બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / asteroid 1998 or2 come close to earth

આફત / કાલે એવરેસ્ટ કરતા પણ મોટી આફત પૃથ્વી પાસેથી ગુજરશે, જાણો સમય, સ્પીડ અને અંતર

Kavan

Last Updated: 08:54 PM, 28 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માત્ર ગણતરીના કલાક બાકી છે જ્યારે ધરતી નજીકથી એક આફત પસાર થવાની છે. આમ તો આ આફત ધરતીથી લાખો કિલોમીટર દૂરથી પસાર થવાની છે પરંતુ અંતરિક્ષમાં આ અંતર બહું વધારે અંતર માનવામાં આવતું નથી. આ આફત રોકેટ કરતા ત્રણ ગણી વધારે ગતિથી પસાર થશે અને જો તે ધરતી અથવા કોઇ ગ્રહ સાથે ટકરાશે તો મોટી હોનારત થઇ શકે છે.

  • કોરોનાના કહેર વચ્ચે વધુ એક આફતે આપી દસ્તક
  • આવતીકાલે પૃથ્વી નજીકથી પસાર થશે એક એસ્ટરોઇડ

કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલી દૂનિયા સામે નવી આફત અંતરિક્ષમાંથી આવી રહી છે. તેને લઇને સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો પરેશાન છે. જો દિશામાં સ્હેજ પણ પરિવર્તન આવ્યું તે પરિણામ ગંભીર હોઇ શકે છે. 

કેટલાય દેશ થઇ શકે છે બરબાદ 

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ આશરે દોઢ મહિના પહેલા ખુલાસો કર્યો હતો કે, ધરતી તરફ એ મોટો એસ્ટરોઇડ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ એસ્ટરોઇડ માઉન્ટ એવરેસ્ટથી પણ વધારે ગણો મોટો છે અને જો તે ધરતી સાથે ટકરાશે તો મોટી સુનામી આવી શકે છે અને કેટલાય દેશ બરબાદ થઇ શકે છે. 

ધરતીથી 63 લાખ કિલોમીટર દૂરથી થશે પસાર

જો કે, નાસાનું માનવું છે કે, એસ્ટરોઇડથી ગભરાવાની જરૂર નથી કારણ કે તે ધરતીથી આશરે 63 લાખ કિલોમીટર દૂરના અંતરથી પસાર થવાનો છે. અંતરિક્ષ વિજ્ઞાનમાં આ અંતર વધુ માનવામાં આવતું નથી પરંતુ ઓછું પણ નથી. એસ્ટરોઇડની 21 એપ્રિલના રોજ લીધેલ તસવીર નીચે પ્રમાણે છે. 

એસ્ટરોઇડની તસવીર (PIC : NASA)

રોકેટ કરતા 3 ગણી બમણી ગતિએ ધરતી તરફ આફત વધી રહી છે આગળ

આ એસ્ટરોઇડને 52768 (1998 OR 2)નામ આપવામાં આવ્યું છે. આ એસ્ટરોઇડને નાસાએ સૌથી પહેલી 1998માં જોયો હતો. ત્યારે તેનો વ્યાસ આશરે 4 કિલોમીટર હતો અને તેની ગતિ 31,319 કિલોમીટર પ્રતિ કલાકની હતી એટલે કે આશરે 8.27 કિલોમીટર પ્રતિ સેકન્ડ. જે સામાન્ય રોકેટના ત્રણ ગણા કહીં શકાય. ત્યારે આવી દેખાય છે આ આફત... 

ભારત નજીકથી બપોરે 3.26 કલાકે પસાર થશે 

જે સમયે આ આફત ધરતી નજીકથી પસાર થશે ત્યારે ભારતમાં બપોરના 3.26 મિનિટ થયાં હશે. સુર્યના કિરણોને કારણે તેને નરીઆંખે જોઇ શકાશે નહીં. આ આફતનો વીડિયો નીચે મુજબ છે. 

પછી 2031માં થશે પસાર 

ખગોળશાસ્ત્રી ડો.સ્ટીવન પ્રોવોએ તેના વિશે જણાવ્યું હતું કે ઉલ્કાના પિંડ 52768 સુરજનું એક ચક્કર લગાવવામાં 1240 દિવસ એટલે કે 3.7 વર્ષ લે છે. ત્યારબાદ એસ્ટરોઇડ 52768 (1998 OR 2)નું ધરતી તરફનું આગામી ચક્કર 18 મે 2031 આસપાસ થઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Earth asteroid 1998 or2 આફત એસ્ટરોઇડ Asteroid warning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ