બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Beware of the vicious gangs that steal lakhs of rupees by accident!

અમદાવાદ / અકસ્માત ટાણે આવી ભૂલો ન કરતા નહીં તો..., લાખો રૂપિયાનો તોડ કરતી શાતિર ગેંગથી સાવધાન!

Priyakant

Last Updated: 03:19 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં એક્સિડન્ટના બહાને તોડ કરતી ટોળકી પણ સામે આવી છે, જે નિર્દોષ વાહનચાલકોને ટાર્ગેટ કરીને રૂપિયા પડાવે છે

  • અમદાવાદ-આસપાસના વિસ્તારમાં ‘એક્સિડન્ટ ગેંગ’નો આતંક 
  • અમદાવાદમાં અકસ્માતના નામે લાખો રૂપિયાનો તોડ કરતી શાતિર ગેંગ 
  • અકસ્માત થાય તો ગભરાયા વગર સીધો જ પોલીસને ફોન કરો

ગુજરાત સહિત દેશમાં રૂપિયા કમાવવા માટે લોકો કોઇ પણ હદ સુધી જતા હોય છે, જેના અનેક કિસ્સા સમાજમાં સામે આવી રહ્યા છે. વિવિધ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને નિર્દોષ લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરતી ગેંગ સક્રિય થઇ છે. અમદાવાદ શહેરમાં એક્સિડન્ટના બહાને તોડ કરતી ટોળકી પણ સામે આવી છે, જે નિર્દોષ વાહનચાલકોને ટાર્ગેટ કરીને રૂપિયા પડાવે છે. જ્યારે કોઇ પણ વ્યકિત જાણી જોઇને કાર કે પછી ટુ વ્હીલર પાસે આવીને અકસ્માતનું તરકટ રચે તો તરત જ એલર્ટ થઇ જજો અને 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવી લેજો. અકસ્માતમાં ઇજા પહોંચી છે તેમ કહીને ગઠિયાઓ વાહનચાલકો પાસેથી લાખો રૂપિયા પડાવીને નાસી જાય છે. 

અકસ્માતનું તરકટ રચી 50 હજાર પડાવ્યા 
તાજેતરમાં નાના ચિલોડામાં એક ગઠિયાએ અકસ્માતના બહાને પરિવાર પાસેથી 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા અને તેમને માર પણ માર્યો હતો. રાહદારી જ્યારે વાહનની અડફેટમાં આવી જતો હોય છે ત્યારે ચાલક વિરુદ્ધ અકસ્માતનો કેસ નોંધાતો હોય છે. અકસ્માતની ઘટનામાં રાહદારી ગુનો દાખલ કરે નહીં અને વાહનચાલક પણ કાનૂની સકંજામાં ફસાય નહીં તે માટે સમાધાન એકમાત્ર શસ્ત્ર હોય છે. કાનૂની કાર્યવાહીથી બચવા માટે વાહનચાલક રાહદારી સાથે સમાધાન કરી લે છે અને મેડિકલનો ખર્ચ આપી દેતા હોય છે. મોટા ભાગના અકસ્માતના કેસમાં આ પ્રકારે સમાધાન થતું હોય છે, જેની કોઇ પોલીસ સ્ટેશનમાં નોંધ થતી નથી. 

આ ગેંગ આવી રીતે પડાવે છે પૈસા 
સામાન્ય રીતે આ પ્રકારના અકસ્માતમાં વાહનચાલકોની ભૂલ હોય છે, પરંતુ હાલ રૂપિયા કમાવવા માટે અકસ્માત કરતી એક રાહદારીની ગેંગ પણ સક્રિય થઇ છે. રાહદારી જાણી જોઇને વાહનચાલકોની અડફેટમાં આવી જાય છે અને બાદમાં સામાન્ય ઇજા થતાંની સાથે રૂપિયા ખંખેરવાનો ખેલ શરૂ થઇ જતો હોય છે. રાહદારી સાથે તેની ગેંગમાં અનેક લોકો પણ હોય છે, જે અકસ્માત સમયે તેની આસપાસ જ હોય છે. જ્યારે રાહદારી જાણી જોઇને કાર કે ટુ વ્હીલરમાં આવી જાય છે ત્યારે તેના સાગરીતો અજાણ્યા બનીને મદદના બહાને દોડી આવે છે. 

નાના ચિલોડામાં બે મહિના પહેલા યુવતી જોડે પડાવ્યા હતા 50 હજાર  
નાના ચિલોડા વિસ્તારમાં બે મહિના પહેલાં આવી જ એક ઘટના બની હતી. એક યુવતી તેના પરિવાર સાથે વાહન પર જઇ રહી હતી ત્યારે એક ગઠિયો વાહનની આગળ આવી ગયો હતો. ગઠિયો ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો, જેથી તેના સાગરીતો મદદના બહાને દોડી આવી ગયા હતા. અકસ્માત થયો હોવાના કારણે યુવતી તેની માતા સહિતનો પરિવાર ગભરાઇ ગયા હતા અને આજીજી કરવા લાગ્યો હતો. ગઠિયાઓએ તેનું એક નહીં માનતાં યુવતી પાસે એક લાખ રૂપિયા માગણી કરી હતી અને મેડિકલ ટ્રીટમેન્ટ કરવાની પણ વાત કરવા લાગ્યા હતા. ગઠિયાઓને તાબે નહીં થતાં યુવતીએ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરવાની કોશિશ કરી હતી. ફરિયાદની વાત આવતાંની સાથે જ ગઠિયાઓએ યુવતીની માતાને લાફા મારી દીધા હતા, જેથી યુવતી ગભરાઇ ગઇ હતી અને 50 હજાર રૂપિયા આપી દીધા હતા. રૂપિયા લીધા બાદ ગઠિયાઓ ત્યાંથી જતા રહ્યા હતા ત્યારે યુવતી અને તેના પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. 

નોંધનીય છે કે, આવી એક નહીં, પરંતુ અનેક ઘટનાઓ શહેરમાં બની રહી છે, જેની નોંધ પોલીસ સ્ટેશન સુધી થતી નથી. જો ગ‌િઠયાઓ અકસ્માતના બહાને પૈસા પડાવવાની વાત કરે તો પોલીસને જાણ કરવી જરૂરી છે. ગઠિયા ગણતરીની મિનિટોમાં બેન્કનું બેલેન્સ ખાલી કરાવી દે છે. 

કુબેરનગરના ડોક્ટરે હિંમત બતાવી ગઠિયાને ઝડપી લીધો
થોડા સમય પહેલાં કુબેરનગરમાં રહેતા ડોક્ટર મનોજ કોડવાણી પોતાના ક્લિનિકથી કાર લઇને જઇ રહ્યા હતા ત્યારે એક્સિડન્ટ ગેંગની બે વ્યક્તિએ એક્ટિવા લઇ આવીને અકસ્માત કર્યો હતો. વાહનચાલકને હાથમાં ફ્રેક્ચર થયું અને ડોક્ટર પાસે સારવાર કરવા માટે લઇ જવાનું તરખટ રચતાં ડોક્ટર ગભરાઇ ગયા હતા. ડોક્ટર પાસે 65 હજાર રૂપિયા ઓપરેશનના માગ્યા હતા, જોકે ડોક્ટરે એક્સ-રે કરાવવા મોકલતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. યુવકના ખભા પર પહેલાંથી ફ્રેકચર હતું અને તે અવારનવાર અકસ્માતના બહાને વાહનચાલકો પાસેથી લાખો રૂપિયા ખંખેરતો હતો. ડોક્ટરે હિંમત બતાવીને સરદારનગર પોલીસને જાણ કરી દીધી હતી, જેમાં પોલીસે ગુનો દાખલ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.

અકસ્માત થાય ત્યારે આટલું ખાસ ધ્યાનમાં રાખવું

  • અકસ્માત થાય ત્યારે દર્દીને સરકારી હોસ્પિટલમાં લઇ જવાનું દબાણ કરો
  • દર્દી જો પોતાની જાતે સારવાર કરાવવાની જીદ કરે તો સીધી પોલીસને જાણ કરો
  • દર્દી જો સારવારના બદલામાં રૂપિયા માગે તો પોલીસ ફરિયાદ કરો
  • જો ખરેખર અકસ્માત થયો હશે તો દર્દી મેડિકલ ખર્ચ સિવાય બીજું કંઇ માગશે નહીં
  • અકસ્માત દરમિયાન દર્દી સિવાય બીજું કોઇ બોલે તો સમજી લેવાનું કે બોગસ અકસ્માત છે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ