બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup 2023: Jasprit Bumrah returns home, set to miss Nepal clash

ટીમ ઈન્ડીયાને ઝટકો / એશિયા કપ અધવચ્ચે છોડીને ભારત આવ્યો બુમરાહ? અપાયું આવું કારણ, હવે શું થશે?

Hiralal

Last Updated: 09:32 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં આવતીકાલની નેપાળ સામેની ટીમ ઈન્ડીયાની મેચ પહેલા ફાસ્ટ બોલર અચાનક શ્રીલંકાથી ભારત પાછો આવ્યો છે.

  • એશિયા કપ છોડીને શ્રીલંકાથી ભારત આવ્યો જસપ્રિત બુમરાહ
  • અંગત કારણોસર પાછો આવ્યો હોવાનું જણાવાયું
  • આવતીકાલે નેપાળ સામે ભારતની મેચમાં નહીં રમે

એશિયા કપ 2023 વચ્ચેની ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પોતાના ઘરે પરત ફર્યો છે. બુમરાહના ભારત પાછા આવવાનું કારણ અંગત ગણાવાયું છે. ભારતીય ટીમને સોમવારે (3 સપ્ટેમ્બર) નેપાળ સામે પોતાની બીજી મેચ રમવાની છે. બુમરાહ આ મેચમાં નહીં રમે. જોકે બુમરાહ ટૂંક સમયમાં જ ટીમમાં ફરી જોડાશે. તે નેપાળ સામેની મેચ રમશે નહીં. પરંતુ ત્યાર બાદ તે સુપર-4 માટે ભારતીય ટીમ સાથે જોડાશે. બુમરાહ અંગત કારણોસર ઘરે પરત ફરી રહ્યો હોવાની માહિતી મળી છે.

હજુ હમણાં તો ટીમમાં આવ્યો છે 
બુમરાહ હાલમાં જ ઈજા બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. બુમરાહની પીઠની વારંવારની ઈજાને કારણે ચાલુ વર્ષે માર્ચમાં ન્યુઝીલેન્ડમાં સર્જરી કરવામાં આવી હતી અને ત્યાર બાદ તે ફિટનેસ મેળવવા માટે એનસીએમાં રિહેબ પર હતો. આ પછી તેને સીધો જ આયર્લેન્ડ પ્રવાસ માટેની ટી-20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો. ત્યારબાદ બુમરાહને એશિયા કપ માટેની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. 

બુમરાહને બદલે શમી કે સિરાજની મળી શકે તક 
બુમરાહ નેપાળ સામેની મેચ બાદ ભારતીય ટીમની સાથે જોડાઈ જશે. પરંતુ સોમવારે નેપાળ સામેની મેચમાં બુમરાહના બદલે દિગ્ગજ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવી શકે છે. શમીને પાકિસ્તાન સામે તક મળી નહતી. આવી સ્થિતિમાં નેપાળ સામેની મેચમાં શમી ઉપરાંત મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુર ભારતીય ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળી શકે છે. સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ચોથા ફાસ્ટ બોલરની ભૂમિકામાં જોવા મળશે.


 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ