બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Assam government ban on Surat special sarees

ચિંતા / સુરતની ખાસ સાડી પર આ રાજ્યની BJP સરકારે જ મૂક્યો પ્રતિબંધ, ઈતિહાસમાં આવી પહેલી ઘટના, જાણો વિગતવાર

Dinesh

Last Updated: 08:31 PM, 4 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતની મેખલા સાદર નામની સાડી પર આસામ સરકારે પ્રતિબંધ મુકતા સુરતના વેપારીઓ અને કારખાનેદારોની હાલત કફોડી બની છે, આસામની સાડીને પ્રોત્સાહન આપવા નિર્ણય લેવાયો છે આ નિર્ણય

  • આસામમાં સુરતની સાડી પર પ્રતિબંધ
  • મેખલા સાદર નામની સાડી પર પ્રતિબંધ
  • આસામની સાડીને પ્રોત્સાહન આપવા નિર્ણય


સુરતમાં બનતી અને આસામમાં વેચાતી એવી મેખલા ચાદર નામની સાડી પર આસામ સરકારે પ્રતિબંધ મુકતા સુરતના વેપારીઓ અને કારખાનેદારોની હાલત કફોડી બની છે. મેખેલા ચાદર પ્યોર સિલ્કની સાડી હોવાથી તેની કિંમત રૂપિયા 8 હજારથી લઇ 10 હજાર હોય છે જ્યારે સુરતમાંની પોલિસ્ટરની આ સાડી ગ્રાહકોને રૂપિયા 700થી 800માં મળી રહેતી હતી. 

મેખલા સાદર સાડી

સુરતના વેપારીઓએ નિર્ણયનો વિરોધ કર્યો
સુરતથી દર મહિને રૂપિયા 500 કરોડની કિંમતની સાડીઓ આસામ મોકલવામાં આવતી હતી. જેના કારણે સુરતના વિવર્ષને પણ સારો એવો વેપાર મળી રહેતો હતો. પરંતુ પ્રતિબંધ લાગતાં સુરતના વિવર્સની ચિંતામાં વધારો થયો છે. આસામ હેન્ડલુમ બોર્ડની દરમિયાનગીરીથી આસામ સરકારે 1 માર્ચે આસામી સિલ્ક સાડીની પોલિસ્ટર આવૃત્તિ પ્રતિબંધિત જાહેર કરી છે. આસામી સિલ્કની સાડીની પોલિસ્ટર આવૃત્તિથી સ્થાનિક હેન્ડલુમ ઇન્ડસ્ટ્રીઝને બહુ મોટું નુકસાન થવાની રજૂઆત કરાઈ હતી.

આસામમાં પણ બને છે મેખલા સાદર સાડી
ઇન્ડસ્ટ્રીઝને થઈ રહેલા નુકસાન અને ઉદ્યોગોની રજૂઆતને ધ્યાનમાં રાખી સરકારે સુરતથી આવતી સાડીઓને પ્રતિબંધિત કરી છે. જેના કારણે સુરતના કારખાનેદારોને પણ મોટો ફટકો પડી રહ્યો છે. પોલિસ્ટર મેખેલા ચાદર સાડી પર પ્રતિબંધ મુકાતા 1 હજાર 200થી વધુ કારખાનેદારો માટે મુસીબત ઊભી થઈ છે. સુરત શહેરમાં 250 વિવર જેકાર્ડ ઉપર અને 1 હજાર વિવર પાવર લુમ્સ ઉપર ફેબ્રિકનું ઉત્પાદન કરતા હતા. પરંતુ આ નિર્માણ પામેલી સમસ્યાના પગલે આ કારખાનેદારોની હાલત હવે કફોડી થવા જઈ રહી છે.

સુરતના વિવર્સની ચિંતામાં વધારો
મેખેલા ચદોર પ્યોર સિલ્કની સાડી હેન્ડલુમ વિવર્સ દ્વારા બનાવવામાં આવે છે. જોકે પ્યોર સિલ્ક હોવાના કારણે સાડીની કિંમત રૂપિયા 8 હજારથી લઇ 10,000 જેટલી હોય છે. જ્યારે સુરતમાંની પોલિસ્ટરની આ સાડી ગ્રાહકોને રૂપિયા 700થી 800માં મળી રહેતી હતી. સુરતથી દર મહિને રૂપિયા 500 કરોડની કિંમતની સાડીઓ આસામ મોકલવામાં આવતી હતી. જેના કારણે સુરતને પણ સારો એવો વેપાર મળી રહેતો હતો. પરંતુ પ્રતિબંધ લાગતાં સુરતના વિવર્સની ચિંતામાં વધારો થયો છે. સુરતના વેપારીઓએ કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રીને રજૂઆત પણ કરી છે

શું છે સમગ્ર વિવાદ?

  • આસામમાં બને છે ખાસ પરંપરાગત મેખલા ચાદર નામની સાડી 
  • આસામમાં બનતી ખાસ સિલ્ક સાડીની પોલિસ્ટર આવૃત્તિ પર પ્રતિબંધ
  • આસામી સિલ્ક સાડીની પોલિસ્ટર આવૃત્તિ સુરતમાં પણ બને છે
  • આસામમાં આ સાડીની કિંમત 3 હજારથી લઈ 10 હજાર 
  • સુરતમાં બનતી આ સાડીની કિંમત માત્ર 500થી 700
  • દર મહિને 500 કરોડની કિંમતની સાડીઓ આસામ મોકલાતી હતી
  • સુરતની સસ્તી સાડીથી આસામના વેપારીઓને નુકસાન થતું હોવાનો આરોપ
  • આસામ હેન્ડલુમ બોર્ડ આસામ સરકારને રજૂઆત કરી હતી
  • આસામ સરકારે 1 માર્ચથી સુરતની પોલિસ્ટર આવૃત્તિ પર મૂક્યો પ્રતિબંધ
  • હવે આસામમાં સુરતની મેખલા ચાદર સાડીના વેચાણ પર પ્રતિબંધ
  • પ્રતિબંધ મુકાતા 1 હજાર 200થી વધુ કારખાનેદારો અને વેપારીની હાલ કફોડી
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ