બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023: Virat Kohli, KL Rahul's Fiery Tons Propel India To 356/2 vs Pakistan

એશિયા કપ / KL રાહુલ-કોહલીએ મચાવ્યું ગદર, બન્નેની તોફાની સદી, ટીમ ઈન્ડીયાનો પહાડી સ્કોર, પાક.નું જીતવું ભારે

Hiralal

Last Updated: 07:01 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપની સુપર-4માં પાકિસ્તાન સામેની મેચમાં કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ સદી ફટકારીને પહાડી સ્કોર બનાવવામાં ટીમ ઈન્ડીયાને મોટી મદદ કરી હતી.

  • એશિયા કપમાં પાકિસ્તાન સામે જોરદાર ચાલ્યાં રાહુલ-કોહલી
  • બન્નેએ ફટકારી શાનદાર સદી
  • ટીમ ઈન્ડીયાએ ખડક્યો પહાડી સ્કોર 

શ્રીલંકાના કોલંબોમાં પ્રેમદાસા સ્ટેડિયમમાં પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડીયાના બે ખેલાડીઓએ રીતસરનું ગદર મચાવીને પાકિસ્તાનની હાલત ખરાબ કરી નાખી હતી. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલનું જોરદાર ફોર્મ જોવા મળ્યું હતું.

કેએલ રાહુલે પાકિસ્તાન સામેની મેચમાં શાનદાર  સદી ફટકારી છે. ચોથા નંબર પર બેટિંગ કરતા કેએલ રાહુલે 100 બોલમાં સદી ફટકારી છે. કેએલ રાહુલની વનડે કારકિર્દીની આ છઠ્ઠી સદી છે.

રાહુલે કોલંબોમાં હંગામો મચાવ્યો 
કેએલ રાહુલે પોતાની વિસ્ફોટક બેટિંગથી કોલંબોમાં હલચલ મચાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેએલ રાહુલે 6 મહિના બાદ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરતા આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કેએલ રાહુલે પાકિસ્તાન સામે એશિયા કપ 2023ની સુપર-4 મેચમાં સદી ફટકારીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

વિરાટ કોહલીએ પણ ફટકારી સદી
રાહુલ બાદ વિરાટ કોહલીએ પણ 84 બોલમાં સદી ફટકારી હતી. વનડે ક્રિકેટમાં કોહલીની આ 47મી સદી છે. આ બન્ને ખેલાડીઓની વિસ્ફોટક ઈનિંગને કારણે ટીમ ઈન્ડીયાને મોટો સ્કોર બનાવવાની મદદ મળી હતી. બન્ને ખેલાડીઓએ વિસ્ફોટક ઈનિંગથી ટીમ ઈન્ડીયાનો સ્કોર 300ને પાર પહોંચાડી દીધો હતો અને હવે આટલો મોટો સ્કોર કરવો પાકિસ્તાન માટે ખૂબ પડકારજનક છે. 

ટીમ ઈન્ડીયાએ ખડક્યો પહાડી સ્કોર
રાહુલ-કોહલીની સદીની ભાગીદારીને કારણે ટીમ ઈન્ડીયાએ પહાડી સ્કોર ખડક્યો હતો. ટીમ ઈન્ડીયાએ નિર્ધારીત 50 ઓવરમાં 356 રન કર્યાં હતા. પાકિસ્તાને હવે ભારત સામે જીતવું હશે તો તેણે 357 રન કરવા પડશે. પાકિસ્તાન માટે આટલો મોટો સ્કોર કરવા લોઢાના ચણા ચાવવા જેવું છે. ભારતે એક રીતે તેની જીત નક્કી કરી નાખી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ