બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / ASIA CUP 2023 What if ndia-Nepal match cancel because of rain? How will Team India reach Super-4 Know

ASIA CUP 2023 / ભારત- નેપાળની મેચમાં પણ વરસાદ વિલન બનશે તો? ટીમ ઈન્ડિયા કેવી રીતે પંહોચશે સુપર-4માં? જાણો કેવું બને છે મેચનું સમીકરણ

Megha

Last Updated: 10:31 AM, 4 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2023 IND vs NEP: જો ભારત- નેપાળની મેચ ભારત-પાકિસ્તાનની મેચની જેમ ધોવાઈ જશે તો નિર્ણય કેવી રીતે લેવામાં આવશે? જાણો શું કહે છે પોઈન્ટ ટેબલ અને કેવું બને છે મેચનું સમીકરણ.

  • આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત પ્રથમ વખત નેપાળ સામે ટકરાવા જઈ રહ્યું છે
  • પ્રશ્ન એ છે કે, ભારત- નેપાળની મેચમાં પણ વરસાદ આવે તો?
  • આજનું હવામાન અહેવાલ શું કહે છે જાણો

Asia Cup 2023 IND vs NEP: આજે એશિયા કપ 2023ની 5મી અને મહત્વની મેચ ભારત અને નેપાળ વચ્ચે રમાવાની છે. આ મેચ જીતનારી ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થશે અને હારનાર ટીમની સફર આ ટુર્નામેન્ટમાં અહીં જ સમાપ્ત થશે. ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ વખત નેપાળ સામે ટકરાવા જઈ રહ્યું છે, આવી સ્થિતિમાં ભારતની ટીમ સામે નેપાળ ખૂબ જ દબાણમાં હશે. 

ભારત- નેપાળની મેચમાં પણ વરસાદ આવે તો?
જો કે ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે,આમાં ક્યારે શું થશે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં જો નેપાળ ભારતને હરાવવામાં સફળ થાય છે તો ટીમ ઈન્ડિયાની સફર અહીં સમાપ્ત થઈ શકે છે. આ સિવાય ફેન્સનો એક વધુ સવાલ છે જે તેમને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. જો ભારત- નેપાળની મેચ ભારત-પાકિસ્તાનની મેચની જેમ ધોવાઈ જશે તો નિર્ણય કેવી રીતે લેવામાં આવશે? જો તમારા મનમાં પણ આવો જ કોઈ પ્રશ્ન ચાલી રહ્યો હોય તો તેનો જવાબ અમે તમને આપીશું.

ભારત અને નેપાળની મેચ વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ સુપર-4 ટીમ કેવી રીતે નક્કી કરવામાં આવશે? આવો જાણીએ-

હવામાન અહેવાલ શું કહે છે જાણો
ભારત અને નેપાળ મેચનું સમીકરણ જાણતા પહેલા પલ્લેકલ સ્ટેડિયમના હવામાન અહેવાલ વિશે જણાવીએ. Accuweatherના રિપોર્ટ અનુસાર, ભારત અને નેપાળ મેચ દરમિયાન વરસાદની 89 ટકા શક્યતા છે. આવી સ્થિતિમાં આ મેચ ધોવાઈ જવાની પૂરી શક્યતાઓ છે. સાથે જ સાંજે 7 વાગ્યા પછી હળવા વરસાદની સંભાવના છે, આવી સ્થિતિમાં ચાહકોને 20-20 ઓવરની મેચ જોવાની આશા રાખી શકાય છે.

ભારત અને નેપાળ વચ્ચેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો શું થશે?
પાકિસ્તાન એશિયા કપ 2023ના ગ્રુપ-એ માંથી સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયું છે. આજે ભારત અને નેપાળ વચ્ચે નોકઆઉટ મેચ રમાવાની છે, જે ટીમ આ મેચ જીતશે તેને સુપર-4ની ટિકિટ મળશે. બીજી તરફ જો વરસાદના કારણે મેચ ધોવાઈ જશે તો તેનો ફાયદો ભારતને જ મળશે.

ભારત 2 પોઈન્ટ સાથે સુપર-4માં પ્રવેશ કરશે
પાકિસ્તાન સામેની મેચ ધોવાઈ ગયા બાદ ભારતના ખાતામાં 1 પોઈન્ટ છે, જો નેપાળ સામેની મેચમાં પણ વરસાદ પડે તો ટીમ ઈન્ડિયાને વધુ 1 પોઈન્ટ મળશે અને ભારત 2 પોઈન્ટ સાથે સુપર-4માં પ્રવેશ કરશે. બીજી તરફ, વરસાદને કારણે મેચ ધોવાઈ જતાં નેપાળને માત્ર 1 પોઈન્ટ મળશે અને તે સુપર-4માં પહોંચી શકશે નહીં. નેપાળને તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનના હાથે 238 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

નિષ્કર્ષ એ છે કે જો વરસાદના કારણે મેચ ધોવાઇ જાય તો ટીમ ઇન્ડિયા સુપર-4માં પહોંચી જશે અને વરસાદ ન પડે તો નેપાળને આગામી રાઉન્ડમાં પહોંચવા માટે ભારતને કોઇપણ સંજોગોમાં હરાવવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ