બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / ayodhya Ram Mandir complete history, Babri Masjid, supreme court, lal krishna advani

ઈતિહાસ / ટેન્ટથી અતિભવ્ય મંદિર સુધી...: અયોધ્યાના રામલલા મંદિરની 500 વર્ષની ટાઈમલાઇન

Vaidehi

Last Updated: 09:05 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ સદીઓથી ચાલતાં અયોધ્યા વિવાદનો છેવટે આજે અંત આવી રહ્યો છે. વિધિ-વિધાન સાથે આજે ભવ્ય રામમંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા થશે અને મંદિરનાં દ્વાર ભક્તો માટે ખુલી જશે.

  • 1528ની સાલથી શરૂ થયેલ અયોધ્યા વિવાદનો આજે અંત 
  • 500 વર્ષ બાદ રામજન્મભૂમિ પર વિરાજમાન થશે શ્રીરામ
  • વર્ષોની લડાઈ બાદ શ્રીરામ ટેંટથી બહાર આવી પોતાના ભવ્ય મંદિરમાં પધારશે

500 વર્ષથી ચાલી રહેલા અયોધ્યા વિવાદનો છેવટે અંત આવી ગયો છે. આજે એટલે કે 22 જાન્યુઆરી 2024નાં રોજ ભવ્ય રામમંદિરમાં રામલલા વિરાજમાન થશે અને વિધિ-વિધાનની સાથે તેમની પ્રાણ-પ્રતિષ્ઠા પણ કરવામાં આવશે. અયોધ્યાનાં વિવાદની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે મુઘલ બાદશાહ બાબરે મંદિર તોડાવીને અહીં મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. દેશની આઝાદી પછીથી તો અયોધ્યા વિવાદ ઘણો ગરમાયો હતો. તેવામાં આવો એક ટાઈમલાઈનની મદદથી જાણીએ કે કેવી રીતે રામલલા ટેંટથી ભવ્ય મંદિર સુધી પહોંચ્યાં..

1528-29
અયોધ્યામાં બાબરી મસ્જિદ બનાવવામાં આવી. તેને લઈને કહેવામાં આવ્યું છે કે મસ્જિદનું નિર્માણ એ જગ્યા થયું જે ભગવાન રામનું જન્મસ્થળ છે. 1526માં ભારત આવનારા બાબરે પોતાના સેનાપતિ મીર બાકીને આદેશ આપીને અહીં મંદિરને હટાવીને મસ્જિદ બનાવવા કહ્યું હતું. તેથી આ મસ્ડિદને બાબરી મસ્જિદ કહેવામાં આવ્યું.

1859
અંગ્રેજોએ 1857ની બગાવત બાદ 1859માં પરિસરની વહેંચણી કરી. આ માટે મસ્જિદની સામે એક દીવાલ બનાવી દેવામાં આવી. અંદરનાં ભાગમાં મુસ્લિમને નમાજની પરવાનગી અપાઈ અને બાહરી ભાગમાં હિંદૂઓને પ્રાર્થનાની પરવાનગી અપાઈ.

1885
સમય જતાં અયોધ્યામાં તણાવ વધતો ગયો અને 1885માં આ મામલો પહેલીવખત કોર્ટ સુધી પહોંચ્યો. હિંદૂ સાધુ મહંત રઘુબર દાસે ફૈઝાબાદ કોર્ટને વિનંતી કરી કે તેમને રામમંદિર બનાવવાની પરવાનગી મળે. જો કે તેમને આ પરવાનગી મળી નહીં.

1949
આ વર્ષ ઈતિહાસનો મહત્વનો દિવસ માનવામાં આવે છે કારણકે આ વર્ષે જ બાબરી મસ્જિદની અંદર રામલલાની મૂર્તિ મળી આવી હતી. દાવો કરવામાં આવી રહ્યો હતો કે હિંદૂઓએ પોતે આ મૂર્તિને અંદર રાખી છે. મુસ્લિમોમાં આ ઘટનાને લઈને નારાજગી હતી. આ બાદ સરકારે મસ્જિદને વિવાદિત કહીને તેના પર તાળું લગાવી દીધું.

1984
રામમંદિર બનાવવાનાં આંદોલન માટે આ વર્ષ મહત્વનો છે કારણકે આ વર્ષે રામજન્મભૂમિ મુક્તિ સમિતીનું ગઠન થયું. વિશ્વ હિંદૂ પરિષદનાં નેતૃત્વમાં ગઠિત સમિતી રામમંદિર બનાવવા માટે અભિયાન શરૂ કરવા લાગી હતી.

1990
ભાજપનાં તત્કાલિન અધ્યક્ષ લાલ કૃષ્ણ અડવાણીએ રામમંદિરનો પરિચય લોકોને અપાવવા માટે ગુજરાત સોમનાથથી ઉત્તરપ્રદેશ અયોધ્યા સુધી રથયાત્રા કઢાવી. 
ઑક્ટોબરમાં બિહાર પહોંચવા પર તેમની ધરપકડ કરવામાં આવી. તે સમયે તેમના સાથે ચાલી રહેલા કારસેવકો અયોધ્યા પહોંચી ગયાં હતાં.

રામમંદિર સંઘર્ષ સમય: દક્ષેશ મહેતા

1990
અયોધ્યામાં હજારો કારસેવકો પહોંચ્યાં. તે સમયે અયોધ્યામાં માહોલ તણાવપૂર્ણ હતો કારણકે કારસેવકોએ મસ્જિદ પર ચઢીને ઝંડો ફરકાવ્યો હતો. સ્થિતીને કાબૂમાં લેવા ગોળીબારી કરવામાં આવી.

2002
આ વર્ષે ફેબ્રુઆરીમાં હિંદૂ કાર્યકર્તાઓ ટ્રેનમાં અયોધ્યાથી ગોધરા પાછા ફરી રહ્યાં હતાં જેના પર હુમલો થયો અને 58 લોકોનું મોત થયું. 15 માર્ચનાં VHP તરફથી મંદિરનાં નિર્માણનું એલાન કરવામાં આવ્યું. જેના લીધે હજારો હિંદૂ કાર્યકર્તાઓની ભીડ અયોધ્યા પહોંચી ગઈ.

2017
સુપ્રીમ કોર્ટે આ વિવાદને હિંદૂ-મુસ્લિમ પક્ષ આપસી સહમતિથી સમાધાન લાવવા કહ્યું. સાથે જ બાબરી મસ્જિદને તોડવા બદલ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી સહિત ભાજપ અને RSSનાં અનેક નેતાઓની સામે કેસ ચલાવવા આદેશ આપવામાં આવ્યો.

2019
ઑગસ્ટ સુધી બંને પક્ષો વચ્ચે સમાધાન ન આવતાં સુપ્રીમ કોર્ટે સુનાવણી શરૂ કરી અને 16 ઑક્ટોબરનાં અયોધ્યા મામલાની સુનાવણી પૂર્ણ થઈ અને નવેમ્બરમાં મંદિરનાં પક્ષમાં નિર્ણય આવ્યો.

2019
સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરનાં વિવાદ જગ્યાને રામલલાને સોંપવાનો આદેશ આપ્યો. કોર્ટ તરફથી સુન્ની વક્ફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે અયોધ્યાનાં ધન્નીપુર ગામમાં પાંચ એકર જમીન પણ આપવામાં આવી.

2020
PM મોદીએ 5 ઑગસ્ટ 2020માં અયોધ્યા રામમંદિરનું ભૂમિ પૂજન કર્યું. આ રીતે રામભક્તોને આશા જાગી કે રામલલા ટૂંક સમયમાં ટેંટથી બહાર આવીને ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે.

2024
આશરે 5 વર્ષ બાદ હવે આજે 22 જાન્યુઆરી 2024નાં રોજ રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. હવે રામલલા ટેંટથી બહાર નિકળીને મંદિરમાં વિરાજમાન થશે અને ભક્તો પ્રભુ રામનાં દર્શન તેમના જન્મસ્થાન પર કરી શકશે. આશા છે કે આ વર્ષનાં અંત સુધીમાં સંપૂર્ણ મંદિર તૈયાર થઈ જશે.

વધુ વાંચો: 'ગભરામણ થાય એવી પરિસ્થિતિ હતી છતાંય..', એવાં 3 કાર સેવકો કે જેઓએ 'રામ મંદિર' પાછળ જિંદગી ખપાવી દીધી, જાણો સંઘર્ષ ગાથા

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ