બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:16 AM, 24 June 2023
ADVERTISEMENT
આ વર્ષના અંતમાં ચીનના હાંગ્જૂ એશિયન ગેમ્સ 2023નું આયોજન કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ અંગે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. BCCI આ વર્ષે એશિયન ગેમ્સમાં પુરુષ અને મહિલા બંને ટીમને મોકલવામાં આવશે. એશિયન ગેમ્સમાં T20 ફોર્મેટમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવે છે.
જે સમયે એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવશે, તે સમયે ભારતમાં વનડે વર્લ્ડ કપનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હશે. પરિસ્થિતિમાં પુરુષની બી ટીમને એશિયન ગેમ્સમાં મોકલવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ઈવેન્ટમાં મુખ્ય મહિલા ખેલાડીઓ સાથે એક મજબૂત ટીમ મોકલવામાં આવશે.
ADVERTISEMENT
આ વર્ષે 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવશે. 5 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવશે. BCCI 30 જૂન પહેલા એશિયન ગેમ્સના ખેલાડીઓનું લિસ્ટ મોકલી શકે છે.
વર્ષ 2010 અને વર્ષ 2014માં એશિયન ગેમ્સમાં ટીમ મોકલવામાં આવી નહોતી
BCCIએ વર્ષ 2010 અને 2014માં થયેલ એશિયન ગેમ્સમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષ કે મહિલાની ભારતીય ક્રિકેટ ટીમ મોકલવામાં આવી નહોતી. ચીનના હાંગ્જૂમાં થનાર એશિયન ગેમ્સ શેડ્યૂલમાં ક્રિકેટ શામેલ કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં જાકાર્તામાં રમવામાં આવેલ એશિયન ગેમ્સમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું નહોતું.
ઈંગ્લેન્ડમાં ગયા વર્ષે રમાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ટીમે ફાઈનલમાં જગ્યા બનાવી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.