બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Ayodhya Ram Mandir TMC protested against Ram temple Nephew said A Mandir built on hatred is not acceptable

વિવાદિત નિવેદન / DMK બાદ હવે મમતા દીદીની પાર્ટીએ રામ મંદિરનો ખૂલીને કર્યો વિરોધ: ભત્રીજાએ કહ્યું- નફરત પર બનેલ ધર્મસ્થળ સ્વીકાર્ય નથી

Megha

Last Updated: 07:55 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ રામ મંદિર પર આપ્યું વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, 'નફરત અને નિર્દોષોના મૃતદેહો પર બનેલ ધર્મસ્થળ સ્વીકાર્ય નથી'

  • TMCના નેતા અભિષેક બેનર્જીએ રામ મંદિર પર આપ્યું વિવાદિત નિવેદન 
  • કહ્યું, 'નફરત અને નિર્દોષોના મૃતદેહો પર બનેલ ધર્મસ્થળ સ્વીકાર્ય નથી' 
  • સાથે જ TMC આજે કોલકાતામાં સર્વધર્મ રેલીનું આયોજન કરી રહી છે. 

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વરિષ્ઠ નેતા અભિષેક બેનર્જીએ રવિવારે કહ્યું હતું કે તેમના ધર્મે તેમને એવા પૂજા સ્થળને સ્વીકારવાનું શીખવ્યું નથી જે "નફરત, હિંસા અને નિર્દોષોના મૃતદેહો" પર બનેલું હોય. લોકસભાના સભ્ય અભિષેકે અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની પૂર્વ સંધ્યાએ 'X' પર એક પોસ્ટમાં આ ટિપ્પણી કરી હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકે કહ્યું, "મારા ધર્મે મને એવા પૂજા સ્થળે ભલે તે મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા ગુરુદ્વારા હોય, પરંતુ જે નફરત, હિંસા અને નિર્દોષોના મૃતદેહો પર બનેલ હોય તે સ્વીકારવાનું શીખવ્યું નથી.'' TMC આજે કોલકાતામાં સર્વધર્મ રેલીનું આયોજન કરી રહી છે અને આ રેલી નેતૃત્વ મુખ્યમંત્રી કરશે.આ સાથે જ રાજ્યના અન્ય ભાગોમાં પણ આવી જ રેલીઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

વધુ વાંચો: અસ્થાયી ટેન્ટ મંદિરમાંથી રામલલાના ભવ્ય મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન, નવી મૂર્તિના પાસે જ સ્થાન, કરી લો દર્શન

એક તરફ જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ કહ્યું કે જ્યારે દેશ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે, ત્યારે અભિષેક બેનર્જીએ આવું નિવેદન આપ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ