બ્રેકિંગ ન્યુઝ
VTV / Benefits And Uses Of Neem Leaves in many health problems
ADVERTISEMENT
કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. તમે રોજ સવારે લીમડાના 4 પાન ચાવીને ખાઈ લો તો રોગો તમને અડશે પણ નહીં.
લીમડાનો ઉપયોગ કરવાથી ઘણી બધી મોટી બીમારીઓનો ખતરો પણ ટળે છે. આ વૃક્ષનો દરેક ભાગ જેમ કે તેના પાન, છાલ, જડ, ફૂલ બધું હેલ્થ માટે ખૂબ જ લાભકારી છે. લીમડામાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ રહેલી છે. જેથી અત્યારે કોરોના કહેરમાં પણ ઈન્ફેક્શનથી બચવા કડવો લીમડો બેસ્ટ દવા છે.
ADVERTISEMENT
વજન ઉતારશે
લીમડાના ફૂલનો જ્યૂસ બોડી ફેટ ઓછું કરે છે. 1 મુઠ્ઠી ફૂલને પાણીમાં ઉકાળી એમાં 1 ચમચી લીંબુનો રસ અને અડધી ચમચી મધ મિક્સ કરી રોજ ખાલી પેટ પીઓ.
ADVERTISEMENT
બ્લડ શુગર કંટ્રોલ કરે છે
લીમડાના પાન નેચરલી ઈન્સ્યૂલિન નિયંત્રિત કરે છે. તેના પાનનનો રસ રોજ સવારે ખાલી પેટ લેવાથી અથવા પાન ચાવીને ખાવાથી ફાયદો થશે.
ADVERTISEMENT
કેન્સર સામે રક્ષણ
લીમડાના પાનમાં રહેલાં તત્વ કેન્સર સેલ્સના ગ્રોથને રોકે છે. સવારે લીમડાના પાનનો જ્યૂસ પીવાથી ફાયદો થશે.
ADVERTISEMENT
મચ્છર દૂર કરે છે
નારિયેળ તેલમાં લીમડાના પાનનો રસ મિક્સ કરી શરીર પર લગાવવાથી મચ્છર પાસે આવતા નથી.
ADVERTISEMENT
ચહેરાના ડાઘ
લીમડાના પાનને પાણીમાં 1 કલાક ઉકાળી ઠંડુ કરી, આ પાણીથી ચહેરો ધુઓ. સ્કિન સાફ રહેશે અને ડાઘ દૂર થશે.
દાંત
લીમડાનું દાતણ કરવાથી દાંત મજબૂત બને છે. તેના પાન પાણીમાં ઉકાળી તેનાથી કોગળા કરવાથી દાંતનો દુખાવો, મોઢાની દુર્ગંધ દૂર થાય છે.
મલેરિયા
1 કપ લીમડાની છાલના ઉકાળામાં ધાણા અને સૂંઠ પાઉડર મિક્સ કરીને પીવાથી મલેરિયામાં ફાયદો થાય છે.
બોડી ડિટોક્સ કરે છે
સવારે ખાલી પેટ 1 કપ લીમડાના પાનનો રસ પીવાથી શરીરના વિષાક્ત તત્વો નીકળી જાય છે અને હેલ્થ સારી રહે છે. શરીર નિરોગી રહે છે અને ઈમ્યૂનિટી વધે છે.
વાળ માટે લાભકારી
લીમડાના પાનને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી ડેન્ડ્રફ દૂર રહે છે અને વાળ ખરતાં બંધ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.