બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
હિડિંબાએ એમના પુત્રનું નામ ઘટોત્કચ રાખ્યું
માથા પર વાળ ન હોવાને કારણે જ ભીમ અને હિડિંબાએ એમના પુત્રનું નામ ઘટોત્કચ રાખ્યું હતું. મહાભારત પ્રમાણે, શ્રીકૃષ્ણના કહેવાથી જયારે ઘટોત્કચ કર્ણ સાથે યુદ્ધ કરવા ગયા તો બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. પરંતુ, ઘટોત્કચ કર્ણની સમાન જ પરાક્રમી યોદ્ધા હતા. ઘણા કલાકોના યુદ્ધ પછી જયારે ઘટોત્કચ કૌરવોની સેનાનો સંહાર કરવા લાગ્યા તો કર્ણએ ઈંદ્ર દ્વારા મળેલી શક્તિથી ઘટોત્કચનો વધ કરી નાખ્યો.
ADVERTISEMENT
શ્રીકૃષ્ણના દૂત
શ્રીકૃષ્ણે ભીમ પુત્ર ઘટોત્કચને પોતાનો દૂત બનાવીને કૌરવોની છાવણીમાં જ્યારે ઘટોત્કચ સંદેશ લઈને આવે છે. એવી વાત પણ છે ત્યારે ધૃતરાષ્ટને જોતાંની સાથે જ એમની ગંભીર આકૃતિ ઘટોત્કચને સ્પર્શી જાય છે. પોતાની આંતરસૂઝથી તેને એ પણ ખબર પડે છે કે આ ધૃતરાષ્ટની કુટિલતાથી શકિત થઈ ઊઠેલા દેવોએ આને અંધ બનાવવાનું ઉચિત સમજ્યું છે.આમ મહાભારતમાં ઘટોત્કચમાં એક વિલક્ષણ જ્ઞાનનું પ્રદર્શન કરાવે છે. તે ભીમ જેવો ઉતાવળિયો અને બાળસહજ ચંચળતાથી દોરવાતો પણ છે. ઘટોત્કચ એક રાક્ષસ હોવા છતાં એક મનુષ્યના સદગુણથી પણ શોભે છે. ભગવાન કૃષ્ણનો સંદેશ લઈને દૂત આવ્યો છે તેમ સાંભળીને તેઓ આસન પરથી ઊભા થઈને બદ્ધાંજલ આપે છે. આમાં તેમની સંહારકતા અને ભગવાન કૃષ્ણ તરફની આસ્થા છતી થાય છે. ઘટોત્કચ યુદ્ધે ચઢવા તત્પર થાય છે.
ADVERTISEMENT
મહાભારતનું એક પાત્ર
એક વખત હિડિંબાના મનુષ્ય આહાર માટે તેનો પુત્ર ઘટોત્કચ વનમાં માણસની શોધમાં નીકળી પડે છે. ઘટોત્કચના પાત્રને એક ભયાનક યોદ્ધા તરીકે અને આજ્ઞાપાલક પુત્ર તરીકે મહાભારતમાં રજૂ કરાયો છે. આ ઘટોત્કચ વીર યોદ્ધા તરીકે શરીરે, દેખાવે તો ત્રાસજનક અને ભયજનક છે જ. પરંતુ એનાં પરાક્રમથી તે એવો જ પુરવાર થાય છે. તેને ભીમનાં દર્શન થાય છે તે ભીમની ઉપર પર્વતનું શિખર ઊંચકીને ફેંકે છે. આખાં વૃક્ષો ઉખાડીને ફેંકે છે.તે છતાં પણ ભીમ તેને વશ થતો નથી. તો માયાપાશથી તે ભીમને બાંધે લે છે. પણ જ્યારે માયાપાશનો ઉપયોગ કરે છે. મંત્ર ફૂંકવા તત્પર બને છે ત્યારે તે એક રાક્ષસીના પુત્ર તરીકે જોવા મળે છે. છેલ્લે પિતા તરીકે ભીમની ઓળખાણ થાય છે ત્યારે તે નમ્રતા અને વિવેકપૂર્વક પિતાને નમન કરે છે અને અગાઉ કરેલા અપરાધની માફી પણ માગે છે. એક રાક્ષસમાં માનવીય ગુણને મહાભારત બતાવે છે. તે પર્વતનાં શિખરનો પ્રહાર હોય કે આખાં વૃક્ષોનાં થડિયાં હોય એ બધાના પ્રહાર ઝીલવા સમર્થ છે. મલ્લ યુદ્ધમાં કોઈ તેને હરાવી શકે તેમ નથી. ઘટોત્કચ જ્યારે ભીમને યુદ્ધ માટે આયુધ સાથે તૈયાર થવા કહે છે. ત્યારે પોતાના બે હાથ જ આયુધ સમાન છે તેમ કહે છે એમ કહી પોતાની શક્તિનો અને પોતાનાં બળનો તે પરિચય આપે છે. આમ ભીમ પરાક્રમી વ્યક્તિ તરીકે ઉપસી આવે છે. ઘટોત્કચ મહાભારતનું એક પાત્ર છે જે ભીમ અને હિડિંબાનો પુત્ર હતો. ઘટોત્કચ એક મહાન પરાક્રમી યોદ્ધાે હતો. માતા રાક્ષસી હોવાને લીધે તે અનેક માયાવી વિદ્યા પણ જાણતો હતો.
ADVERTISEMENT
જન્મ સમયે તેનું માથું ઘટ
સંસ્કૃતમાં ઘટ એટલે ઘડો અને ઉત્કચ એટલે માથું, જન્મ સમયે તેનું માથું ઘટ (ઘડા) જેવું હતું તેથી તેનું નામ ઘટોત્કચ રાખવામાં આવ્યું. ઘટોત્કચ બાળપણમાં તેની માતા સાથે રહ્યો. એક વખત બાળપણમાં તે તેના પિતરાઈ અભિમન્યુને ન ઓળખવાને લીધે તેની સાથે યુદ્ધ કરી બેઠો હતો. ઘટોત્કચની ગણના એક પ્રમાણિક અને નમ્ર પાત્ર તરીકે થાય છે. જ્યારે પણ જરૂર પડતી ત્યારે તે હંમેશાં પોતાને અને પોતાના અનુચરોને ભીમની સેવા માટે ઉપલબ્ધ રાખતો. ભીમે તેને બોલાવવા માત્ર તેને યાદ જ કરવો પડતો અને તે હાજર થઈ જતો. તેના પિતાની જેમ જ ઘટોત્કચ પણ ગદાથી જ યુદ્ધ કરતો.
ADVERTISEMENT
દિવ્ય અમોઘ અસ્ત્ર
તેની પત્નીનું નામ અહિલવતી હતું અને પુત્રનું નામ બર્બરિક હતું. મહાભારતમાં ભીમે ઘટોત્કચને કુરુક્ષેત્રના યુદ્ધમાં પાંડવોના પક્ષે લડવા માટે બોલાવ્યો હતો. પોતાની માયાવી શક્તિના પ્રતાપે ઘટોત્કચ કૌરવોની સેનામાં કાળો કેર વર્તાવે છે. ખાસ કરીને જયદ્રથનાં મૃત્યુ પછી જ્યારે યુદ્ધ સૂર્યાસ્ત પછી ચાલુ હતું ત્યારે (રાત્રે) તેની શક્તિઓ ખૂબ ઉપયોગી થઈ પડી. આવી પરિસ્થિતિમાં કૌરવ નેતા દુર્યોધને તેના સર્વોત્કૃષ્ટ યોદ્ધા કર્ણને ઘટોત્કચનો વધ કરવાની વિનંતિ કરી કેમ કે ઘટોત્કચે હવાઈ આક્રમણ દ્વારા સમગ્ર કૌરવ સૈન્યને વિનાશને આરે લાવી મૂક્યું હતું. કર્ણ પાસે ઈંદ્રદેવ પાસેથી મેળવેલું દિવ્ય અમોઘ અસ્ત્ર હતું. જેનો ઉપયોગ તે માત્ર એક જ વખત કરી શકતો. તેના મહાશત્રુ પાંડવ યોદ્ધા અર્જુન સાથેના યુદ્ધમાં વાપરવા તેણે તે બચાવી રાખ્યું હતું. પોતાના પરમ મિત્ર દુર્યોધન જેને વફાદાર રહેવાની તેણે પ્રતિજ્ઞા કરી હતી તેની વિનંતીને તે ના ન પાડી શક્યો.
ADVERTISEMENT
ઘટોત્કચનું મંદિર
છેવટે તેણે તે અમોઘ અસ્ર ઘટોત્કચ પર છોડ્યું અને તેને મારી નાખ્યો. આ ઘટનાને યુદ્ધની દિશા પરિવર્તક ગણવામાં આવે છે. ઘટોત્કચના મૃત્યુ પછી પાંડવોના માર્ગદર્શક કૃષ્ણ હસ્યા કેમ કે હવે કર્ણ પાસે અર્જુન સામે લડવા કોઈ દિવ્ય અસ્ત્ર નહોતાં યુદ્ધનું પરિણામ પાંડવોના પક્ષમાં નક્કી જ હતું. હિમાચલ પ્રદેશના મનાલીમાં દેવી હિડમ્બાના મંદિર નજીક ઘટોત્કચનું પણ મંદિર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.