બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big increase in cases including cardiac arrest, breathing problems during Navratri in Gujarat, see statistical information

સાચવજો! / ગુજરાતમાં નવરાત્રીમાં કાર્ડિયાક એરેસ્ટ, શ્વાસ લેવામાં તકલીફ સહિતના કેસોમાં મોટો વધારો, જુઓ આંકડાકીય માહિતી

Vishal Khamar

Last Updated: 04:13 PM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીમાં લોકો આનંદ ઉલ્લાસ સાથે ગરબા રમવાનો આનંદ માણતા હોય છે. ત્યારે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે નવરાત્રીમાં ઈમરજન્સી 108 નાં કેસમાં 9.71 ટકાનો વધારો નોંધાયો છે.

  • નવરાત્રી દરમ્યાન ઈમરજન્સી 108 બની આર્શીર્વાદરૂપ
  • ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે  કેસમાં 9.71%નો વધારો 
  • શ્વાસ લેવામાં તકલીફ, કાર્ડિયાક અરેસ્ટ તેમજ અકસ્માતનાં કેસમાં વધારો

નવરાત્રી દરમ્યાન કાર્ડિયાક એરેસ્ટ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઈમરજન્સી 108 ને મળતા કાર્ડિયાક એરેસ્ટ કેસમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નવરાત્રીનાં ડેટામાં  9.1 ટકાનો વધારો થયો છે. નવરાત્રી દરમ્યાન કાર્ડિયાક અને શ્વાસ લેવામાં તકલીફનાં કેસ વધ્યા છે.

સૌથી વધુ અકસ્માતનાં 1253 કેસ નોંધાયા

ગુજરાત ઈમરજન્સી 108 ને 521 કાર્ડિયાક એરેસ્ટનાં કેસ મળ્યા છે. નવરાત્રીનાં 6 દિવસમાં જ કાર્ડિયાક એરેસ્ટનાં 521 કેસ નોંધાવા પામ્યા છે. શ્વાસ લેવામાં તકલીફનાં 719 કેસ નોધાયા છે. જ્યારે સૌથી વધુ અકસ્માતનાં 1253 કેસ નોંધાવા પામ્યા છે. 

જશવંત પ્રજાપતિ (COO, 108, અમદાવાદ)

ગત વર્ષ કરતા 2023 ની અંદર નવરાત્રીનાં ડેટામાં 9.71 ટકા જેટલો વધારો
આ બાબતે અમદાવાદ ઈમરજન્સી 108 નાં જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ વર્ષની નવરાત્રીની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં 8 મહાનગર પાલિકા અને 157 જેટલા નગર પાલિકાઓ છે.  જેમાં મળીને કુલ 220 જેટલા હોટસ્પોટ 108 ની ટીમ દ્વારા આઈડેન્ટીફાય કરવામાં આવેલા છે.  જે રાત્રીનાં નવરાત્રીનાં જે પીક અવર્સ છે. આ સમયગાળ દરમ્યાન મોટા પ્રમાણમાં લોકો એકત્રીત થાય છે. તેમજ વાહન વ્યવહાર પણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. એવી જગ્યાઓ પર એમ્બ્યુલન્સને ડિપ્લોય કરવામાં આવે. જેનાં કારણે કોઈ પણ પ્રકારની ઈમરજન્સી હોય જેવી કે શ્વાસ લેવામાં તકલીફ, એસોલ્ટ કેસ, અકસ્માતનાં કેસ તેમજ કાર્ડિયાક કેસનાં દર્દીઓને તાત્કાલીક સારવાર આપી શકાય. આ વર્ષે સમગ્ર ગુજરાતમાં કેસની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા 2023 ની અંદર નવરાત્રીનાં ડેટામાં 9.71 ટકા જેટલો વધારો થયેલો છે. અને અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો લગભગ 17 ટકા જેટલા કેસમાં ઉમેરો જોવા મળ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ