બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / કોચિંગથી યુટ્યુબ ચેનલ સુધી, આવક કરોડોમાં, જાણો કેટલી સંપત્તિના માલિક છે અવધ ઓઝા
Last Updated: 02:58 PM, 2 December 2024
Avadh Ojha Net Worth : મોટીવેશનલ સ્પીકર અને પ્રખ્યાત શિક્ષક જે સિવિલ સર્વિસીસ માટે તૈયારી કરાવતા અવધ ઓઝાએ તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી છે. વાસ્તવમાં આજે એટલે કે 2 ડિસેમ્બર 2024ને સોમવારે અવધ ઓઝાએ આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી છે. AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલે તેમને પાર્ટીનો ઝંડો પહેરાવીને સભ્યપદ અપાવ્યું હતું. યુપીના ગોંડાના રહેવાસી અવધ ઓઝા દિલ્હી વિધાનસભા ચૂંટણી લડી શકે છે. જોકે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરાઇ નથી.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીમાં સામેલ થતાં અવધ ઓઝાએ દિલ્હીની શિક્ષણ પ્રણાલીના વખાણ કર્યા અને કહ્યું કે, જો આપણે દેશનો સાચા અર્થમાં વિકાસ કરવો હોય તો સૌપ્રથમ શિક્ષણ પ્રણાલીને મજબૂત કરવી પડશે. આ તેમણે કહ્યું કે, આજે હું સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીનો સભ્ય બની ગયો છું અને હવે પાર્ટી મને જે કરવાનું કહેશે તે કરીશ. આ દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રાજનીતિમાં આવવાથી શિક્ષણ ક્ષેત્રે વધુ સારું કામ થશે.
मशहूर शिक्षक अवध ओझा जी का AAP में स्वागत है🙌
— AAP (@AamAadmiParty) December 2, 2024
आज देश के मशहूर शिक्षक अवध ओझा जी ने राष्ट्रीय संयोजक @ArvindKejriwal जी और पूर्व उपमुख्यमंत्री @msisodia जी की मौजूदगी में आम आदमी पार्टी की सदस्यता ग्रहण की।
अवध ओझा जी अरविंद केजरीवाल जी की 'काम की राजनीति' और 'शिक्षा क्रांति'… pic.twitter.com/PhGdq4U3sG
ADVERTISEMENT
અવધ ઓઝા પોતાના મોટિવેશનલ સ્પીચના કારણે હેડલાઈન્સમાં રહે છે, તેમના વીડિયો અને વાતો યુવાનો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ જાય છે. તેમની સારી ફેન ફોલોઈંગ છે. જોકે તેમનો રાજકારણ તરફનો ઝુકાવ હંમેશા દેખાતો રહ્યો છે. આ પહેલા તેઓ પ્રયાગરાજ સીટ પરથી ચૂંટણી લડવા માંગતા હોવાની પણ ચર્ચા હતી પરંતુ ભાજપે તેમને ટિકિટ આપી ન હતી.

ADVERTISEMENT
શું તમે જાણો છો કેટલી છે અવધ ઓઝાની નેટવર્થ ?
અવધ ઓઝાનું પૂરું નામ અવધ પ્રતાપ ઓઝા છે. તેમના પિતા શ્રીમાતા પ્રસાદ ઓઝા પોસ્ટમાસ્ટર હતા અને માતા વકીલ હતા. અવધ ઓઝાનું પ્રાથમિક શિક્ષણ ગોંડામાંથી જ થયું હતું. સ્નાતક થયા પછી તેમણે IAS બનવાની ઇચ્છા વ્યક્ત કરી જેના માટે તે UPSCની તૈયારી કરવા દિલ્હી આવ્યા. પરંતુ તે મુખ્ય પરીક્ષા પાસ ન કરી શક્ય જેના પછી તેમણે વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું શરૂ કર્યું. સ્ટુડન્ટ્સને અવધ ઓઝાની ભણાવવાની રીત ખૂબ જ ગમી, ત્યારપછી તેમની લોકપ્રિયતા ઘણી વધી ગઈ. જે પછી તેમણે 2020 માં RAY અવધ ઓઝા નામની પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી.
ADVERTISEMENT
આ સિવાય તેમની પાસે એક ઓફિશિયલ એપ અવધ ઓઝા પણ છે. તે કોચિંગ માટે સારી ફી પણ લે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમની કુલ સંપત્તિ 11 કરોડ રૂપિયા છે. આ સિવાય તેમની પાસે ફોર્ચ્યુનર કાર છે. અવધ ઓઝા ક્લાસીસની અધિકૃત વેબસાઈટ અનુસાર તેમના UPSC GS ફાઉન્ડેશન કોર્સની ફી 80 હજાર રૂપિયા છે. જ્યારે ઑફલાઇન મોડમાં ફી 1.2 લાખ રૂપિયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.