બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ayodhya ram mandir nirman bhumi pujan auspicious time is just 32 seconds in which pm narendra modi lay down foundation stone
Last Updated: 02:28 PM, 4 August 2020
ADVERTISEMENT
બીજી તરફ કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ દિગ્વિજય સિંહે ભૂમિ પૂજનના શુભ મુહૂર્તને લઈને સવાલ ઉઠાવ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે રામ મંદિરનો કાર્યક્રમનું શુભ મુહૂર્તમા નથી થઈ રહ્યો. જેના કારણે અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા છે. યૂપી બીજેપીના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ પણ સંક્રમિત છે. કેબિનેટ મંત્રી કમલા રાની વરુણનું નિધન થયું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી અને પ્રદેશના અધ્યક્ષ પણ સંક્રમિત છે. કર્ણાટકના મુખ્યમંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી કે તે પીએમને આમ કરવાથી રોકે.

ADVERTISEMENT
બીજી તરફ યોગી આદિત્યએ દિગ્વિજય સિંહને ટ્વીટ કરીને પલટવાર કરતા કહ્યું કે કોંગ્રેસે પોતાનું જોવું જોઈએ. તેઓ નથી ઈચ્છતા કે તે જગ્યાએ શીલાન્યાસ થાય જ્યાં રામ પૈદા થયા હતા. તે આ વિવાદની સંપત્તિ નથી ઈચ્છતા. કોંગ્રેસ હંમેશાથી જાતિ, ધર્મ તથા મતના આધાર પર લોકોનું વિભાજન કરતી રહી છે.
ઉલ્લેખનીય છે કે કાશીના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે ભૂમિ પૂજનના મુહુર્ત સાથે પુરી કુંડળી બનાવી છે. ભાદ્ર પક્ષ અને અસ્થિર તુલા લગ્ન દોષને નષ્ટ કરવા માટે આ થોડીક સેકન્ડમાં મુહુર્ત ખાસ મહત્વ ધરાવે છે. એમ જણાવ્યું હતું.
ADVERTISEMENT

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ સ્વય ભૂમિપૂજન અનુષ્ઠાનની તૈયારીઓ જોઈ રહ્યા છે . તેમણે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યું હતું કેટ્રસ્ટના અધ્યક્ષ અને તેમના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે કહ્યું કે કાશીના પ્રખ્યાત વડિલ જ્યોતિષાચાર્ય તથા શ્રી વલ્લભ રામ શાલિગ્રામ સાંગ વેદ વિદ્યાલયના વ્યવસ્થાપક ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે શ્રીરામ જન્મભૂમિના ગર્ભગૃહમાં 5 ઓગસ્ટના રોજ ભૂમિપૂજનની કુંડળી તૈયાર કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.