બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અમદાવાદ / Assembly elections gujarat Congress Observers

તૈયારી / વિધાનસભા ચૂંટણીને ધ્યાને લઈ કોંગ્રેસે ઉતારી નિરીક્ષકોની ટુકડી, આ પીઢ નેતાઓને સોંપી મહત્વની જવાબદારી

Vishnu

Last Updated: 09:49 PM, 14 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભા 2022 ચૂંટણીની તૈયારીના ભાગરૂપે એક લોકસભા બેઠક દીઠ બે પીઢ નેતાઓને કોંગ્રેસે નિરીક્ષક તરીકે નીમ્યા

  • વિધાનસભાની ચૂંટણીને લઇ નિરીક્ષકોની કરી નિમણૂંક
  • એક લોકસભા બેઠક દીઠ બે નિરીક્ષકોની રણનીતિ
  • કોંગ્રેસના પીઢ નેતાઓને ફરીથી સોંપાઇ જવાબદારી

વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ગુજરાત કોંગ્રેસે ઘડેલી રણનીતિની અમલવારી શરૂ થઈ છે. ચૂંટણી તૈયારીને ધ્યાને રાખી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. એક લોકસભા બેઠક દીઠ બે નિરીક્ષકોને પસંદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના પીઢ નેતાઓને ફરીથી મહત્વની જવાબદારી સોંપાઈ છે.નિરીક્ષકોની હાલની પ્રાથમિકતા સભ્ય નોંધણી અને બુથ મેનેજમેન્ટ રહેશે તેવી માહિતી પણ કોંગ્રેસ દ્વારા આપવામાં આવી છે.

કયા નેતાને કયા જિલ્લાના નિરીક્ષક તરીકે નીમ્યા?

  • અમિત ચાવડા અને માલસી રાઠોડને ખેડા
  • રાજકોટ બેઠક પર દીપક બાબરીયા અને હાર્દિક પટેલ
  • શક્તિસિંહ ગોહિલ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને ભાવનગરની જવાબદારી
  • મહેસાણા બેઠક પર નરેશ રાવલ અને કુલદીપ શર્મા
  • અમદાવાદ ઇસ્ટ બેઠક પર જીગ્નેશ મેવાણી અને બિમલ શાહ
  • અમદાવાદ વેસ્ટ બેઠક પર હિંમતસિંહ પટેલ અને ડો. જીતુ પટેલ
  • સુરત બેઠક પર અમીબેન યાજ્ઞિક અને દર્શન નાયક

શું હોઈ શકે કોંગ્રેસની રણનીતિ
કોંગ્રેસની ઉમેદવાર પસંદગીની રણનીતિ પણ ઘડાઈ છે જો કોંગ્રેસના સૂત્રોનું માનીએ તો શહેરી વિસ્તારની 50 બેઠકોના ઉમેદવાર સૌથી પહેલા કોંગ્રેસ નક્કી કરશે જે નક્કી કરેલા 50 ઉમેદવારોને ચૂંટણી લડવા તૈયારી કરવાનું પહેલેથી જ જાણ કરી દેવામાં આવશે. લાંબા સમયથી કોંગ્રેસ જે બેઠકો હારે છે તે બેઠક પર ઉમેદવારો વહેલા જાહેર કરશે અને તેમાં પણ ખાસ કરીને મહાપાલિકા અને નગરપાલિકા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવાની રણનીતિ કોંગ્રેસે બનાવી છે. નવા યુવા ચેહરાઓ અને મહિલા ઉમેદવારને વધારે મહત્વ આપવામાં આવશે તેવુ હાલના ધોરણે લાગી રહ્યું છે.

આજથી જનસંપર્ક અભિયાન પણ શરૂ કર્યું
આજથી લઈને 5મી માર્ચ સુધી કોંગ્રેસ જનસંપર્ક અભિયાન અને સભ્ય નોંધણી મહાઅભિયાન કરશે.14થી 24 તારીખ દરમિયાન ગ્રામ્ય વિસ્તાર માટે અને 25થી5મી માર્ચ સુધી શહેરી વિસ્તારમાં આ અભિયાન ચલાવવામાં આવશે.આ અભિયાનને સફળ બનાવવા ગુજરાત કોંગ્રેસના 250 આગેવાનો દરરોજ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરશે. સમગ્ર તાલુકા - જિલ્લા પંચાયત બેઠક પર સભ્ય નોંધણી મહઝુંબેશ શરૂ થશે.14થી 24 તારીખ વચ્ચે પહેલા તબક્કામાં ગ્રામીણ વિસ્તારમાં પેજ પ્રભારી બનાવશે.25થી 5મી માર્ચ સુધીના બીજા તબક્કામાં શહેરોમાં બુથ પ્રમાણે પેજ પ્રભારી બનાવાશે.આ ઝુંબેશની સાથે પ્રજાના પ્રશ્નો જેવા કે પેપર ફૂટવા, જમીન માપણી, કોરોના વળતર મુદ્દે લોકસંપર્ક કરશે.લોકસંપર્ક દરમિયાન મળેલા લોકોના અભિપ્રાયને ધ્યાનમાં લઈ કોંગ્રેસ વિવિધ કાર્યક્રમો ઘડીને રોડ ઉપર ઉતરશે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટીના સભ્યોને જવાબદારી સોંપાઈ
ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસ પાર્ટીના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં C.J. ચાવડાને વિધાનસભામાં વિપક્ષના દંડક તરીકે નિમાયા છે. જ્યારે લલિત વસોયાની ઉપદંડક તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સિવાય શૈલેષ પરમારને વિપક્ષના ઉપનેતા તરીકે યથાવત રખાયા છે. તો વિરજી ઠુમ્મર અને પૂંજા વંશ અશ્વિન કોટવાલ, ગ્યાસુદ્દીન શેખ, કિરીટ પટેલ, અમરીશ ડેર, બળદેવ ઠાકોરને પ્રવક્તા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આપને જણાવી દઈયે કે, વિધાનસભાનુ પ્રસારણ લાઈવ કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત પણ કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ