બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / bhoiguda hyderabad fire broke out in a scrap shop 11 people died

હૈદરાબાદ / ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, અંદર સૂતેલા 11 મજૂરો જીવતા ભૂંજાયા, શટર બંધ હોવાથી ફસાઈ ગયા

Mayur

Last Updated: 09:27 AM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હૈદરાબાદના ભોઇગુડામાં ભંગારની દુકાનમાં ભયાનક આગ લાગી હતી. આગ લાગવાથી 11 લોકોના મોત થયા છે. મોત પાછળનો સમગ્ર ઘટનાક્રમ અત્યંત કરુણ છે.

  • ભંગારની દુકાનમાં આગ લાગી
  • હૈદરાબાદના ભોઇગુડાની ભયાનક ઘટના 
  • 11 મજૂરો જીવતા બળી ગયા

11 મજૂરો જીવતા બળી ગયા

તેલંગાણાની રાજધાની હૈદરાબાદના ભોઈગુડામાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 11 મજૂરો જીવતા બળી ગયા હતા. મૃત્યુ પામેલા તમામ મજૂરો બિહારના રહેવાસી હોવાનું કહેવાય છે અને તેઓ અહીં જંક વેરહાઉસમાં કામ કરતા હતા.

સ્થળ પર હાજર હૈદરાબાદ ડીસીપી સેન્ટ્રલ ઝોને કહ્યું કે તમામ 11 મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

શટર બંધ હોવાથી કામદારો ફસાઈ ગયા હતા
પોલીસના જણાવ્યા અનુસાર, જંક વેરહાઉસના પહેલા માળે 12 મજૂરો સૂતા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર અચાનક આગ ફાટી નીકળી હતી. કામદારો માટે બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી શોપમાંથી પસાર થતો હતો જેના શટર બંધ હતા. આજે સવારે 8 વાગ્યા સુધીમાં 11 મૃતદેહો મળી આવ્યા હતા.

જ્યારે એક મજૂર જે ભાગવામાં સફળ રહ્યો હતો તેને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, ફાયર કંટ્રોલ રૂમને સવારે 3 વાગ્યાની આસપાસ એલર્ટ મળ્યો હતો અને નવ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લેવા માટે ત્રણ કલાકથી વધુ સમય સુધી જહેમત ઉઠાવી હતી. 


ફાઈબર કેબલમાં આગ લાગી હતી
ગોડાઉનમાં ફાઈબર કેબલમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે ધુમાડો ફેલાઈ ગયો હતો અને આગની તીવ્રતા વધુ વધી હતી.

ગોડાઉનમાં દારૂની ખાલી બોટલો, કાગળ, પ્લાસ્ટિક અને અન્ય કેબલ પણ રાખવામાં આવ્યા હતા. પહેલા માળે બે રૂમ હતા અને એક રૂમમાંથી તમામ 11 મૃતદેહો મળી આવ્યા હતા. એકબીજાની ઉપર પડેલા હતા. મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.

12 લોકોમાંથી એક વ્યક્તિ બચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા માટે ડીઆરએફ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. આગ લાગવાનું કારણ શોક સર્કિટ હોઈ શકે છે. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ: મોહન રાવ, ગાંધી નગર એસએચઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ