બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / As Gujarat University suddenly stops taking CCC exam, applicants are confused

ઉમેદવારો નારાજ / ગુજરાત યુનિવર્સિટીએ એકાએક CCCની પરીક્ષા લેવાનું માંડી વાળતા અરજદારો મૂંઝવણમાં, અનેક ફોર્મ પેન્ડિંગ

Malay

Last Updated: 10:06 AM, 26 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Education News: ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી અચાનક જ CCCની પરીક્ષા લેવાનું માંડી વાળતા રાજ્યના હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા

  • ગુજરાતમાં સરકારી કર્મચારીઓ માટે CCC ફરજિયાત
  • ગુજરાત યુનિ. CCCની પરીક્ષા લેવાનું કરી દીધું બંધ
  • હજારો અરજદારો ભારે મૂઝવણ અને મુશ્કેલીમાં મુકાયા

Gujarat Education News: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ વિભાગમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ કોમ્પ્યુટરથી જાણકાર બને એ માટે CCC ફરજિયાત કરાયું છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી અચાનક જ CCCની પરીક્ષા લેવાનું માંડી વાળતા રાજ્યના હજારો અરજદારો મુશ્કેલીમાં મુકાયા છે. તો આ પરીક્ષા ક્યારે યોજાશે તે અંગે પણ કોઈ સત્તાવાર સ્પષ્ટતા ન કરાતા ઉમેદવારો ભારે મૂંઝવણમાં મુકાયા છે. 

Topic | VTV Gujarati

સરકારે 8 યુનિવર્સિટીઓમાં ફાળવ્યું હતું પરીક્ષા સેન્ટર
રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે CCC ફરજિયાત કરાયું છે. જેથી સ્પાર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો સીસીસી માટે અરજી કરતા હોય છે. આ માટે સરકાર દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, HNGU સહિત રાજ્યની કુલ 8 યુનિવર્સિટીઓમાં પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યા હતા.

ગુજરાત યુનિવર્સિટીમાં યોજાતી સૌથી વધુ વખત પરીક્ષા
જેમાં ગુજરાત યુનિવર્સિટીમાં મહિનામાં બે-ત્રણ વખત પરીક્ષા યોજાતી હોવાથી મોટી સંખ્યામાં ઉમેદવારો આ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રેશન કરાવતા હતા. પરંતુ યુનિવર્સિટી દ્વારા અચાનક જ છેલ્લા કેટલાક સમયથી સીસીસીની પરીક્ષા લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. તો એવું પણ સામે આવ્યું છે આ પરીક્ષા માટે હમણા સુધી રજિસ્ટ્રેશન ચાલું હતું. જેથી હજારોની સંખ્યામાં ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ઉમેદવારોમાં ભારે નારાજગી
ત્યારે યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી અચાનક જ સીસીસીની પરીક્ષા લેવાનું બંધ કરાતા અરજાદરો મૂંઝવણમાં મુકાયા છે. જે ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેઓની પરીક્ષા ક્યારે લેવાશે તેને લઈને પણ કોઈ સત્તાવાર સ્પષ્ટતા ન કરવામાં આવતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 


 

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ