બ્રેકિંગ ન્યુઝ
VTV / best dadima home remedies for hair fall
આ વસ્તુઓ જોઈએ
ADVERTISEMENT
કટકો આદુ
એલોવેરા જેલ
1 સ્પ્રે બોટલ
આ રીતે તૈયાર કરો
ADVERTISEMENT
સૌથી પહેલાં આદુને છોલીને તેનો રસ કાઢી લો. હવે એક નાની સ્પ્રે બોટલમાં અડધી બોટલ પાણી લઈ તેમાં 2 ચમચી જેટલો આદુનો રસ અને 2 ચમચી એલોવેરા જેલ મિક્સ કરી લો. તમે આ મિશ્રણને ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકો છો.

ADVERTISEMENT
ઉપયોગ રીત
આ મિશ્રણને તમારા વાળના મૂળમાં રાતે સ્પ્રે કરો અને સવારે હેર વોશ કરી લો. સપ્તાહમાં બેવાર આ ઉપાય જરૂર કરો. આનાથી માથામાં અને સ્કેલ્પમાં કોઈ ઈન્ફેક્શન હશે તો દૂર થશે અને તેના નિયમિત ઉપયોગથી વાળ ખરતાં બંધ થઈ જશે.
ADVERTISEMENT
આદુના ફાયદા
આદુ સ્કેલ્પમાં બ્લડ સર્ક્યુલેન વધારે છે અને વાળ ઝડપથી લાંબા પણ કરે છે. સાથે જ તેમાં રહેલાં ફેટી એસિડ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફાસ્ફોરસ અને અન્ય વિટામિન વાળ માટે ખૂબ જ સારાં છે. આ હેર ફોલિકલ્સને મજબૂત બનાવી વાળનો ગ્રોથ વધારે છે.
ADVERTISEMENT
એલોવેરાના ફાયદા
એલોવેરા વાળ અને સ્કિન બંને માટે ખૂબ જ કારગર છે. તે વાળને હાઈડ્રેટ અને કંડીશન કરે છે. તેમાં રહેલાં એન્ટી બેક્ટેરિયલ ગુણ વાળની સમસ્યા દૂર કરે છે અને વાળ ખરતા રોકે છે. સાથે જ વાળને શાઈની, સોફ્ટ અને હેલ્ધી પણ બનાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.