બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ધર્મ / Became a Buddhist monk in 18 years left behind a fortune of 40,000 crores

ભક્તિ / માયા મૂકી જાણી.! 40,000 કરોડની સંપત્તિને છોડી 18 વર્ષમાં બન્યો બૌદ્ધ ભિક્ષુ, રાજપરિવાર અને એરસેલ સાથે આ નાતો

Kishor

Last Updated: 08:54 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેન સિરિપેન્યોએ 40,000 કરોડ રૂપિયાની સંપત્તિને ઠોકર મારી માત્ર 18 વર્ષની ઉંમરમાં જ બૌદ્ધ ભિક્ષુ બનવાનો નિર્ણય કર્યો છે.

  • વેન સિરિપેન્યોએ 40,000 કરોડ રૂપિયાની સંપત્તિને ઠોકર મારી
  • 18 વર્ષની ઉંમરમાં જ બૌદ્ધ ભિક્ષુ બનવાનો નિર્ણય
  • ગૌતમ બુદ્ધના માર્ગે ચાલવાનો લીધો નિર્ણય

ગૌતમ બુદ્ધ એક રાજાના ઘરે જન્મ્યા હતા પરંતુ તેઓએ દુનિયામાં બનતી કેટલીક એવી ઘટનાઓ જોઇ કે તેઓએ રાજપાઠ છોડી ધર્મના માર્ગ પર ચાલવાનું નક્કી કરી લીધું. ત્યારબાદ તેઓે એક નવા ધર્મની સ્થાપના કરી. આજે તેમના એક અનુયાયીએ પણ આવું જ કર્યું. વેન સિરિપેન્યોએ 40,000 કરોડ રૂપિયાની સંપત્તિને ઠોકર મારી માત્ર 18 વર્ષની ઉંમરમાં જ બૌદ્ધ ભિક્ષુ બનવાનો નિર્ણય કર્યો છે. 

Special Announcement: Ven. Ajahn Siripanyo leading ...

શ્રીલંકાના તામિલ મૂળના ટેલિકોમ ટાયકુન આનંદ કૃષ્ણનના ઘરે જન્મેલા સિરિપેન્યોને પિતાની કરોડો રૂપિયાની કંપનીનું નેતૃત્વ કરવાનું હતું.આ કંપનીમાં ટેલિકોમ, મીડિયા, તેલ અને ગેસ, રિયલ એસ્ટેટ અને ઉપગ્રહોનો વ્યવસાય સામેલ છે. બધુ મળીને કૃષ્ણનની ઓછામાં ઓછી 9 કંપનીઓમાં ભાગીદારી છે. આ વ્યક્તિ મલેશિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. આનંદ કૃષ્ણન સ્વયં એક બૌદ્ધ અને એક પ્રમુખ સેવાભાવી વ્યક્તિ છે. જેઓ શિક્ષાથી લઇને માનવીય સેવા સુધી અનેક પ્રકારની સેવા કરે છે. કથિત રીતે તેમનો દિકરો માત્ર 18 વર્ષની ઉંમરમાં જ બૌદ્ધ ભિક્ષુ બની ગયો હતો. જો કે સિરિપેન્યોના ભિક્ષુ બનવા પાછળ કેટલાક કારણો જગજાહેર નથી.

પરંતુ એવું કહેવામાં આવે છે કે તેઓએ એકાંતવાસ દરમિયાન મોજ-મસ્તી માટે સન્યાસી જીવન અપનાવ્યું હતું. અસ્થાયીરૂપથી અપનાવેલી જીવનશૈલી સ્થાયી જીવનમાં બદલાઇ ગઇ. પોતાના પિતાના કરોડો રૂપિયાના સામ્રાજ્યને ચલાવવાને બદલે સિરિપેન્યોએ ભિક્ષા માગી સાદગીભર્યું જીવન અપનાવ્યું છે. 

માતા એક રાજવી પરિવારમાંથી આવે છે

2 દશકથી વધુ સમય થઇ ગયો છે જ્યારે સિરિપેન્યોએ વિરાસતમાં મળેલી તમામ સંપત્તિનો ત્યાગ કરી દીધો અને એક ભિક્ષુક તરીકે જંગલમાં રહેવાનું પસંદ કર્યું હતું. તે થાઇલેન્ડના દત્તાઓ દમ મઠના મઠાધીશ છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ભિક્ષુ પોતાની માતા તરફથી થાઇ શાહી પરિવારનો વંશજ છે. સિરિપેન્યોના અગાઉના જીવન અંગે વધુ માહિતી સામે આવી નથી. પરંતુ કથિત રીતે તેમનું પાલન-પોષણ બ્રિટેનમાં તેની 2 બહેનની સાથે થયું હતુીં અને તે 8 ભાષા બોલી શકે છે. 

એયરસેલ સાથે ક્નેક્શન

એયરસેલના સંસ્થાપક સી શિવશંકરન હતા, તેઓએ મેક્સિસ બેરહાદની સાથે મળીને શરૂઆત કરી હતી. મેક્સિસ બેરહાદ મલેશિયાની ટેલિકોમ કંપની છે. જેના માલિક આનંદ કૃષ્ણન છે. 2006માં મેક્સિસે એયરસેલમાં 74 ટકા ભાગીદારી ખરીદી તેનું અધિગ્રહણ કરી લીધું હતું. આ વાતને લઇને બાદમાં ખુબ જ વિવાદ પણ થયો હતો. એક સમયે એયરસેલ ચેન્નઇ સુપરકિંગ્સનું સ્પોન્સર પણ રહ્યું હતું. પરંતુ 2018માં કંપનીનું દેવાળિયું ફુંકાઇ ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ