બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Attention Gujaratis! In the name of chili, health is being tampered with in the state

VTV રિયાલિટી ચેક / ગુજરાતીઓ સાવધાન! મરચાના નામે રાજ્યમાં આરોગ્ય સાથે થઇ રહ્યાં છે ચેડાં, આ રીતે કરો અસલી-નકલીની પરખ

Malay

Last Updated: 02:17 PM, 8 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નકલી પનીર બાદ હવે નકલી લાલ મરચું બનાવવાનો કારોબાર ખુલ્લો પડ્યો છે. મહેસાણાના વિજાપુરમાં લાલ કલર કરીને મરચું બનાવતું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું છે.

 

  • મરચું ખાતા પહેલાં ચેતજો
  • મરચામાં પણ થાય છે ભેળસેળ
  • વિજાપુરમાંથી નકલી મરચું જપ્ત

વર્તમાન સમયમાં મરચું અને ગરમ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. ત્યારે મહેસાણા જિલ્લામાંથી નકલી લાલ મરચાનો જથ્થો ઝડપાયા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  મહેસાણામાંથી નકલી મરચાનો જથ્થો ઝડપાયા બાદ અલગ અલગ જગ્યાએ વિટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. નકલી મરચાની ઓળખ કરવા VTV NEWS દ્વારા  રાજકોટમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. પાણીમાં મરચું નાખવાથી મરચાની ઓળખ થઈ શકે છે.  સામાન્ય લોકો પણ ઘરે બેસીને મરચાની ઓળખ કરી શકે છે. ઓરિજનલ મરચું પાણીમાં ડૂબે છે, નકલી મરચું પાણીમાં ડૂબતું નથી.

ગુજરાત લેબમાં મરચાની ઓળખ
અમદાવાદમાં પણ અસલી-નકલી મરચાની લેબમાં પરખ કરવામાં આવી છે. ગુજરાત લેબના એક્સપર્ટે જણાવ્યું કે, ગ્રાહકોએ મસાલા ખરીદતા પહેલા આટલું ધ્યાન રાખવું જોઈએ. વધુ પડતું લાલ મરચું ભેળસેળિયું હોય શકે છે. સસ્તા મરચામાં પણ ભેળસેળ હોય છે. ગ્રાહકોએ હંમેશા પોપ્યુટેડ બ્રાન્ડના મસાલા લેવા જોઈએ. ઘરે આખા મસાલા દળવા જોઈએ જેથી ભેળસેળ વાળા મસાલા ન ખાઈ શકીએ. આ ઉપરાંત પેકિંગ કરેલા મસાલા લેવા જોઈએ. નકલી મસાલાના વધુ પડતા સેવનથી કેન્સર થવાની શક્યતા છે. 

 

"ભેળસેળ કરનારા વિરુદ્ધ થવી જોઈએ કાર્યવાહી"
વિજાપુરમાંથી નકલી મરચું ઝડપાવાના પડઘા સુરતમાં પણ પડ્યા છે. સુરતના લોકોએ નકલી મરચું ઝડપાવા અંગે રોષ ઠાલવ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું કે, મસાલામાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. લોકો આખા વર્ષના મસાલાની ખરીદી સાથે કરતા હોય છે. લોકોના આરોગ્ય સાથે થતા ચેડાને રોકવાની જરૂર છે. રોજ રોજ નકલી ઘી, પનીર, હળદર, જીરું ઝડપાય છે. મરચું સહિતના મસાલા પણ ભેળસેળ વારા પદાર્થો પકડાઈ રહ્યાં છે, આવા સંજોગોમાં ભેળસેળ કરતા લોકો સામે કાર્યવાહી થવી જોઇએ. 

મહેસાણાના વિજાપુરમાંથી ઝડપાયો નકલી મરચાનો જથ્થો
અત્રે ઉલ્લેખનીય છે કે, મહેસાણામાંથી નકલી લાલ મરચાનું ગોડાઉન ઝડપાયું છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમી મળી હતી કે વિજાપુર હિંમતનગર હાઈવે પર પ્લોટ નંબર 42માં નકલી મરચાનો ધંધો ધમધમી રહ્યો છે અને મહેશ પુનમચંદ મહેશ્વરી નામનો શખ્સ નકલી મરચું બનાવીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. આ બાતમીને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે બે દિવસ સુધી વિજાપુર હિંમતનગર હાઈવે પર રેકી કરી હતી અને ગઈકાલે રાત્રે દરોડો પાડ્યો હતો.  આ દરમિયાન 758 કિલો કલરવાળું નકલી મરચું ઝડપાયું હતું. સાથે 3 કિલો લાલ કલર પણ ઝડપાયો હતો. 

10 લાખનો મુદ્દામાલ કરાયો સીઝ
જે બાદ મહેસાણા ફૂડ વિભાગના અધિકારી વી.જે ચૌધરીએ જણાવ્યું હતું કે, વિજાપુરમાં આરોપી માલ બહાર વેચે તે પહેલા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. હલકી ગુણવત્તાવાળા મરચામાં કલર ઉમેરીને તેને કાશ્મીરી મરચા જેવો કલર આપીને ઊંચી રકમ વસુલવામાં આવે છે. હાલ પાંચ નમૂના લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. 10 લાખનો મુદ્દામાલ સિઝ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, મરચાનું બે પ્રકારે ઘરે જ પરીક્ષણ થઈ શકે છે. મરચાનું કેમિકલ બેઝ અને ફીઝીકલ બેઝ પરીક્ષણ થઈ શકે છે. પાણીની મરચું નાખવાથી કોઈ ભેળસેળ હશે તો ખબર પડી જશે.

ખાદ્યપદાર્થોમાં ભેળસેળથી નુકસાન શું? 
- ભેળસેળવાળા ખાદ્યપદાર્થોની લાંબા ગાળે થાય છે અસર
- આવો ખોરાક ભોજનમાં લેવાથી આરોગ્ય પર પડે છે ગંભીર અસર
- ભેળસેળવાળા ભોજનથી પેટને લગતા રોગો થાય છે
- લિવર અને કિડનીને પણ થાય છે અસર
- આવો ખોરાક ખાવાથી પાચનશક્તિ બગડે છે
- ભેળસેળ વાળા ખાદ્યપદાર્થો ક્યારેક કેન્સરને પણ આપે છે આમંત્રણ

સળગતા સવાલ
- લોકોના સ્વાસ્થ્ય સાથે કોણ કરે છે ચેડા?
- આરોગ્ય સાથે ચેડા કરનારા વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે?
- થોડા રૂપિયાના ફાયદા માટે લોકોનો જીવ જોખમમાં કેમ મુકવામાં આવે છે?
- આ ભેળસેળ વાળું મરચું કેટલા લોકોએ ખોરાકમાં લીધું હશે?
- રાજ્યમાં કેટલી જગ્યાએ ભેળસેળ વાળું મરચું બનતું હશે?
- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ રાજ્યભરમાં ચેકિંગ કરશે?
- લોકોના જીવ સાથે ચેડા કરનારાને કાયદાનો ભય કેમ નથી?
- આવા લોકો વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ