એશિયન ગેમ્સ 2023માં ટીમ ઈન્ડિયાની મલેશિયા સામેની મેચ વરસાદના કારણે અધવચ્ચે રદ કરવી પડી હતી અને પરિણામ ન મળવા છતાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2023ની સેમી ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગુરુવારે મલેશિયા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદના કારણે અધવચ્ચે જ રદ કરવી પડી હતી. ભારતને રેન્કિંગમાં ઉંચા હોવાનો ફાયદો મળ્યો અને પરિણામ ન મળવા છતાં ટીમ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ.
એશિયન ગેમ્સ 2023ની સેમિફાઇનલમાં પંહોચી ટીમ ઈન્ડિયા
સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે એશિયન ગેમ્સ 2023ની સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે.ટીમ ઈન્ડિયા એશિયન ગેમ્સની પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મલેશિયા સામે રમી હતી. આ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી અને આઈસીસી રેન્કિંગના કારણે ભારતને સેમિફાઈનલની ટિકિટ મળી ગઈ હતી.ટીમ ઈન્ડિયાની સેમીફાઈનલ મેચ 24 સપ્ટેમ્બર, રવિવારે રમાશે.ભારત સામેની આ નોકઆઉટ મેચમાં કઈ ટીમ રમશે તેનું ચિત્ર હજુ સ્પષ્ટ થયું નથી.
હવે ટીમ ઈન્ડિયા માટે ગોલ્ડ મેડલ માત્ર બે જીત દૂર
મતલબ કે હવે ટીમ ઈન્ડિયા માટે ગોલ્ડ મેડલ માત્ર બે જીત દૂર છે. છઠ્ઠી ઓવરમાં વરસાદ પડતાં મેચને 15-15 ઓવરની કરવામાં આવી હતી. નાના સ્ટેડિયમનો ફાયદો ઉઠાવીને ભારતીય બેટ્સમેનોએ ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા હતા. એવો કોઈ બોલર બચ્યો ન હતો જેની ધોલાઈ ન થઈ હોય. મલેશિયાએ પહાડ જેવા 174 રનના ટાર્ગેટનો પીછો કરવાની શરૂઆત જ કરી હતી જ્યારે ફરી વરસાદ પડ્યો હતો, જેના કારણે મેચ રદ કરવી પડી હતી.
Rain 🌧️ has the final say after India's terrific batting display!
India march to the semifinals in the #AsianGames 👏👏
આવી રહી મેચ
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ વરસાદથી પ્રભાવિત આ મેચમાં શેફાલી વર્માની અડધી સદીના દમ પર 15 ઓવરમાં 173 રન બનાવ્યા હતા. શેફાલી ઉપરાંત જેમિમાહ રોડ્રિગ્સે અણનમ 47 અને રિચા ખોએ 7 બોલમાં 21 રનની તોફાની ઇનિંગ રમી હતી. DLSના કારણે મલેશિયાને જીતવા માટે 177 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતીય ઇનિંગ્સની શરૂઆત કરવા આવેલી કેપ્ટન સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી થઈ હતી.મંધાના 27ના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી.
મલેશિયાની ટીમે 2 બોલમાં 1 બનાવ્યો ત્યાં વરસાદ શરૂ થયો
શેફાલી અને જેમિમા વચ્ચે બીજી વિકેટ માટે 86 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. ભારતને બીજો ફટકો શેફાલી વર્માના રૂપમાં લાગ્યો હતો જે ચાર ચોગ્ગા અને 5 ગગનચુંબી છગ્ગાની મદદથી 67 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. શેફાલીના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલી રિચા ઘોષે 7 બોલમાં 21 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં રિચા ઘોષે તોફાની ઇનિંગ રમી અને 20 રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરવા આવેલી મલેશિયાની ટીમ 2 બોલમાં માત્ર 1 રન જ બનાવી શકી હતી, ત્યારબાદ વરસાદ આવ્યો અને મેચ ફરી શરૂ થઈ શકી ન હતી.