બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / baba ramdev says population control law is important for country

નેશનલ / "જનસંખ્યા નિયંત્રણને લઈને કાયદો બનાવવો ખૂબ જરૂરી, આટલી વસ્તી..." વધતી આબાદીને લઈને બાબા રામદેવે આપ્યું આવું નિવેદન

Arohi

Last Updated: 02:35 PM, 26 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Baba Ramdev: યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું કે ભારતની સંખ્યા 140 કરોડની નજીક થઈ ગઈ છે અને દેશ હવે વધારે બોજો સહન કરી શકે તેમ નથી. માટે જનસંખ્યા નિયંત્રણનો કાયદો બનવો જરૂરી છે. તેમણે કહ્યું કે દેશની સંસદને તેના પર કાયદો બનાવવો જોઈએ.

  • જનસંખ્યાને લઈને રામદેવનું નિવેદન 
  • કહ્યું બનવો જોઈએ જનસંખ્યા નિયંત્રણનો કાયદો
  • આટલી વસ્તીનો બોજો નહીં સહન કરી શકે દેશ 

યોગ ગુરૂ સ્વામી રામદેવે એક વખત ફરી જનસંખ્યા નિયંત્રણ પર કાયદો બનાવવાની વાત કહી છે. તેમણે કહ્યું કે દેશમાં જનસંખ્યા નિયંત્રણનો કાયદો બનવો જોઈએ. રામજેવે કહ્યું કે દેશની જનસંખ્યા દેશની હાલની સ્થિતિથી ખૂબ જ ગંભીર છે. માટે દેશની સંસદમાં જનસંખ્યા નિયંત્રણને લઈને કાયદો બનવો ખૂબ જ જરૂરી છે. 

જનસંખ્યા નિયંત્રણ કાયદો જરૂરી 
યોગ ગુરૂ બાબા રામદેવે કહ્યું છે કે 140 કરોડની આબાદી થઈ ગઈ છે અને દેશ તેનાથી વધારે બોજો સહન નહીં કરી શકે. તેમણે કહ્યું, "અમે આટલા જ લોકોને રેલવે, એરપોર્ટ, કોલેજ યુનિવર્સિટી, રોજગાર આપી શકીએ તો તેજ સારૂ છે. દેશની સંસદમાં જનસંખ્યા નિયંત્રણનો કાયદો પણ બનવો જોઈએ ત્યારે જ આપણે દેશના સંસાધનોનો યોગ્ય રીતે દોહન કરી શકીશું. દેશના ઉપર વધારે બોજો ન હોવો જોઈએ."

PM મોદીનો માન્યો આભાર 
ઉત્તરાખંડને પહેલી વંદે ભારત એક્સપ્રેસ મળવા પર પીએમ મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માનતા સ્વામી રામદેવે કહ્યું, "હરિદ્વાર ઉત્તરાખંડ માટે ખૂબ જ ગર્વની વાત છે દિલ્હી-દેહરાદૂન રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત થઈ રહી છે. પ્રધાનમંત્રીજીએ એક ખૂબ મોટી ભેટ આપી છે દેવભુમિને, તેના માટે અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ."

પહેલા પણ કરી ચુક્યા છે માંગ 
પહેલી વખત નથી જ્યારે સ્વામી રામદેવે જનસંખ્યા નિયંત્રણ કાયદાની વાત કહી હોય. આ પહેલા પણ ઘણા અવસરો પર તેમણે આ મુદ્દો ઉઠાવ્યો છે. અમુક સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે બે બાળકો બાદ જન્મ લેનાર બાળકોને મતાધિકાર, ચૂંટણી લડવાનો અધિકાર અને અન્ય સરકારી સુવિધાઓથી વંચિત કરી દેવા જોઈએ. 

સ્વામી રામદેવે કહ્યું કે જે રીતે દેશની જનસંખ્યા વધી રહી છે તેના માટે ભારત તૈયાર નથી અને કોઈ પણ દિશામાં ભારતની આબાદી 150 કરોડથી વધારે ન હોવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ