બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / Benefits Of Massage Benefits And Right Kind Of Oil

ફાયદા / માલિશના ફાયદા છે અનેક, ઋતુના હિસાબથી કેવી રીતે કરશો મસાજ

Juhi

Last Updated: 03:05 PM, 9 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયુર્વેદ અને નેચરોપથીમાં માલિશને મહત્વની માનવામાં આવે છે. આ ઘણી બિમારીઓના સારવાર માટે પ્રભાવી માનવામાં આવે છે. આ તનમનને નવી તાજગી આપે છે. માલિશ માટે તેલ અને ઋતુ બંનેની ભૂમિકા મહત્વની છે. ઋતુ અનુસાર માલિશ માટે તેલ અને મસાજની રીત બંને બદલાઇ જાય છે.

શિયાળા:
આ ઋતુ માટે માલિશને ખૂબ જ ગુણકારી માનવામાં આવી છે. સવારે તડકો નીકળ્યા પછી માલિશ કરાવવી જોઇએ. શિયાળામાં માલિશ માટે તલના તેલનો ઉપયોગ કરી શકો છો. તલના તેલથી શરીરની જરૂરી પોષકતત્વો મળી રહે છે. આ સાથે જ ત્રિરોગ (વાયુ, પિત્ત અને કફ)નો નાશ કરવાનું કામ કરે છે.

ઉનાળો:
ઉનાળાની ઋતુમાં નારિયેળના તેલ અથવા ગાયના ઘીનો ઉપયોગ કરો.

ચોમાસું:
ચોમાસાની ઋતુમાં શરીરની માલિશ ના કરો પરંતુ સારવાર માટે જરૂરી હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. વરસાદ પડતો હોય તો માલિશ ના કરાવો, તડકો નકળે ત્યારે જ કરાવો. તલના તેલને આ ઋતુ માટે પરફેક્ટ ગણવામાં આવે છે. 

આ રીતે કરો મસાજ:

- સૌથી પહેલા માથાની મસાજ કરો. ધ્યાન રાખો કે મસાજ હલ્કા હાથથી કરવામાં આવે. માથાની સાથે જ ચહેરા પર પણ માલિશ કરો, આ પછી હલ્કા હાથોથી ગરદન પર માલિશ કરો.

- ગરદનના મસાજ પછી ખભા પર ગોળ-ગોળ માલિશ કરો. આ પછી હાથ પર આંગળીની દિશામાં માલિશ કરો. કોણી અને કાંડા પર પણ ગોળ-ગોળ મસાજ કરો.

- શરીરના આગળના ભાગે (પેટ અને છાતી) પર મસાજ કરો. અહીં વધારે ભાર ના આપો. શરીરના આગળના ભાગના મહત્વપૂર્ણ અંગ જેવા કે, હૃદય, ફેફસા વગેરે હોય છે. એટલે આગળના ભાગમાં વધારે જોર આપીને મસાજ કરવો જોઈએ નહીં.

- કમર પર નીચેથી ઉપરની બાજુ માલિશ કરવાનું યોગ્ય માનવામાં આવે છે. કમર પર માલિશ દરમિયાન આંગળીથી થોડું-થોડું જોર આપો.

- પગ પર માલિશ જાંઘથી પંજા તરફ કરવી. ઘૂંટણ પર ગોળ-ગોળ માલિશ કરો. પગના તળિયા પર એડીથી આંગળીઓ તરફ મસાજ કરો.

- માથાની માલિશ કરવા માટે રૂમ ચેમ્પરેચર પર તેલ રાખો અને બાકીના ભાગમાં માલિશ કરવા માટે હૂંફાળા તેલનો ઉપયોગ કરવો જોઇએ.

- માલિશ કરાવ્યા પછી 15 મિનિટ પછી ન્હાવા જાઓ. ન્હાવા માટે હૂંફાળા પાણીનો ઉપયોગ કરો. સાબુના બદલે ઉબટન લગાવો.

- ઉબટનન બનાવવા માટે 1 નાની ચમચી જવ, અડધી ચમચી બેસન, નાની 1/4 ચમચી હળદર અને ચંદન પાઉડર લો. તેમાં દહીં કે ગુલાબ જળ સાથે સાદું પાણી ઉમેરીને ઉબટન બનાવો. આ ઉબટનને શરીર પર રગડો અને પાણીથી ધોઇ લો. આ પછી સ્વચ્છ ટુવાલથી શરીર લૂછી લો. નહાયાની લગભગ 15 મિનિટ બાદ બ્રેકફાસ્ટ કરો. બ્રેકફાસ્ટમાં દલિયા, પૌવા, કઢોળ વગેરે ખાવ. પછી દિનચર્યા શરૂ કરો.

નોંધ: માલિશ ઘણી બિમારીઓની દવા છે. નિયમિત રૂપે માલિશ કરાવવાથી શરીરને મજબૂત થાય છે તેમજ શરીરને નીખારે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Health Benefits Massage lifestyle મસાજના ફાયદા Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ