બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / આરોગ્ય / Ayra Khan is going through clinical depression

જાણવા જેવું / 8 8 કલાક સુધી રડ્યા કરવું, 4 દિવસ કશું ખાવું નહીં...: આ બીમારીથી પીડિત છે આમિર ખાનની દીકરી, જાણો શું છે લક્ષણો

Dinesh

Last Updated: 11:17 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેતા આમિર ખાનની પુત્રી આયરા ખાને ખુલાસો કર્યો છે કે, તે ક્લિનિકલ ડિપ્રેશનમાં છે

  • આયરા ખાન ક્લિનિકલ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે
  • ડિપ્રેશનના લક્ષણોને કેવી રીતે જાણી શકાય ?
  • કંઈક ગુનો કર્યો હોય તેવો અનુભવવો તે લક્ષણ

આમિર ખાનની પુત્રી આયરા ખાન ક્લિનિકલ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે. ડિપ્રેશનના લક્ષણોને કેવી રીતે જાણી શકાય તેમજ ડિપ્રેશનના દર્દી સાથે કેવી રીતે વાત કરવી, પરિવારના સભ્યો તેની માનસિક સ્થિતિને કેવી રીતે સમજી શકે તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આપીએ છે

ક્લિનિકલ ડિપ્રેશન
અભિનેતા આમિર ખાનની પુત્રી આયરા ખાને ખુલાસો કર્યો છે કે, તે ક્લિનિકલ ડિપ્રેશનમાં છે. તેને આ માનસિક બીમારી આઠથી દસ મહિનાથી પછી ફરી ટાર્ગેટ કરે છે. આ સમજવા માટે થોડો સમય લાગી શકે છે.

8 કલાક રડતી હતી
આયરાને તેના માતા-પિતાથી અલગ થયા પછી આ માનસિક બીમારીનો અનુભવ થયો છે. જ્યારે તે માત્ર 8 કલાક રડતી હતી અને 10 કલાક ઉઘતી હતી. તેના ડિપ્રેશનના આ લક્ષણો તેની માતાએ અનુભવ્યા છે. આ સમય તેના જીવનમાં લગભગ દોઢ વર્ષ સુધી ચાલ્યો હતો. તે ચાર દિવસ સુધી જમી પણ ન હતી

તમે તેને સમજી શકશો નહીં
માનસિક બીમારીથી જજૂમી રહેલો વ્યક્તિ પોતાના મનની વાત પરિવારના સભ્યોને કહેતા અચકાય છે. લેનિક ત્યારે એકલો રહેતો હતો. તમે તેને સામાન્ય વ્યક્તિની જેમજ હસતા - બોલતા જોશો પરંતુ તેને સમજી શકશો નહીં.

બીમારીનો ખતરો રહે છે
એવુ કહેવામાં આવે છે કે સેરોટોનિનની ઉણપ આપણા મૂડના પરિવર્તિતનું કારણ બને છે અને આ એક પ્રકારનું કેમિકલ છે. જે આપણા મગજમાં સંદેશો પહોંચાડવાનું કામ કરે છે. જે ઘટવાથી તણાવ, જાતીય ઈચ્છાનો અભાવ, ઊંઘનો અભાવ, માનસિક બીમારી સ્કિઝોફ્રેનિયાનો ખતરો રહે છે.

ડિપ્રેશનના લક્ષણો
જીવન પ્રત્યે નિરાશા, કંઈક ગુનો કર્યો હોય તેવો અનુભવવો, થાક લાગવો,  ઉઘ ન આવવી, ચિંતા, ચીડિયાપણું, ભૂખ વધવી કે ઓછી થવી, જીવન સમાપ્ત કરવાના વિચારો આવવા.

ડિપ્રેશનમાં આ શબ્દો વધુ બોલે
સોરી, હું મેસેજનો જવાબ ન આપી શક્યો, હું કોઈ કામનો નથી, મને તમારો મૂડ બગાડવાની બીક હતી, હું મારી પરેશાનીઓ કોઈને બતાવવા માંગતો નથી, મને મળવાનું મન નથી થતું, હું નથી કરતો, મારે શું કહેવું જોઈએ જેવા વિવિધ શબ્દો વારંવાર બોલે છે

ડિપ્રેશનવાળા વ્યક્તિને શુ ન કહેવું
પરિવારજનો અને મિત્રોએ ડિપ્રેશનવાળા વ્યક્તિ સાથે ક્યારેય વાદ-વિવાદ ન કરવો જોઈએ. આ સિવાય આવું ન બોલો કે 1. તું નાટક કરે છે 2. અમે પણ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ ચુક્યા છીએ અને સારા થઈ ગયા 3. દરેક વખતે રોવાનું બંધ કર 4. હું જે કહું તે કર 5. આ બધું તારા મગજમાં છે

ડિપ્રેશનવાળા વ્યક્તિને શુ કહેવું
1. તું પોતાને એકલો ન સમજ, હું તારી સાથે છું 2. હું તારી મદદ કરવા માંગુ છું 3. તુ મને તારા દીલની વાત કર, હું સાંભળું

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ