બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / auspicious to keep owl statue in home office know right direction

વાસ્તુ ટિપ્સ / ઘર કે ઓફિસમાં ઘુવડની મૂર્તિ રાખવી શુભ કે અશુભ? શું કહે છે વાસ્તુ શાસ્ત્રનો નિયમ, જાણો વિગત

Arohi

Last Updated: 12:00 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips To keep Owl In Home: ઘણા લોકો વાસ્તુ અનુસાર પોતાના ઘરનું નિર્માણ કરે છે અને તેના અનુસાર તેને સજાવે છે. અમુક વસ્તુઓને ઘરમાં રાખવી શુભ અને અશુભ જણાવવામાં આવી છે. એવામાં અમુક લોકો ઘરમાં ઘુવડની મૂર્તિ રાખવાને અશુભ માને છે.

  • ઘર કે ઓફિસમાં રાખવી જોઈએ ઘુવડની મૂર્તિ? 
  • જાણો ઘુવડની મૂર્તિ શુભ કે અશુભ? 
  • શું કહે છે વાસ્તુ શાસ્ત્રનો નિયમ?

લોકો પોતાના ઘરનું નિર્માણ વાસ્તુ શાસ્ત્ર અનુસાર કરાવે છે. ઘર ખરીદતી વખતે પણ વાસ્તુના નિયમોનું પાલન કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં અમુક વસ્તુઓને ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે તો અમુક વસ્તુઓને રાખવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘણી વખત લોકોને યોગ્ય જાણકારી ન હોવાના કારણે તે અજાણતા વસ્તુઓને ઘરમાં રાખે છે. 

અમુક વસ્તુઓ એવી છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ અમુક વસ્તુઓ એવી છે જેને અશુભ માનવામાં આવે છે અને ઘરમાં તેને ન રાખવી જોઈએ. આવી જ એક વસ્તુ છે ઘુવડની મૂર્તિ. ઘુવડની મૂર્તિ તમે પોતાના ઘર કે ઓફિસ બન્ને જગ્યા પર રાખી શકો છો. જ્યોતિષ શાસ્ત્રમાં ઘુવડની મૂર્તિ અથવા સ્ટેચ્યુ રાખવું સૌભાગ્ય લાવે છે. ધન-ધાન્યમાં ઘટાડો નથી થવા દેતું. 

ઘરમાં ઘુવડ રાખવું શુભ કે અશુભ? 
ઘુવડ માતા લક્ષ્મીનું વાહન છે. આ માતા લક્ષ્મીનું પ્રિય વાહન છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘુવડને મહાલક્ષ્મીનું વાહન માનવાના કારણે શુભ માનવામાં આવે છે. ઘુવડ સાથે સંબંધિત ઘણા પ્રકારના અંધવિશ્વાસ છે. કોઈ તેને શુભ માને છે તો કોઈ તેને અશુભ. પરંતુ વાસ્તુ અનુસાર ઘુવડ શુભ છે. જી હાં, તેને યોગ્ય નિયમો અને દિશાઅનુસાર રાખવુ જોઈએ તો જ લાભ થાય છે. 

ઘરમાં ઘુવડની મુર્તિ રાખવાના નિયમ 
માતા લક્ષ્મી થાય છે પ્રસન્ન 

જ્યોતિષ અને વાસ્તુવિદ અનુસાર ઘરમાં ઘુવડની મૂર્તિ રાખવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા દષ્ટિ તમારા પર રાખે છે. 

વાયવ્ય કોણમાં રાખો મૂર્તિ 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘુવડની મૂર્તિને ઘર, ઓફિસ કે કાર્યક્ષેત્રમાં વ્યાવ્ય કોણમાં રાખી શકાય છે. ઉત્તર-પશ્ચિમ દિશા વાયવ્ય કોણ હોય છે. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ દિશા લાંબી ઉંમર, સ્વાસ્થ્ય, શક્તિ આપે છે. 

મુખ્ય દ્વારની તરફ રાખો
ઘરમાં ઘુવડની મૂર્તિ ઘરની સામે વાળા દરવાજાની તરફ રાખી શકાય છે. જેનાથી ઘરમાં આવનાર નકારાત્મક ઉર્જા ઘરની અંદર પ્રવેશ ન કરે. તે ખરાબ નજરથી તમારા ઘર અને પરિવારને બચાવે છે. 

પીતળની મૂર્તિ 
જો તમે ઘરમાં ઘુવડ રાખવા માંગો છો તો તસ્વીર નહીં પરંતુ મૂર્તિ રાખો. ઘુવડનો ફોટો ખૂબ લાભ આપે છે. ઘુવડની મૂર્તિ પીતળની હોય તો વધારે સારૂ માનવામાં આવે છે. 

શુક્રવારના દિવસે મુકો મૂર્તિ 
ઘુવડની મૂર્તિ લગાવતા પહેલા તેને શુક્રવારના દિવસે ગંગાજળથી શુદ્ધ કર્યા બાદ લક્ષ્મીજીના ચિત્રની સામે રાખવી જોઈએ. ત્યાર બાદ લક્ષ્મીજીની પૂજા કરી કાચ્ચા નારિયેળ, ખીરના પ્રસાગનો ભોગ લગાવવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ