બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha, teacher Pinhaz Polara created a unique social science laboratory

ટીચર્સ ડે સ્પેશિયલ / બનાસકાંઠા: દર વર્ષે પોતાના ખિસ્સાના એક લાખ રૂપિયા બાળકો પાછળ ખર્ચતી અનોખી શિક્ષિકા, ભણાવવાની જોરદાર સ્ટાઈલે દિલ જીતી લીધા

Dinesh

Last Updated: 03:22 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કાણોદર ગામની વતની પીનહાઝ પોલરા વડગામની ચાંગા પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8ના શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે

  • બનાસકાંઠામાં એક શિક્ષિકાની ભણાવવાની અનોખી સ્ટાઈલ
  • પીનહાઝબાનુએ બનાવી અનોખી સોશીયલ સાયન્સ પ્રયોગશાળા
  • અનોખી પ્રયોગશાળા થકી વિધાર્થીઓને અભ્યાસમાં રુચિ વધી

કાણોદર ગામની દીકરી પોલરા પીનહાજને 2002માં આ શિક્ષણ યાત્રામાં નીકળવાનો એક સુવર્ણ અવસર મળ્યો. નેસડા(ગો) પ્રા.શાળા તા. સુઈગામના એક સરહદી વિસ્તારના નાનકડા ગામથી તેમની આ સફરની શરૂઆત થઈ. શિક્ષક તરીકેના આ  વ્યવસાયને ખૂબ જ હૃદયપૂર્વક સ્વીકાર્યો,  બાળકો પ્રત્યેની ખૂબ જ આત્મીયતા સાથે શાળામાં 14 વર્ષ સુધી સુઇગામની શાળામાં ફરજ બજાવ્યા બાદ 2015માં ચાંગા પે કેન્દ્ર શાળા તા. વડગામમાં ધોરણ 6 થી 8 માં શિક્ષિકા તરીકે બદલી થઈ. બાળકો માટે ઘણું બધું કરી છૂટવાની ઉત્કૃષ્ટ ભાવનાને લીધે પીનહાઝ પોલરાએ અનોખી આર્ક સોશિયલ સાયન્સ પ્રયોગશાળા શરૂ કરી,જેના ખૂબ જ સારા પરિણામ આવ્યા અને તેઓને આજે તેમની બેસ્ટ ટીચિંગ મેથડ માટે જિલ્લાની શ્રેષ્ઠ શિક્ષિકાનું બહુમાન મળ્યું છે. આ પ્રસંગે પીનહાજબેને જણાવ્યું હતું કે, મને ગર્વ છે કે હું મારી માતૃભૂમિને કર્મભૂમિ બનાવી શકી છું. ચાંગા શાળા પરિવાર અને ગામ લોકોના સહકારથી મને મારા સ્વપ્નને સાકાર કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો તેથી હું તેમની પણ આભારી છું

શાળાના બાળકો જ મારી જિંદગી: પીનહાઝ પોલરા
બનાસકાંઠા જિલ્લાના  પાલનપુર તાલુકાના કાણોદર ગામની વતની પીનહાઝ પોલરા વડગામની ચાંગા પ્રાથમિક શાળામાં  ધોરણ 6થી 8ના શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. શાળાના બાળકોનું અભ્યાસ સુધરે, તેઓ સમાજમાં માન, મોભાનું સ્થાન પ્રાપ્ત કરે તે માટે પીનહાઝબેને પોતાના સાંસારિક જીવનમાં આગળ વધવાને બદલે શાળાના બાળકો પાછળ જ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. તેઓએ  2020 બનાવેલ અનોખી સોશિયલ સાયન્સ પ્રયોગશાળા પાછળ તમામ ખર્ચ તેઓએ જાતે જ કર્યો છે. દર વર્ષે તેમના ખિસ્સાના એક લાખ રૂપિયા જેટલો ખર્ચ બાળકોના શૈક્ષણિક ઉત્થાન માટે ખર્ચ કરે છે. એટલું જ નહીં દર વર્ષે શાળાના બાળકો માટે જાતે જ તિથિ ભોજન બનાવી બાળકો પ્રત્યે માઁ જેવી મમતા દર્શાવે છે. પીનહાઝ પોલરાએ જણાવ્યું હતું કે, આ બાળકો જ મારું જીવન છે, એમા ઉજ્જવળ ભવિષ્ય અને માતૃભૂમિની સેવા માટે મેં મારું જીવન સમર્પિત કર્યું છે.

જિલ્લા પારિતોષિક એવોર્ડ કઈ રીતે અપાય છે ?
દર વર્ષે પાંચમી સપ્ટેમ્બર વિશ્વ શિક્ષક દિવસ નિમિત્તે દરેક જિલ્લાઓમાં શિક્ષકોને બે કેટેગરીમાં જિલ્લા પારિતોષિક એવોર્ડ અપાય છે, જેમાં એક કેટેગરીમાં વહીવટી કુશળતા અને બીજી કેટેગરીમાં શિક્ષકોની એકેડેમિક યોગ્યતાને ધ્યાને રાખી પસંદગી કરાય છે. આ જિલ્લા એવોર્ડ માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાના તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો પાસેથી તેમની કામગીરીની ફાઇલ સાથેની અરજીઓ મંગાવાય છે, ત્યારબાદ આવેલી અરજીઓ સંદર્ભે જિલ્લા  શિક્ષણ વિભાગ બે તબક્કામાં પસંદગી પ્રક્રિયા હાથ ધરે છે,  પ્રથમ તબક્કામાં શાળાની મુલાકાત લઈ શિક્ષકોએ કરેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવે છે, ત્યારબાદ તેમાંથી પસંદ કરાયેલ શિક્ષકોના સાત સભ્યોની એક પેનલ દ્વારા ઇન્ટરવ્યૂ લેવાય છે. આ ઇન્ટરવ્યૂ બાદ  એક વહીવટી વિષયમાં અને બીજા એકેડેમીક વિષયમાં એમ બે શિક્ષકોની જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાય છે. જેમાં એકેડેમિક ફિલ્ડમાં પીનહાઝ પોલરાની પસંદગી થતાં તેઓને 5મી સપ્ટેમ્બરને શિક્ષક દીને પાલનપુર ખાતે જિલ્લાના બેસ્ટ ટીચરનો એવોર્ડ અપાશે.

આ સોશિયલ સાયન્સ પ્રયોગશાળાથી વિદ્યાર્થીઓના અભ્યાસનું સ્તર સુધર્યું
પીનહાઝ પોલરાએ પોતાના ટીચિંગ અનુભવથી સમજ્યું કે બાળકોને સામાજિક વિજ્ઞાન વિષય બોરિંગ લાગે છે, તેથી તેમણે પોતાના સ્વખર્ચે ત્રણ વર્ષ અગાઉ શાળામાં જ એક સોશિયલ સાયન્સ વિષયની પ્રયોગશાળા બનાવી, જેમાં ધોરણ 6 થી 8ના સામાજિક વિજ્ઞાન વિષયના આખા સિલેબસને ગેમ્સ તેમજ ચાર્ટમાં વિભાજીત કરી દ્રશ્યો દ્વારા રમત રમતમાં આખો સિલેબસ શીખવાડવામાં આવે છે. જેને લીધે આજે કેટલાક બાળકો 80 માંથી 80 માર્ક્સ પણ લાવતા થયા છે, તો બાળકોને બોરિંગ લાગતા વિષય પ્રત્યે પણ રુચિ વધવા લાગી છે, એટલું જ નહીં બાળકોનો ગુરુજનો પ્રત્યેનો આદરભાવ પણ વધતા શાળાનું શિક્ષણનું સ્તર ઓટોમેટિક ઊંચે આવવા લાગ્યું છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ