બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / astrological remedies for all planets remedies to remove planetary defects

જ્યોતિષ જ્ઞાન / કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા માટે રસોડાના આ સામાનનુ કરો દાન, ગ્રહ દોષ થઇ જશે દૂર

Premal

Last Updated: 12:00 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માણસના જીવનમાં ગ્રહ અને નક્ષત્રોની ચાલનો ખાસ્સો પ્રભાવ પડે છે. કોઈની કુંડળીમાં ગ્રહ દોષ હોવાથી જાતકે ઘણી પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેનાથી જીવનમાં અનેક પ્રકારના સંકટ ઉત્પન્ન થાય છે. જો કે, જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ દોષને દૂર કરવા માટે અનેક ઉપાય જણાવવામાં આવ્યાં છે.

  • તમારી કુંડળીમાં છે કોઈ ગ્રહ દોષ?
  • ગ્રહ દોષને દૂર કરવા અપનાવો આ ઉપાય
  • રસોડામાં રાખવામાં આવેલા સામાનનુ કરો દાન 

આ સામાનને દાન કરશો તો ગ્રહ પીડા થશે દૂર 

આવો એક ઉપાય રસોડામાં રાખવામાં આવેલો સામાન છે. આ સામાનને દાન કરવાથી ગ્રહ દોષને દૂર કરવામાં મદદ મળે છે. શનિ દોષને દૂર કરવા માટે સરસોનુ તેલ, કલોંજી અથવા કાળા તેલનુ દાન કરવુ જોઈએ. જેનાથી શનિ પ્રકોપમાંથી મુક્તિ મળે છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે.  

દેવગુરૂ બૃહસ્પતિને મજબૂત કરવા આ વસ્તુનુ કરો દાન

દેવગુરૂ બૃહસ્પતિને મજબૂત કરવા માટે રસોડામાં ઉપયોગમાં લેવામાં આવતી હળદર, કેસર, કેળા અને પીળી ચીજ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. જેનાથી લગ્નમાં અડચણ અથવા આરોગ્ય સાથેની સમસ્યાઓ દૂર થાય છે. 

સૂર્ય મજબૂત થવાથી માણસની દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે 

કોઈ જાતકની કુંડળીમાં જો સૂર્ય નબળી સ્થિતિમાં છે તો આવા લોકોને રસોડામાં બનાવેલુ શુદ્ધ દેશી ઘી, કેસર, ઘઉં અથવા તેનામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ. સૂર્ય મજબૂત થવાથી માણસને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળે છે. 

કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો કરો આ દાન 

જો માણસની કુંડળીમાં ચંદ્ર નબળો છે. એવા લોકોએ જળ, દૂધ અને ચોખાનુ દાન કરવુ જોઈએ. આ સાથે ચંદ્રને મજબૂત કરવા માટે તુલસીમાં જળ પણ ચઢાવવુ જોઈએ. જેનાથી માણસ માનસિક રીતે મજબૂત થાય છે.

મંગળ ગ્રહને મજબૂત કરવા કરો આ ઉપાય 

કુંડળીમાં મંગળ ગ્રહને મજબૂત કરવા માટે લાલ રંગના ફળ અને શાકભાજીનુ દાન કરવુ જોઈએ. આ સાથે હનુમાનજીને લોટમાંથી બનાવેલી મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ. જેનાથી મંગળની સ્થિતિ મજબૂત થાય છે અને ઘરની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ