બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / ભાવનગર / Big action by the police in the case of Bhavnagar vandalism

ભાવનગર / યુવરાજસિંહ કેસમાં મોટી કાર્યવાહી, બે મુખ્ય મહોરા ઝડપાતા તોડકાંડનો તોડ મળવો પાક્કો, આટલા લાખ કબજે

Dinesh

Last Updated: 06:54 PM, 22 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર તોડકાંડના વધુ બે આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી ઝડપાયા છે, બંન્ને પાસેથી પોલીસે રૂ.10 લાખ પણ કબજે લીધા છે

  • ભાવનગર તોડકાંડ મામલે પોલીસની મોટી કાર્યવાહી
  • આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી ઝડપાયા 
  • આરોપીઓ પાસેથી પોલીસે રૂ.10 લાખ પણ કબ્જે લીધા


ભાવનગર કથિત તોડકાંડમાં પોલીસ કાર્યવાહીનો દોર ચાલી રહ્યો છે. તોડકાંડના વધુ બે આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદી ઝડપાયા છે. તમને જણાવી દઈએ કે, બંન્ને આરોપીઓ પાસેથી પોલીસે રૂ.10 લાખ કબજે લીધા છે.  તમને જણાવી દઈએ કે, ગઈકાલે યુવરાજસિંહની ધરપકડ બાદ આજે તેમના સાળાની ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહનાં સાળા કાનભા ગોહિલની સુરતથી ધરપકડ કરવામાં આવી છે. ત્યાર બાદ વધુ બે આરોપી ઘનશ્યામ લાધવા અને બિપીન ત્રિવેદીની ધરપકડ કરાઈ છે.

ભાવનગરમાં ડમીકાંડને લઇ ધરપકડનો દોર 
ભાવનગરમાં ડમીકાંડને લઇ યુવરાજસિંહ બાદ હવે ધરપકડોનો દોર શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં 4 આરોપીની ધરપકડ કરાઇ છે. વિગતો મુજબ બિપીન ત્રિવેદી અને ઘનશ્યામ લાધવાની ધરપકડ કરાઇ છે. આ સાથે સુરતથી યુવરાજસિંહના સાળા કાનભા ગોહીલની પણ ધરપકડ કરાઇ છે. ત્યાર બાદ આજે યુવરાજસિંહને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાયા હતા.

આઈજી ગૌતમ પરમારે  પ્રેસ કોન્ફરન્સમાં શુ કહ્યું હતું
ભાવનગરમાં કથીત તોડકાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ વિરુદ્ધ ભાવનગર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. વીડિયો, ચેટના સ્ક્રીન શોટના પૂરાવા તેમજ વિવિધ નિવેદનોના આધારે કાર્યવાહી કરાઈ છે. ગઈકાલે રેન્જ આઈજી ગૌતમ પરમારે  પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ગત 19મી તારીખે યુવરાજસિંહને તેમના પર થયેલા આક્ષેપો સંદર્ભે એસઓજીની ઓફિસે બોલાવવામાં આવ્યા હતાં પરંતુ તેમની તબિયત નાદુરસ્ત થવાને કારણે ફરીથી 21 તારીખનો સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ સમન્સ અનુલક્ષીને યુવરાજસિંહ આજે સવારે 12 વાગે હાજર થયેલા હતાં. તેમની ઘણાં મુદ્દા પર પૂછપરછ કરવામાં આવી હતી. એસઓજીની ટીમે અને એસઆઈટીની ટીમે તેમને જે મુદ્દાઓ પર પૂછપરછ કરી જેમાં સૌ પ્રથમ તો તેમને સમય આપવામાં આવ્યો હતો તેમની જે તે ફરિયાદોને લઈ. ત્યારબાદ તેમને જણાવવામાં આવ્યું કે, તમારી પાસે ડમી કાંડ મામલે કેટલીક માહિતી છે જે બાબતે તેમણે બે જેટલા કાગળ આપ્યા છે જેમાં ડમીકાંડ મામલે કેટલાક નામો છે જે નામો ડમીકાંડમાં સામેલ હોવની શક્યતા છે જે માહિતીનું વેરિફિકેશન કરી પોલીસ આગળની કાર્યવાહી કરશે અને જવાબદારોની ધરપકડ કરવામાં આવશે.

યુવરાજસિંહ પર IPC 386, 388 તેમજ 120 બી હેઠળનો ગુનો
ગઈકાલે પ્રેસ કોન્ફરન્સમાં આઈજીએ જણાવ્યું હતુ કે, આ તમામ સંયોગિક પુરાવા તેમજ આ હકિકતને સમર્થન કરતા કેટલાક નિવદેનો પણ મેળવવામાં આવ્યા છે અને સંયોગિક પુરાવા અને નિવેદનોના આધારે સમન્સ આપી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં જેમાં તેઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યાં છે તેથી યુવરાજસિંહ અને શિવુભા જાડેજા તેમજ કાનભા , ઘનશ્યામ લાધવા તેમજ બિપિન ત્રિવેદી, રાજુ તેમજ અન્ય વિરૂદ્ધ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 386, 388 તેમજ 120 બી મુજબનો ગુનો દાખલ કરાયો છે. કેટલાક પુરાવા મળ્યા છે.

શું છે સમગ્ર મામલો
ભાવનગર ડમીકાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપ લાગ્યા છે. ડમી કાંડમાં નામ છુપાવવા માટે પૈસા લીધા હોવાનો યુવરાજસિંહ પર આરોપ લાગ્યો છે. બિપિન ત્રિવેદી નામના વ્યક્તિએ યુવરાજસિંહ પર આરોપ લગાવ્યો હતા ત્યાર બાદ  યુવરાજસિંહ જાડેજાએ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. બિપિન ત્રિવેદીએ જણાવ્યું છે કે, નામ ન લેવા માટે યુવરાજસિંહે કરોડો રૂપિયા લીધા છે. જે મામલે પોલીસે કેટલાક પુરાવાના આધારે ધરપકડ કરી છે.

બિપિન ત્રિવેદીના આક્ષેપ
એક ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 'પ્રદીપ નામના વ્યક્તિએ મને જણાવ્યું હતું કે યુવરાજસિંહ વારંવાર મારું નામ લે છે, જેના કારણે પોલીસ મારા ઘરે આવે છે. જેથી તમે વાત કરો. આ અંગે મેં યુવરાજસિંહને વાત કરી હતી. જે બાદ મેં પ્રદીપ અને ઘનશ્યામ ભાઈ, શિવુભા અને યુવરાજ સિંહે એક મીટિગ કરી હતી. જે બાદ મારે 2 વાગ્યે લેક્ચર હોવાથી હું ત્યાંથી નીકળી ગયો હતો. લેક્ચર પૂરો થયા પછી મને જાણવા મળ્યું કે આ ડીલ 55 લાખમાં થઈ હતી. આ પેમેન્ટ આપવા માટે ઘનશ્યામભાઈ જુદા-જુદા ત્રણ તબક્કામાં ગયા. આ વખતે હું સાથે નહોતો. આમાં હું ક્યાંય સામેલ નહોતો. મેં ઘનશ્યામ ભાઈને કીધું કે આમાં મને ક્યાંય સામેલ કરતા નહીં, આ બધું લાંબુ ચાલે. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ