બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મેં કીધું હતું ને કે હું જલ્દી આવીશ અને આવી ગયો: કેજરીવાલ

logo

આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, કેદારનાથ ધામ બાદ ગંગોત્રી અને યમનોત્રી ધામના કપાટ ખુલ્યા

logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

VTV / મનોરંજન / bollywood actress arzoo to gave her husband divorce

બોલીવૂડ / 'મારા પેટ પર લાત મારી અને અન્ય મહિલા સાથે સંબંધ...' બાગબાનની અભિનેત્રીએ ઠાલવી પોતાની પીડા

Kinjari

Last Updated: 12:06 PM, 5 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૉડલ અને અભિનેત્રી આરઝૂ ગોવિત્રિકર પોતાના બિઝનેસમેન પતિને છૂટાછેડા આપવા જઇ રહી છે. અભિનેત્રીએ પતિ પર ઘરેલૂ હિંસાનો આરોપ પણ લગાવ્યો છે.

  • બાગબાનની અભિનેત્રીનો ખુલાસો
  • પતિએ માર્યો ઢોર માર અને પ્રેમિકા સાથે...
  • FIR નોંધાવી મિડીયા સાથે કરી વાત 

2010માં કર્યા હતા લગ્ન 
આરઝૂએ 2010માં બિઝનેસમેન સિદ્ધાર્થ સભરવાલ સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તેણે એક દિકરાને જન્મ આપ્યો હતો જેનું નામ આશમન રાખવામાં આવ્યું હતુ. 

 

 

છૂટાછેડા માટે આપી અરજી 
એક ઇન્ટરવ્યૂમાં અભિનેત્રીએ કહ્યું કે, મે છૂટાછેડા માટે અરજી આપી દીધી છે કારણકે હવે બહુ થઇ ગયુ છે. હવે હું આ બધુ નહી સહન કરું. આ સંબંધ સાચવવા મેં સ્વાભિમાન સુદ્ધાની ચિંતા નહોતી કરી. મે આ સંબંધને બચાવવા માટે પૂરતા પ્રયાસ કર્યા પરંતુ હવે પાણી માથા ઉપરથી જતુ રહ્યું છે. 

 

 

પતિ સાથે નહી રહી શકુ 
આરઝૂએ આગળ કહ્યું કે, હવે હું સિદ્ધાર્થ સાથે નહી રહી શકું, મે અત્યાર સુધી મિડીયા સાથે વાત નહોતી કરી, ત્યારે પણ વાત નહોતી કરી જ્યારે મિડીયાના સામેથી ફોન આવતા હતા પરંતુ હવે હું વાત કરીશ. હું તમને જણાવવા માંગુ છુ કે તેણે મને ગરદનથી પકડીને ઘસડી, મને પોતાના ઘરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. મને થપ્પડ મારી અને પેટ પર લાત મારી. હું ઘરની બહાર નહોતી જતી જેથી મારી ઇજા લોકોને ન દેખાય. 

 

 

આરઝૂને કહ્યાં હતા અપશબ્દો 
વધુમાં અભિનેત્રીએ કહ્યું કે, તે મને ગાળો આપતો હતો અને તેણે મને જાતિસૂચક ગાળો પણ આપી હતી. તેણે મને ઘણીવાર નોકરાણી કહી. સિદ્ધાર્થે લગ્નના 2 વર્ષ બાદ મારા પર હાથ ઉઠાવવાની શરૂઆત કરી હતી. લગ્નના 3 વર્ષ બાદ અમે એક દિકરાના માતા પિતા બન્યા જે બાદથી તે મારાથી દૂર થઇ ગયો અને અમે અલગ અલગ રૂમમાં સૂવાનું શરૂ કર્યુ. બાદમાં મને જાણ થઇ કે તેની એક પ્રેમિકા પણ છે. તે સતત તેની સાથે ચૅટ કરતો હતો. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ