બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Atiq Ahmed muder survey, people's opinion on Atiq Ahmed Murder case

'યે રાઝ હૈ..' / લોકોના મતે અતીક અહમદની હત્યાનું કારણ શું? સર્વેના આંકડા ચોંકાવનારા, બધાં કન્ફ્યુઝ

Vaidehi

Last Updated: 08:03 PM, 18 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ABP C Voter Survey On Atiq Ahmed Killed: અતીક અહમદ અને તેના ભાઈ અશરફનાં મર્ડર બાદ ન્યૂઝ એજન્સીએ લોકોને કેટલાક પ્રશ્નો પૂછીને સર્વે કર્યો છે.

  • અતીકનાં મર્ડરને લઈને જનતાની સલાહ લેવામાં આવી
  • ખાનગી ચેનલ ABPએ કર્યો સર્વે
  • આશરે 1892 લોકોએ આપ્યું પોતાનું મંતવ્ય

માફિયા અને પૂર્વ સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફની 15 એપ્રિલની રાતે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલો મીડિયાનાં કેમેરામાં કેદ થયો હતો. આ ઘટનાનાં 2 દિવસ પહેલાં પોલીસ એન્કાઉન્ટરમાં અતીકનો દીકરો અસદ પણ મૃત્યુ પામ્યો હતો. આ સમગ્ર મામલાને લઈને ખાનગી ચેનલ ABPએ એક સર્વે કર્યો હતો.

જનતાને પૂછવામાં આવ્યાં પ્રશ્નો
વિપક્ષી નેતાઓ ભાજપ પર આરોપો મૂકી રહ્યાં છે ત્યારે સામાન્ય જનતા શું કહી રહી છે તે અંગે જાણકારી આ ખાનગી ચેનલે મેળવી હતી જેનો ડેટા રજૂ કરવામાં આવ્યો છે. ABP ન્યૂઝ માટે C વોટરે સર્વે કર્યો હતો જેમાં જનતાને સવાલ કરવામાં આવ્યો કે અતીકનાં મોતનું કારણ તેઓ શું માને છે. તેના પર લોકોએ જે જવાબ આપ્યો તે જોઈને તમે ચોંકી જશો.

અતીકનાં મોતનું કારણ લોકોનાં દ્રષ્ટિકોણથી શું છે?

  • પરસ્પર દુશ્મનાવટ - 8%
  • રહસ્યો જાહેર થવાનો ભય - 29%
  • ગેંગવોર - 19%
  • સરકારની બદનામી કરવાનો ઈરાદો - 27%
  • ખબર નથી - 17%

સર્વેમાં જોડાયેલા 29% લોકોનું એવું માનવું છે કે રહસ્યો સામે આવી જવાનાં ભયથી તેની હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે 27% લોકોનું માનવું છે કે સરકારની બદનામી કરવાનાં ઈરાદાથી તેનો મર્ડર કરવામાં આવ્યો છે. 19% લોકોએ ગેંગવોર જણાવ્યું છે.

પોલીસની અસફળતા અંગે પણ પૂછાયો પ્રશ્ન
સર્વેમાં વધુ એક પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે અતીકની હત્યા શું પોલીસની અસફળતા છે? તેના પર 35% લોકોએ કહ્યું કે હા, આ પોલીસની અસફળતા કહેવાય જ્યારે 33% લોકોએ ના માં જવાબ આપ્યો હતો.  32% લોકોએ ખબર નથી એવું કહ્યું. 

આ સર્વેમાં 1892 લોકોની સલાહ લેવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ