બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / benefits of newly launched ujjawala yojana 2.0 by pm modi

ફાયદો / PM મોદીએ લૉન્ચ કરી Ujjwala Yojana 2.0 : મફત ગેસ સિલિન્ડરની સાથે પહેલીવાર મળશે આ ફાયદા, જાણો કઈ રીતે

Mayur

Last Updated: 03:10 PM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે પ્રધાનમંત્રી મોદીએ ઉજ્જવલા યોજનાના બીજા સંસ્કરણની જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં જણાવાયું હતું કે એક કરોડ લોકોને ફ્રી ગેસ કનેક્શન અને સિલિન્ડર આપવામાં આવશે.

  • પ્રધાનમંત્રી મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી ઉજ્જવલા યોજના 2.0 
  • એક કરોડ એલપીજી કનેકશન માટે ફંડ આપવાની જાહેરાત
  • સ્વાસ્થ્યમાં સુધારો અને પ્રદૂષણ ઓછું કરવાનો આશય 

આજે પ્રધાનમંત્રી મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી ઉજ્જવલા યોજનાના લૉન્ચિંગમાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી થયેલ લૉન્ચિંગમાં આ સીવાય  ઉપમુખ્યમંત્રી કેશવ મોર્ય અને દિનેશ શર્મા જેવા મોટાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સ્વચ્છ ઈંધણ અને સારું જીવન 
પ્રધાનમંત્રી ઉજ્જ્વળય સ્કીમનું બીજું ચરણ આજે શરૂ થયું છે આ અગાઉ 1/05/2016 ના રોજ ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાથી ઉજ્જ્વલા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. 5 કરોડ ગરીબ પરિવારની મહિલાઓને ગેસ કનેક્શન આપવાના લક્ષ્ય સાથે શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને ચૂલાના ધુમાડા થી બચાવીને તેમનું કામ સરળ બનાવવાનો હતો. આ રીતે તેમનું સ્વાસ્થ્ય પણ સુધરે અને LPG કનેક્શનના ઉપયોગથી પ્રદૂષણ ઓછું કરવાનો હતો. નાણાં મંત્રી નિર્મલા સિતારમણ આ યોજના થકી એક કરોડ એલપીજી કનેકશન માટે ફંડ આપવાની જાહેરાત કરી ચૂક્યા છે. આ સિવાય ગરીબો પરિવારોને કનેક્શન આપવામાં આવશે જે ઉજ્જવલા યોજનાના પ્રથમ ચરણમાં સામેલ થઈ શક્યા ન્હોતા. 

હવે શું બદલાયું?
ઉજ્જવલા યોજનાના પ્રથમ ચરણમાં સરકાર LPG કનેક્શન માટે 1600 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવતી હતી. આ સહાય ડિપોઝિટ સ્વરૂપે મળતી હતી. આ યોજના અંતર્ગત ગેસ કનેક્શન મેળવનાર પરિવારને સ્ટવ અને સિલિન્ડર લેવા માટે વિના વ્યાજે લોન પણ મળતી હતી.  

ફાયદા જ ફાયદા 
હવે બીજા ચરણમાં LPG કનેક્શન સિવાય પ્રથમ સિલિન્ડરનું ફ્રી રીફિલિંગ પણ થશે. આ સિવાય ગેસ ચૂલા પણ મફત આપવામાં આવશે એપ્રિલ 2018 મા સરકાર યોજનાના લાભાર્થીઓને 7  કેટેગરીની મહિલાઓને આ યોજનામાં સામેલ કરી ચૂકી હતી. અનુસૂચિત જતી, અનુસૂચિત જનજાતિ, અંત્યોદર એન યોજના, અત્યંત પછાત વર્ગ, વનવાસી અને દ્વીપ સમૂહમાં રેટ લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ લાભાર્થીઓની સંખ્યા 8 કરોડ થઈ ગઈ હતી. 

હવે ડોક્યુમેન્ટ પણ જરૂરી નથી. 
બીજા ચરણમાં ડોક્યુમેન્ટ અને પેપરવર્ક પણ ઓછું કરી દેવામાં આવ્યું હતું. કેવાયસી માટે નોટરીની પણ જરૂરિયાત રહેશે નહીં. સાથે બીજી જગ્યાએ રહેતાં લોકોને પ્રવાસી પ્રમાણ પત્ર પણ નહીં આપવું પડે. હવે સેલ્ફ ડિક્લેરેશનનો પણ ઓપ્શન આપવામાં આવે છે. 

ઉજ્જવલા યોજનામાં આટલું હશે તો જ થઈ શકે છે અપ્લાય 
- મહિલાએ કરવાનું રહેશે અપ્લાય
- 18 વર્ષથી વધારે ઉંમર હોવી જોઈએ  
- BPL પરિવારની મહિલા હોવી જોઈએ 
- રેશન કાર્ડ અને BPL કાર્ડ હોવું જોઈએ 
- પરિવારના કોઈ અન્ય સદસ્યના નામે LPG કનેક્શન ન હોવું જોઈએ 


આ સિવાય વધેલી નવી શ્રેણીઓમાં અનુસૂચિત જતી, અનુસૂચિત જનજાતિ, અંત્યોદર એન યોજના, અત્યંત પછાત વર્ગ, વનવાસી અને દ્વીપ સમૂહમાં રેટ લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. આ પૈકીની કોઈ પણ મહિલાને જો પરિવારમાંથી કોઈના નામે કનેક્શન નહીં હોય તો કનેક્શન મળી શકશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ