બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સુરત / Be warned before going to the gym! In the name of marriage, a woman was trapped in a love trap, a gym trainer committed an act against nature.

સુરત / જીમમાં જતા પહેલા ચેતજો.! પરણવાના નામે મહિલાને પ્રેમજાળમાં ફસાવી, જીમ ટ્રેનરે આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

Vishal Khamar

Last Updated: 11:40 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલાબતપુરા ખાતે જીમ ટ્રેનરે ડિવોર્સી મહિલાને પ્રેમજાળમાં ફસાવી મહિલા સાથે દુષ્કર્મ અને સૃષ્ટિવિરૂદ્ધનું કૃત્ય આચરતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદનાં આધારે પોલીસે ગુનો નોંધી જીમ ટ્રેનર તેમજ તેની પત્નિની ધરપકડ કરી છે.

  • સલાબતપુરા ખાતે જીમ ટ્રેનરે ડિવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી
  • પ્રેમજાળમાં ફસાવી પત્ની હોવા છતાં જીમ ટ્રેનરે પ્રેમિકાને ઘરમાં રાખી
  • જીમ ટ્રેનર અને તેની પત્ની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી

સલાબતપુરા ખાતે જીમ ટ્રેનરે જીમમાં બે સંતાનોની ડિવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી પત્ની હોવા છતાં જીમ ટ્રેનરે પ્રેમિકાને ઘરમાં રાખી, દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરતા પોલીસ ફરિયાદ  નોંધાઈ હતી. જીમ ટ્રેનરની પત્નીએ મહિલાને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જીમ ટ્રેનર અને તેની પત્ની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી છે.

મહિલાઓ પોલીસ ફરિયાદ કરતા પોલીસે જીમ ટ્રેનર તેમજ તેની પત્નિની ધરપકડ કરી

સુરતના સલાબતપુરા ખાતે રહેતા જીમ ટ્રેનરે જીમમાં આવતી બે સંતાનોની ડિવોર્સી માતાને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી ઘરે લઈ ગયો હતો. બાદમાં મહિલા સાથે દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. જેના પગલે આરોપીની પત્નીના પગતળેથી જમીન ખસી ગઈ હતી તેણીએ પતિ સાથે ઘરમાં આવીને રહેતી ડિવોર્સી મહિલાને ગાળો આપી માર મારતાં મામલો સલાબતપુરા પોલીસે પહોંચ્યો હતો. આ મામલે ડિર્વોસી મહિલાએ - ફરિયાદ કરતાં જીમ ટ્રેનર અને તેની પત્ની સામે ફરિયાદ નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

ચિરાગ પટેલ (ACP સુરત પોલીસ)

ગત એપ્રિલ 2022માં તેમની વચ્ચે જીમમાં મિત્રતા થઈ હતી
વ્હોરા સમાજની બે સંતાનોની ડિવોર્સી માતાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં કૌશર અલી શબ્બીરઅલી કુબ્બાવાલા અને તેની પત્ની લમીયા કૌશરઅલી કુબ્બાવાલા ની સામે દુષ્કર્મ અને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી છે. કૌશર અલી પોતે જીમમાં ટ્રેનર તરીકે નોકરી કરે છે. અને આ મહિલા જીમમાં આવતી હતી. ગત એપ્રિલ 2022માં તેમની વચ્ચે જીમમાં મિત્રતા થઈ હતી. ધીમે ધીમે મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી.

પોલીસે વધારે તપાસ હાથ ધરી બંને દંપતિની ધરપકડ કરી

બાદમાં કૌશર અલીએ મહિલાને લગ્ન કરવાની લાલચ આપી હતી. અને બાદમાં પ્રેમ જાળમાં ફસાવી મહિલા સાથે તેની ઓફિસ તથા તેના ઘરે અવાર નવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યો હતો. તેમજ સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. મહિલા થોડા દિવસથી કૌશર અને તેની પત્ની સાથે તેના ઘરે જ રહેતી હતી. જેથી કૌશરની પત્ની લમીયા તેણી સાથે નાની નાની વાતોમાં ઝઘડો કરતી હતી. એક દિવસ લમીયાએ તેણીને ગાળો આપીને માર માર્યો હતો. જેથી મહિલાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી બંને દંપતિની ધરપકડ કરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ