બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / ગુજરાત / Bharuch's Siddhanath Mahadev Temple is highly miraculous, bathing in the tank cures skin diseases

આસ્થાનું કેન્દ્ર / ભરુચનું સિદ્ધનાથ મહાદેવ મંદિર ભારે ચમત્કારિક, કૂંડમાં નહાવાથી મટે છે ચામડીના રોગો

Vishal Khamar

Last Updated: 07:12 AM, 24 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદા નદી કિનારે હજારો શિવ મંદિર આવેલા છે ભરૂચ જિલ્લામાં નર્મદા નદી કાંઠે ભગવાન શિવના વિવિધ મંદિરો જોવા મળે છે ત્યારે અંકલેશ્વરથી 10 કિલોમીટરના અંતરે સજોદ ગામમાં પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે, ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવતા મહાદેવનુ મંદિર ભક્તો માટે અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

  • પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર
  • શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર 
  • શિવજીએ વેદપતિ બ્રહ્માજીનું મસ્તક વિધ્યું હતું

પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર ભરૂચ જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. દૂર દૂરથી ભક્તો મહાદેવના મંદિરે આવી કુંડમાં સ્નાન કરે છે શિવજી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરે છે. ભાવિકોમાં મનોકામના પૂર્ણ થતી હોવાની અખૂટ માન્યતા છે. જેથી મંદિરે હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે. શિવરાત્રી તેમજ શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર 
શિવ મંદિરનું અનેરું મહત્વ રહેલું છે વાયુ પુરાણ રેવાખંડ 168માં ભગવાન શિવજીએ વેદપતિ બ્રહ્માજીનું મસ્તક વિધ્યું હતું.  જે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા શિવજી ભ્રમણ પર નીકળ્યા અને નર્મદા તટે સજોદ ગામે થંભી હજારો દેવો,ગાંધરવો,સિદ્ધોની ઉપસ્થિતિમાં એક કુંડની સ્થાપના કરી તેમાં પવિત્ર નર્મદા નદીનું જળ ભરી દેવોએ શિવજીની પૂજા કરી સ્નાન કરાવ્યું હતું. બાદમાં  શિવજી  દેવોને તેમજ તીર્થને આશીર્વાદ આપી અંતર્ધ્યાન થયા હતા.

250 વર્ષ પહેલા સજોદવાસીઓએ નવુ મંદિર બનાવ્યું
મોગલ વંશજ મહંમદ ગઝનીએ મહાદેવ મંદિર પર ચઢાઈ કરી ત્યારે ઝેરી ભમરાના ઝુંડ નીકળતા મોગલોએ ભાગવું પડ્યું હતું અને જે હાથ લાગ્યું તેની લૂંટ ચલાવી નાસી ગયા હતા. મહંમદ ગઝનીએ શિવલિંગ અને નદી પર તલવારના ઘા કર્યા હતા. તેના નિશાન આજે પણ જોવા મળે છે. મહંમદ ગઝનીના હુમલા બાદ ખંડિત થયેલ રુદ્રકુંડના ઉપરના ભાગે 250 વર્ષ પહેલા સજોદવાસીઓએ નવુ મંદિર બનાવી ભગવાન સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરી હતી. મહાદેવના  મંદિરે અન્ય દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા છે.  

રુદ્રકુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગોથી મુક્તિ  મળે
સ્વયંભુ સિદ્ધનાથ સ્થિત રુદ્રકુંડમાં સ્નાન કરી મહાદેવની પૂજા કરે તો બ્રહ્મ હત્યાનું પાપ નષ્ટ થાય તેવી પણ માન્યતા છે. કુંડની બાજુમાં સિદ્ધનાથ મહાદેવનું શિવાલય અને કુંડની બાજુમાં જ રુદ્રેશ્વર મહાદેવનું શિવલિંગ છે. રુદ્રકુંડમાં સ્નાન કરવાથી ચર્મ રોગોથી મુક્તિ મળતી હોવાની માન્યતા છે. 

શિવજીએ વેદપતિ બ્રહ્માજીનું મસ્તક વિધ્યું હતું
ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીના હું મોટો દેવ અને તું નાનો દેવના વિખવાદને લઈને  ભગવાન શિવ પાસે પહોંચ્યા. ત્યારે ભગવાન શિવજીએ મોટું લિંગ સ્વરૂપ ધારણ કરી વિષ્ણુજીને શિવલિંગનો અંત અને બ્રહ્માજીને મસ્તકની પૂજા કરવાનું કહેતા બંને દેવોએ મસ્તિક અને અંત શોધવાનો પ્રયાસ કર્યો અને અંત ન મળતા ભગવાન વિષ્ણુએ શિવજી પાસે આવી પ્રભુ તમારો કોઈ અંત નથી અને બ્રહ્માજી મસ્તકની પૂજા કરીને આવ્યા એવુ ખોટું બોલતા બ્રહ્માજીનુ  એક મસ્તક ભગવાન શિવે છેદન કરતા બ્રહ્મહત્યાનું પાપ લાગતા તે પાપનું નિવારણ સજોદ ખાતે થયું હતું. 

મંદિરના કુંડમાં નહાવાથી ચામડીના રોગ દૂર થાય
અતિ પૌરાણિક સિધ્ધનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવનું બ્રહ્મહત્યાનું પાપ દૂર થયું હતું. મંદિરના કુંડમાં નહાવાથી ચામડીના રોગ દૂર થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભાવિકો પર સદાય આશીર્વાદ વરસાવતા ભોળેનાથનુ નર્મદા કાઠે સજોદ ગામમાં આવેલુ મંદિર અનેરુ આસ્થાનુ કેન્દ્ર બન્યુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ