બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:04 PM, 17 December 2025
Bhavisya Malika Prediction 2026: શું 2026માં વિશ્વયુદ્ધ થશે? શું 2026માં દુનિયા ખતમ થઈ જશે? વર્ષ 2025 ખતમ થવાને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વર્ષ 2026ને લઈને અનેક પ્રકારની ભવિષ્યવાણીઓ સામે આવી રહી છે. 2026 શરૂ થવાને આડે હવે થોડા જ દિવસો બાકી છે. પુરાણોમાં અને શાસ્ત્રોમાં પણ ઘણા પ્રકારની ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. ભવિષ્ય માલિકામાં પણ વર્ષ 2026ને લઈને ચોંકાવનાર આગાહી કરવામાં આવી છે. ભવિષ્ય માલિકા પ્રમાણે, આપણે પરિવર્તનનાં યુગમાં છીએ. જેમાં ઘણી અલગ-અલગ ઘટનાઓ બનવાની છે. ચાલો જાણીએ ભવિષ્ય માલિકામાં વર્ષ 2026ને લઈને કઈ ભવિષ્યવાણી કરવામાં આવી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભવિષ્ય માલિકા પ્રમાણે, વર્ષ 2026માં ઘણી મોટી ઘટનાઓ બનવાની છે. વિશ્વભરમાં કેટલાય પરિવર્તન જોવા મળશે. વિશ્વના કેટલાય દેશોમાં ગૃહયુદ્ધની સ્થિતિ બનેલી છે. દરમિયાન વર્ષ 2026માં ત્રીજા વિશ્વયુદ્ધના ભયંકર સંભળાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ તણાવ વધી શકે છે. વર્ષ 2026માં ત્રીજા વિશ્વયુદ્ધના સંકેત મળી રહ્યા છે, આ યુદ્ધ સમગ્ર વિશ્વમાં ફેલાઈ શકે છે. ભવિષ્ય માલિકા પ્રમાણે, ત્રીજા વિશ્વયુદ્ધનો સમય 2025થી લઈને 2027 સુધી રહેશે.

ADVERTISEMENT
ભવિષ્ય માલિકા પ્રમાણે, વર્ષ 2026માં કુદરતમાં ઘણા પ્રકારના બદલાવ જોવા મળશે. અમેરિકા, ભારત સહિત કેટલાય દેશોમાં સામાન્યથી વધારે ઠંડી વધી જશે. ભારતના કેટલાય રાજ્યો જેમ કે દિલ્હી-કાશ્મીરમાં ઠંડી એટલી વધી જશે કે સામાન્ય જનજીવનને ભારે અસર થશે. ભવિષ્ય માલિકા પ્રમાણે, કેટલાય રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ જોવા મળશે. આ સિવાય કેટલાય ભૂકંપ પણ આવશે, જે સમય સાથે વધતાં જ જશે. આ વર્ષે એવું પૂર આવી શકે છે કે જેને જોઈને લોકો સ્તબ્ધ થઈ જશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણી પ્રમાણે, વૈશ્વિક સ્તર પર અનિશ્ચિતતા જોવા મળશે, એટલે કે વૈશ્વિક સ્તર પર આર્થિક સ્થિતિને લઈને તણાવ વધવાની સંભાવના છે. મોંઘવારી પહેલા કરતાં ઘણી વધી જશે. ઘણા દેશોમાં મોંઘવારી પહેલા કરતાં વધારે વધી જશે. જેના કારણે કેટલાક દેશોમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ બની જશે, જેની શરૂઆત પશ્ચિમી દેશોથી થઈ શકે છે. ભવિષ્યમાલિકા પ્રમાણે, જે લોકો ભારતની બહાર રહી રહ્યા છે, તેમણે ખાલી હાથે પાછા ફરવું પડી શકે છે. જે લોકો ભક્તિના માર્ગે ચાલીને ભગવાનનું નામ લેશે, માત્ર એ લોકો જ સુરક્ષિત રહેશે.
આ પણ વાંચો: વિવાહના ઠેકાણા નથી પડતા? તો છોડો ચિંતા, 2026માં આ જાતકોના લગ્ન પાક્કા!
ADVERTISEMENT
ભવિષ્ય માલિકા પ્રમાણે, વર્ષ 2026માં અજ્ઞાત બીમારીઓ અને વાયરસ ફેલાશે અને 2027 સુધીમાં તે વિનાશકારી સ્વરૂપ ધારણ કરી શકે છે. ભવિષ્ય માલિકાની ભવિષ્યવાણી પ્રમાણે, વર્ષ 2032 સુધી ચોસઠ પ્રકારની બીમારીઓ સામે આવી શકે છે. યૂરોપમાં રેડિએશનનું સ્તર વધી શકે છે, જેનાથી જનજીવન ઘણા અંશે પ્રભાવિત થઈ શકે છે. આ એક મોટા પરિવર્તનનો સમય સાબિત થઈ શકે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.