જો તમારી કાર વધુ સારું માઈલેજ આપે છે તો તમે પેટ્રોલ અથવા ડીઝલના ખર્ચની ચિંતા કર્યા વગર વધુ આનંદની સાથે પોતાનો પ્રવાસ નક્કી કરો છો. કારણકે તમારો પ્રતિ કિલોમીટરનો ખર્ચ ઘટી જાય છે. પરંતુ જો તમારી કારનું માઈલેજ ઓછુ હોય તો તમને ખર્ચની ચિંતા સતાવતી રહે છે.
શું તમારી કારનું માઈલેજ ઓછુ છે?
આ કાર બેસ્ટ માઈલેજ આપે છે
લગભગ ત્રણ લાખથી શરૂ થાય છે આ કારની કિંમત
ભારતીય માર્કેટમાં આ કારનું માઈલેજ સારું
ખરેખર, હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘણી વધી ગઇ છે. જેનાથી લોકો પરેશાન છે. દેશમાં આની પહેલા પેટ્રોલ-ડીઝલની આટલી કિંમતો ક્યારેય જોવામાં આવી નથી. એવામાં આજે અમે તમને ભારતીય માર્કેટમાં કેટલીક એવી કારોની માહિતી આપવાના છે, જેનું માઈલેજ ખૂબ સારું છે. જેમાંથી મોટાભાગની કારો 20 કિલોમીટરથી ઉપરનું માઈલેજ આપે છે. જ્યારે એક કાર 25 કિલોમીટરથી પણ વધુનુ માઈલેજ આપે છે.
ટાટા ટિયાગો
ટાટા મોટર્સની સૌથી સસ્તી હેચબેક કાર ટાટા ટિયાગો જ છે. જેની કિંમત લગભગ 5 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કારનું માઈલેજ 23.84 kmpl સુધી છે.
હ્યુન્ડાઈ સેન્ટ્રો
હ્યુન્ડાઈ સેન્ટ્રોની કિંમત લગભગ 4.46 લાખ રૂપિયાથી શરૂ થાય છે. હ્યુન્ડાઈ મોટર્સની હ્યુન્ડાઈ સેન્ટ્રો સારું માઈલેજ આપે છે. આ કાર 20.3 kmનું માઈલેજ આપે છે.
રેનો ક્વિડ
રેનો ક્વિડની કિંમત લગભગ 4.24 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને કંપની દાવો કરે છે કે આ કાર 20.71 kmpl સુધીનું માઈલેજ આપે છે.
ડેટસન રેડી ગો
ડેટસન રેડી ગો પણ સારું માઈલેજ આપે છે. ડેટસન રેડી ગોની કિંમત લગભગ 3.85 લાખ રૂપિયાથી શરૂ થાય છે, જે 20.71 kmpl સુધીનું માઈલેજ આપે છે.