ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવેલો હતો. હવે બોમ્બે હાઈકોર્ટે હાલમાં જ આ પ્રતિબંધને વધારવાની માંગ કરવા માટેની એક અરજીને ફગાવી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mahira Khan (@mahirahkhan)

આ પ્રતિબંધના કારણે માહિરા ખાન, ફવાદ ખાન, આતિફ અસલમ, અલી ઝફર, જાવેદ શેખ અને રાહત ફતેહ અલી ખાન સહિત ઘણા મોટા પાકિસ્તાની કલાકારો પર અસર પડ્યો હતો. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Fawad A Khan (@fawadkhan81)

પ્રતિબંધથી એકતા અને શાંતિને પ્રોત્સાહન ન મળી શકે 
મામલાની અધ્યક્ષતા કરતા જસ્ટિસ સુનીલ બી શુક્રે અને ફિરદૌસ પુનીવાલાએ પોતાના વિચાર વ્યક્ત કરતા કહ્યું કે આ પ્રકારે બેનના કારણે સાંસ્કૃતિક સદ્ભાવ, એકતા અને શાંતિને પ્રોત્સાહન નહીં મળે. અરજીમાં યોગ્યતા ન હોવાના કારણે તેને મંજૂરી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. 

સંસ્કૃતિઓ બે દેશોની વચ્ચે શાંતિ લાવે છે 
બેંચે કહ્યું, "એક વ્યક્તિ જે દિલથી સારો છે તે પોતાના દેશમાં એવી કોઈ પણ ગતિવિધિનું સ્વાગત કરશે જે દેશની અંદર અને સીમા પર શાંતિ, સદ્ભાવને પ્રોત્સાહન આપે. કલા, સંગીત, રમત, સંસ્કૃતિ, નૃત્ય વગેરે જેવી ગતિવિધિઓ છે જે રાષ્ટ્રીયતાઓથી ઉપર ઉઠે છે. સંસ્કૃતિઓ વાસ્તવમાં બે દેશોની વચ્ચે શાંતિ, એકતા અને સદ્ભાવ લઈને આવે છે."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ali Zafar (@ali_zafar)

સાચ્ચો દેશભક્ત નિસ્વાર્થ હોય છે 
કોર્ટે કહ્યું કે લોકોએ આ સમજવું જોઈએ કે દેશભક્ત હેવા માટે કોઈને બીજા દેશ ખાસ કરીને પડોસી દેશના લોકોના પ્રતિ દુશ્મનીની ભાવના રાખવાની જરૂર નથી. સાચ્ચા દેશભક્ત એ છે જે નિસ્વાર્થ છે અને પોતાના દેશ માટે સમર્પિત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ