બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 5 જ સેકન્ડમાં બિલ્ડીંગ તાશના પત્તાની જેમ ધરાશાયી, ઇન્ટરનેટ પર વાયરલ થયો ચોંકાવનારો Video

વાયરલ / 5 જ સેકન્ડમાં બિલ્ડીંગ તાશના પત્તાની જેમ ધરાશાયી, ઇન્ટરનેટ પર વાયરલ થયો ચોંકાવનારો Video

Last Updated: 03:18 PM, 9 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરુના KGFનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપમાં તમે જોઈ શકો છો કે થોડી સેકન્ડમાં એક ઈમારત ધરાશાયી થઈ ગઈ.

સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક ઈમારત જમીન પર ધરાશાયી થતી દેખાઈ રહી છે. આ ઘટના બેંગલુરુમાં KGF (કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ) ખાતે બની હતી, જ્યાં એક બિલ્ડિંગ થોડી જ સેકન્ડોમાં ધરાશાયી થઈ ગઈ હતી.

રિપોર્ટ અનુસાર, બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું જેના કારણે બિલ્ડિંગમાં મોટી તિરાડો પડી ગઈ હતી. પોલીસ અને ફાયરમેન સમયસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઈમારત ધરાશાયી થાય તે પહેલા તેમણે લોકોને સલામત રીતે બહાર કાઢી લીધા હતા, જેના કારણે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જો કે આ ઘટના ક્યારે બની હતી, તેની હાલમાં કોઈ પુષ્ટિ થઈ નથી.

PROMOTIONAL 13

શું છે સમગ્ર મામલો?

આ વીડિયોને શેર કરીને યુઝરે કેપ્શનમાં લખ્યું- બેંગલુરુમાં KGF (કોલાર ગોલ્ડ ફિલ્ડ)ના બાંગરપેટમાં એક મોટી ઈમારત ધરાશાયી થઈ ગઈ. આ બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ કામના કારણે બિલ્ડીંગમાં મોટી તિરાડો પડી ગઈ હતી. તકેદારી લેતા પોલીસ અને ફાયર વિભાગના લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક ઝડપે કામ કરીને, તેઓએ બિલ્ડિંગ ધરાશાયી થાય તે પહેલાં દરેકને બહાર કાઢ્યા. જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ પણ વાંચો: 'જે લોકો મને ટ્રોલ કરતા હતા, તેઓ હવે...', વિદાય સમારોહ વચ્ચે આ શું કહી ગયા ડીવાય ચંદ્રચૂડ?

ફાયર વિભાગ અને પોલીસની થઈ પ્રશંસા

આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. 12 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક ઈમારત તૂટી પડે છે અને ધરાશાયી થઈ જાય છે. દરમિયાન ત્યાં હાજર લોકો ઘટનાનો વીડિયો બનાવી લે છે. લોકો પોલીસ અને ફાયર ફાઈટરોની પ્રશંસા કરી રહ્યા છે, જેમણે લોકોને સ્થળ પરથી કોઈ દુર્ઘટના ઘટે એ પહેલા બહાર કાઢ્યા, જેના કારણે કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

National News Building Collapsed Video Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ