બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / BJP Workers Heckle Mamata Banerjee, Yell 'Jai Shri Ram' as Her Convoy Passes Amit Shah's Rally Venue

ઝંઝાવતી પ્રચાર / અમિત શાહની આંખ સામેથી જ મમતાનો કાફલો પસાર થતા લોકો એવું બોલ્યાં કે ભડકી ઉઠ્યાં મમતા દીદી

Hiralal

Last Updated: 04:34 PM, 30 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે એક જ દિવસે નંદીગ્રામમાં અમિત શાહ અને મમતાના બેનરજીનો પ્રચાર ચાલ્યો હતો. અમિત શાહે રોડ શો કર્યો તો મમતા બેનરજીએ પદયાત્રા કાઢી.

  • નંદીગ્રામમાં એક જ દિવસે અમિત શાહ-મમતા બેનરજી સામસામે
  • અમિત શાહે રોડ શો કર્યો, મમતાએ કાઢી પદયાત્રા
  • એક ઠેકાણે અમિત શાહે કાકડી આરોગી 
  • તો મમતા બોલ્યાં ઠંડા ઠંડા કૂલ, વોટ પડે જોડા ફૂલ

મંગળવારનો દિવસ નંદીગ્રામના લોકો માટે ખાસ રહ્યો. એક જ દિવસે રાજનીતિના બે મહારથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બંગાળના સીએમ મમતા બેનરજી નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર અર્થે ઉતર્યાં. 

અમિત શાહની ચૂંટણી સભાના સ્થળ સામેથી જ્યારે મમતા દીદીનો કાફલો પસાર થયો ત્યારે લોકો મોટા અવાજે જયશ્રી રામની નારેબાજી કરવા લાગ્યા હતા. કેટલાક કાર્યકરો તો  તેમના કાફલા પાછળ દોડતા દોડતા જયશ્રી રામની નારેબાજી કરતા રહ્યાં હતા. આ જોઈને મમતા બેનરજી પણ કોપાયમાન થયા હતા.

મમતાએ કહ્યું કે ભાજપ તેમની જ પાર્ટીના મહિલા નેતાની હત્યા કરવાનો પ્લાન ધરાવે છે આ માટે તેમણે બિહાર અને યુપીથી ગૂંડા પણ મંગાવ્યાં છે અને દોષનો ટોપલો બંગાળ પર ઢોળી દીધો. આ જ તેમની ચાલ છે. 

અમિત શાહે કાકડી આરોગી, મમતા બોલ્યાં ઠંડા, ઠંડા કૂલ કૂલ 

નંદીગ્રામમાં રોડ શો પૂરો થયા બાદ ગૃહમંત્રી અમિત શાહ એક ઠેકાણે રોકાઈને કાકડી ખાધી હતી. આ દરમિયાન તેમની સાથે નંદીગ્રામ ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારી પણ હાજર રહ્યાં હતા. અમિત શાહનો રોડ શો પૂરો થયા બાદ મમતા બેનરજીએ પણ આ જ વિસ્તારમાં પદયાત્રા કાઢી હતી. મમતા બેનરજીએ નારો લગાવતા કહ્યું કે ઠંડા-ઠંડા કૂલ, વોટ પડે જોડા ફૂલ. જોડા ફૂલ ટીએમસીનું ચૂંટણી નિશાન છે. પદયાત્રા દરમિયાન હજારો લોકો મમતા સાથે ચાલી રહ્યાં હતા. પોતાના લાડકા નેતાની એક ઝલક મેળવવા લોકો દોડ્યા પણ હતા. 

મમતા બેનરજીએ કહ્યું કે હું બીજી જગ્યાએથી પણ ચૂંટણી લડવા માગતી હતી પરંતુ મેં નંદીગ્રામના લોકોના સન્માન માટે અહીંથી ચૂંટણી લડવાનું વિચાર્યું. નંદીગ્રામ આંદોલનના સન્માનને કારણે મેં સિંગુરને બદલે અહીંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. તેમણે કહ્યું કે હું એક વાર નંદીગ્રામ આવી ગઈ છું એટલે હવે અહીંથી જવાની ન થી. હું અહીં જ રહીશ. આ ઉપરાંત તેમણે નંદીગ્રામના લોકોને ભાજપને ભગાડી મૂકવાનું પણ જણાવ્યું. 

બીજી તરફ રોડ શો દરમિયાન ઉમટી પડેલી ભીડને જોતા અમિત શાહ ખુશ દેખાયા હતા. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું કે જે અભૂતપૂર્વ ઉત્સાહ નંદીગ્રામના લોકોએ દેખાડ્યો છે તેનાથી સુનિશ્ચિત છે કે તેઓ મોટી સરસાઈથી ચૂંટણી જીતી જશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ