બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Benefits of basil leaves and basil oil

નુસખા / તુલસી છે ગુણોની ખાણ, તેના આ આયુર્વેદિક નુસખા ઘણી સમસ્યાઓમાં આવશે કામ

Noor

Last Updated: 05:40 PM, 27 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુલસીના પાનને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. કોઇ પણ પ્રકારની પૂજા કે યજ્ઞમાં તુલસીના પાનનો ઉપયોગ કરાય છે. ભગવાનને ધરાવવામાં આવતા થાળમાં પણ તુલસી અચૂક મુકવામાં આવે છે. તુલસીનું ધાર્મિકની સાથે આયુર્વેદિક મહત્વ પણ ઘણું છે. આયુર્વેદમાં તેના આશ્વર્યજનક ગુણો અને ફાયદા જણાવ્યા છે, તે આરોગ્ય માટે અતિ ફાયદાકારક છે. જાણો તેના કેટલાક એવા ગુણો જે જાણીને તમે આજથી જ તેનો ઉપયોગ શરૂ કરી દેશો.

  • તુલસીના પાનમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે, તે રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુન સિસ્ટમને મજબુત કરે છે.
  • જો તમને શરદી, ઉધરસ કે તાવ આવ્યા હોય તો તમે ગોળ, મરી અને તુલસીના પાનને સારી રીતે પકવીને તેનો ઉકાળો બનાવી લો અને તેને દિવસમાં બેથી ત્રણ વખત પીવો. તમે ઇચ્છો તો તેને સુકવીને તેની ગોળીઓ પણ બનાવી શકો છો.
  • તેનાથી તમને તાવ, શરદી અને ઉધરસમાં ફાયદો થશે. 
  • જે લોકોને શ્વાસમાં દુર્ગંધની સમસ્યા છે તેણે રોજ સવારે ઉઠીને તુલસીના કેટલાક પાંદડા મોંમા રાખો. આમ કરવાથી શ્વાસની દુર્ગંધ ધીમે ધીમે ઘટવા લાગશે. 
  • જો તમને કોઇ જગ્યાએ વાગ્યુ હોય તો તુલસીના પાંદડાને ફટકડી સાથે મિક્સ કરીને તમારા ઘા પર લગાવો. આમ કરવાથી ઘા જલ્દી ઠીક થશે.
  • જો તમને ઉબકા કે ચક્કર આવે તેવું લાગતુ હોય તો તુલસીના પાંદડાને જીરા સાથે મિક્સ કરીને પીસી લો. હવે આ મિશ્રણને દિવસભરમાં ત્રણથી ચાર વખત ચાટતા રહો. તેનાથી તમને ઉબકા, ઉલટી અને ચક્કર આવવાની સમસ્યા સામે રાહત મળશે. 
  • તુલસીનુ તેલ રોજ ચહેરા પર લગાવવાથી ચહેરાની રંગત નિખરે છે.
  • તુલસીના પાનનો રસ, ડુંગળીનો રસ અને મધ મિક્સ કરીને તેનુ મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ચાટવાથી સુકી ખાંસી અને અસ્થમામાં રાહત મળશે
  • તુલસીના પાન તમારા મગજની શક્તિને વધારે છે. રોજ તુલસીના પાંચ પાનનું સેવન પાણી સાથે કરવાથી બુધ્ધિ તેજ બને છે અને દિમાગની તાકાત વધે છે. 
  • તુલસીના તેલના એક-બે ટીપા નાકમાં નાંખવાથી માથાનો દુખાવો ગાયબ થઇ જાય છે. માથા સંબંધિત રોગ પણ દુર થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits basil leaves આયુર્વેદિક તુલસી Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ