બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

VTV / ગુજરાત / અમદાવાદ / Biggest news teachers 4200 grade pay gujarat

ખુશખબર / રાજ્યના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, આખરે ઠરાવ રદ્દ કરાતા શિક્ષકોને 4200 ગ્રેડ પે મળશે

Hiren

Last Updated: 07:27 PM, 20 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંબા સમયથી ચાલતા શિક્ષકોના સંઘર્ષનો આજે અંત આવ્યો છે. રાજ્યના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. 4200 ગ્રેડ પે મામલે આંદોલન અને રજૂઆત બાદ શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરાયો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી છે.

  • શિક્ષકોના લાંબા સંઘર્ષનો અંત
  • 9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે
  • રાજ્યના 65000 શિક્ષકોને લાભ મળશે

છેલ્લા કેટલાક સમયથી 4200 ગ્રેડ પે આપવાની પ્રાથમિક શિક્ષકોની માગ હતી. ત્યારે આજે પ્રાથમિક શિક્ષણ સંઘ અને સરકાર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠક શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને DyCM નીતિન પટેલ સાથે થઇ હતી. આ બેઠકમાં 4200 ગ્રેડ પે બાબતે આખરી નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષકોના ગ્રેડ પેમાં રાજ્ય સરકારે સુધારો કર્યો છે.

9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશેઃ DyCM

આ અંગે DyCMની નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, શિક્ષકોના ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવ્યો છે. લાંબી ચર્ચાના અંતે પ્રશ્રનોનો નિકાલ લવાયો છે. શિક્ષકોના પ્રશ્નોનું સરકાર હંમેશા નિરાકરણ લાવે છે. ત્યારે હવે 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી 9 વર્ષ પૂર્ણ કરનાર શિક્ષકોને 4200 ગ્રેડ પેનો લાભ મળશે. રાજ્યના 65000 શિક્ષકોને લાભ મળશે.

મહત્વનું છે કે, 4200 ગ્રેડ પે મામલે જૂના ઠરાવને સ્થગિત કર્યો હતો તે ઠરાવને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાથમિકશાળાના શિક્ષકોને મળતો 4200 ગ્રેડ પે ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો. જેને લઇને વિરોધ શરૂ થયો હતો. ત્યારે હવે આ 4200 ગ્રેડ પે મામલે જૂનો પરિપત્ર રદ્દ કરાયો છે.

હવે પ્રમોશન માટે કોઈ પરીક્ષા લેવાની નહીં રહે: DyCM

વધુમાં DyCMએ કહ્યું કે, હવે પ્રમોશન માટે કોઈ પરીક્ષા લેવાની નહીં રહે. નાણા, શિક્ષણ અને સામાન્ય વહીવટ વિભાગ સાથે પરામર્શ કર્યુ હતું. 4200 ગ્રેડ પે મામલે વારંવાર રજૂઆતો થઈ હતી. શિક્ષણ સંઘોએ CM સમક્ષ રજૂઆતો કરી હતી. 2019ના ઠરાવથી ઉભા થયેલા પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. મહત્વનું છે કે, આનાથી પ્રાથમિક શાળાના શિક્ષકોને લાભ મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

4200 grade pay 4200 ગ્રેડ પે gujarat ગુજરાત Grade Pay
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ