બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Bhaibij is the festival of holy love between brothers and sisters

Bhai Dooj 2023 / ભાઇબીજના દિવસે ભૂલથી પણ આ 8 ભૂલો ન કરતા, નહીં તો યમરાજા થઇ જશે કોપાયમાન

Kishor

Last Updated: 11:03 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વના અવસરે બહેન ભાઈના કપાળ પર તિલક કરી ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે, જાણો વીધી અને મહત્વ!

  • ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમનું પર્વ એટલે ભાઈબીજ
  • ભાઈ બીજને દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે
  • ત્યારે જાણો ભાઈ બીજનું મહત્વ અને પર્વની વિધિ

ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના તહેવારને હવે બે દિવસ બાકી રહ્યા છે. આ અવસરે બહેન ભાઈના કપાળ પર તિલક કરી ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. વધુમાં વ્હાલી બહેનને ભાઈ ગિફ્ટ પણ આપે છે. વધુમાં ભાઈ બીજને દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આવો જાણીએ ભાઈ બીજના મહત્વ વિષે!

ભાઈ બીજ પર ભાઈને તિલક કરતી વખતે થાળીમાં જરૂરથી રાખો આ વસ્તુઓ, જાણો પૂજાના  શુભ મુહૂર્ત વિશે | bhai dooj 2021 date significance tilak time rituals shuh  muhurat puja vidhi rules

તમારા ભાઈને તિલક લગાવવાનો શુભ સમય

જ્યોતિષ ડૉ. ગણેશ મિશ્રા અનુસાર, આ વર્ષે 14 નવેમ્બરને મંગળવારે બપોરે 2:36 વાગ્યે આ પર્વની ઉજવણી કરાશે. આ તારીખ બીજા દિવસે એટલે કે 15 નવેમ્બર બપોરે 1:47 વાગ્યા સુધી માન્ય રહેશે.વધુમાં ઉદયનિધિ અનુસાર 15 નવેમ્બરના રોજ ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવશે. 14 તારીખે બપોરે 1:10 થી 3:19 દરમિયાન ભાઇ દૂજના દિવસે તમારા ભાઈને તિલક કરવું શુભ માનવામાં આવે છે.જો તમે 15 નવેમ્બરના રોજ ભાઈ બીજની ઉજવણી કરી રહ્યા છો, તો તમારા ભાઈને તિલક લગાવવાનો શુભ સમય સવારે 10:40 થી બપોરે 12 વાગ્યા સુધીનો છે.

ભેટનું અપમાન ન કરવું જોઈએ

માન્યતાઓ અનુસાર, જો કોઈ બહેન તેના ભાઈના કપાળ પર તિલક કરી લાંબા આયુષ્યની પ્રાર્થના કરે તો ભાઈનું અકાળ મૃત્યુ થતા અટકે છે. બહેનો તેમના ભાઈઓના સુખ, સમૃદ્ધિ, સારા જીવન અને આરોગ્યની કામના કરે છે. આ દિવસે બહેન પૂજાની થાળી શણગારી તેના ભાઈને તિલક લગાવે છે ત્યારબાદ આરતી કરવામાં આવે છે. થાળીમાં ફળ, ફૂલ, મીઠાઈ, કુમકુમ, ચંદન, રોલી, સોપારી વગેરે સામગ્રી રાખવામાં આવે છે. ત્યારબાદ શુભ મુહૂર્ત અનુસાર તિલક કરવું જોઈએ. અંતે આરતી કરી અને ભાઈની પૂજા કરવી ત્યારબાદ જે આપે એ સ્વીકારવી જોઈએ.

ભાઈ બીજના પર્વ પર ભૂલથી પણ આ ભૂલો ન કરવી

  • ભાઈ બીજના દિવસે ભૂલથી પણ ઝઘડો ન કરવો
  • એકબીજા સાથે જૂઠું ન બોલવું
  • ભાઈ જે ભેટ આપે તે પ્રેમથી સ્વીકારવી જોઈએ. તેનું આપવામાંન કરવું જોઈએ.
  • ભેટને લઈને તમારા ભાઈને ખરાબ ન બોલો, આમ કરવું અશુભ છે.
  • આ દિવસે કાળો રંગ અશુભ મનાઈ છે આથી કળા કપડાં ન પહેરવા જોઈએ.
  • બહેનોએ ભાઈ બીજના દિવસે તિલક લગાવ્યા વિના કંઈપણ ખાવાની ભૂલ ન કરવી જોઈએ.
  • તિલક કરવા માટે ખોટી દિશા તરફ મોં કરીને ન બેસવું જોઈએ.
  • બહેનોએ પૂર્વ તરફ મુખ કરીને બેસવું જોઈએ અને ભાઈઓએ ઉત્તર તરફ મુખ રાખીને તિલક કરવું જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ