બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / Big gift for cricket fans coming to watch India-Pakistan cricket match

સુવિધાની સફર / ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે મોટી ભેટ, આ સ્થળો વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે

Vishal Khamar

Last Updated: 12:05 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 14 ઓકટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ યોજાવાની છે. જેનો ક્રિકેટરસિકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા પેસેન્જરોનાં ઘસારાને પહોચી વળવા સ્પેશ્યલ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે.

  • અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે ભારત-પાકિસ્તાન મેચ
  • પશ્ચિમ રેલવે દ્વારા પેસેન્જરોનાં ઘસારાને પહોંચી વળવા બે ટ્રેન દોડાવાશે
  • મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડાવાશે સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન

અમદાવાદ ખાતે તા. 14 ઓક્ટોબરે યોજાનાર ભારત-પાકિસ્તાન મેચને લઈ ક્રિકેટ રસીયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દેશનાં ખૂણે ખૂણેથી લોકો અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે પેસેન્જરોનાં ટ્રાફિકને પહોંચી વળવા માટે અમદાવાદ એરપોર્ટ દ્વારા નવી ફ્લાઈટો શરૂ કરવામાં આવી છે. હવે રેલ્વે વિભાગ દ્વારા પણ ક્રિકેટ રસીયાઓ માટે મોટી જાહેરાત કરી છે. જેમાં પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. અમદાવાદ ખાતે યોજાનારી ભારત-પાકિસ્તાન મેચ જોવા જતા ક્રિકેટ ચાહકો માટે પશ્ચિમ રેલ્વે દ્વારા મુંબઈ-અમદાવાદ વચ્ચે વિશેષ સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે. 

પશ્ચિમ રેલવે દ્વારે બે સુપર ફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
આ બાબતે પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ક્રિકેટ ચાહકોના વધારાના ધસારાને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવશે. જે ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર 09013/09014 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન છે.

ટ્રેન ક્યારે અને કેટલા વાગ્યે ઉપડશે
ભારત-પાકિસ્તાન મેચનાં આગળનાં દિવસે શુક્રવારે તા. 14.10.2023નાં રોજ ટ્રેન નંબર 09013 મુંબઈ સેન્ટ્રલથી 21.30 કલાકે ઉપડશે જે બીજા દિવસે સવારે 5.30 કલાકે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદ થી મુંબઈ જવા માટે રવિવારે તા. 15.10.2023 નાં રોજ 4 વાગ્યે ટ્રેન ઉપડશે. જે બીજા દિવસે સવારે 12.10 મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. 

ક્યાં ક્યાં સ્ટેશન પર રોકાશે
આ ટ્રેનો દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન  સ્ટેશનો પર રોકાશે. તેમજ આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

બુકિંગ ક્યારથી શરૂ થશે

ટ્રેન નંબર 09013 અને 09014 માટે બુકિંગ 12 ઓક્ટોબર, 2023 થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે. સ્ટોપેજના સમય અને બંધારણ અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો રેલવેની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in ની જઈને વધુ વિગત જાણી શકે છે. 

મુસાફરોએ 4 કલાક અગાઉ એરપોર્ટ પહોંચવું પડશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ભારતીયો સહિત આખી દુનિયા 14મી ઓક્ટોબરની રાહ જોઈ રહી છે. ભારત-પાકિસ્તાન મેચને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. સુરક્ષાના કારણોસર મુસાફરોએ 4 કલાક અગાઉ એરપોર્ટ પહોંચવું પડશે. ચાર્ટર્ડ પ્લેનની વધુ આવનજાવનને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. એર ટ્રાફિક અને સુરક્ષાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પેસેન્જર ટ્રાફિકને પહોંચી વળવા નવી ફ્લાઈટો શરૂ કરવામાં આવી છે.

હોટલોનાં ભાવમાં ધરખમ વધારો
ભારત-પાકિસ્તાન ક્રિક્રેટ મેચને કારણે અમદાવાદ શહેરમાં હોટલ બુકિગમાં ભાવ વધારો થયો છે.  તેમજ મેચનાં કારણે હોટલો બુક થઈ ગઈ છે.  ક્રિકેટ મેચને લઈને હોટલોનાં ભાવમાં ધરખમ વધારો જોવા મળે છે. સ્ટેડિયમ અને તેની આસપાસથી લઈને છેક ગાંધીનગર સુધીની હોટલો બુકિંગ ફૂલ તેમજ ભાવમાં ત્રીસથી પચાસ ગણો વધારો જોવા મળે છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આજુબાજુ આવેલી અનેક હોટલો ફૂલ છે. 2000થી 4000 વાળી હોટલ રૂમનો ભાવ મિનિમમ દસથી બાર હજાર જેટલો ભાવ વધારો જોવા મળે છે. હોટલ હયાત, ITC નર્મદા વગેરે હોટલનાં ભાડામાં અધધ વધારો જોવા મળી રહ્યો છે. 

ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ વધાર્યા ચાર્જ
ક્રિકેટ મેચની શરૂઆત થતાં જ અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય દિવસો કરતા ચાર્ટર્ડ પ્લેનોના મૂવમેન્ટમાં પણ વધારો થયો છે. ક્રિકેટના મહાસંગ્રામની શરૂઆત થતાં જ હાલના દિવસોમાં એરપોર્ટ પર રોજની 20થી વધુ ચાર્ટર્ડ પ્લેનની અવરજવર જોવા મળી રહી છે. 14 ઓક્ટોમ્બરે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઇ રહી છે, ત્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ પહેલા જ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીએ ચાર્જ વધાર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ