બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / As 2023 begins, adopt these 7 remedies for happiness and peace at home, all wishes will be fulfilled

આસ્થા / 2023નો પ્રારંભ થતા જ ઘરમાં સુખ-શાંતિ માટે અપનાવો આ 7 ઉપાય, તમામ મનોકામનાઓ થશે પૂર્ણ

Megha

Last Updated: 12:41 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વર્ષની શરૂઆત દેવી-દેવતાઓની પૂજાથી કરવી જોઈએ અને આમ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે

  • નવા વર્ષની શરૂઆત દેવી-દેવતાઓની પૂજાથી કરવી જોઈએ
  • આમ કરવાથી બધી મનોકામનાઓ પુર્ણ થાય છે 
  • વર્ષના પહેલા દિવસે એવા કયા ઉપાયો કરવા, જાણો 

આવતીકાલે એટલે કે રવિવારથી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે અને દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે આવનારું નવું વર્ષ ખુશીઓ અને સમૃદ્ધિથી ભરેલું રહે, નવા વર્ષમાં ઘરમાં સુખ-શાંતિ બની રહે અને નકારાત્મક ઉર્જા દૂર રહે. આ સાથે જ ઘરમાં માનસિક અને આર્થિક સમસ્યાઓ ન આવે. આ માટે લોકો નવા વર્ષમાં અનેક ઉપાયો પણ કરે છે, તેનાંથી એવું પણ માનવામાં આવે છે કે નવા વર્ષની શરૂઆત દેવી-દેવતાઓની પૂજાથી કરવી જોઈએ અને આમ કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે અને તેની બધી મનોકામનાઓ પણ પૂરી થાય છે. વર્ષના પહેલા દિવસે એવા કયા ઉપાયો કરવા જોઈએ જેથી ઘરમાં હંમેશા આશીર્વાદ બની રહે, ચાલો જાણીએ.. 

1. સૂર્યદેવની પૂજા કરો
આપણા હિંદુ ધર્મમાં સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવું સૌથી શુભ માનવામાં આવે છે, એટલા માટે વર્ષના પહેલા દિવસથી જ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાનું શરૂ કરી દો. આમ કરવાથી આખું વર્ષ ઘરમાં સુખ-શાંતિ રહેશે અને લોકો વચ્ચે માન-સન્માન પણ વધશે. આ સિવાય આર્થિક રીતે બધી સમસ્યાઓ દૂર થશે, જણાવી દઈએ કે સૂર્યદેવની કૃપા સાથે દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થશે. 

2. ઘરની સુખ-સમૃદ્ધિમાં થશે વધારો 
ઘરની સુખ-સમૃદ્ધિમાં થશે વધારો કરવા માટે તાંબાના વાસણમાં પાણી ભરીને તેમાં થોડું કેસર નાખો, આ પછી શિવલિંગ પર આ જળ ચઢાવો. જળ ચઢાવતા સમયે ऊं महादेवाय नम:  મંત્રનો જાપ કરો. આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે અને બધી નકારાત્મક ઉર્જાનો નાશ થશે. 

3. તુલસીની સ્થાપન કરો 
ધાર્મિક દ્રષ્ટિએ તુલસી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને નવા વર્ષની શરૂઆતમાં તુલસીનો છોડ ચોક્કસથી ઘરે લાવીને દરરોજ તેની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી પરિવારમાં સુખ-સમૃદ્ધિ તેમજ ધનની પ્રાપ્તિ થશે. આ સાથે જ સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી ઘરની શુદ્ધિ થાય છે.

4. ઘરની સાફ-સફાઈ
વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વચ્છતા ઘરમાં શુભતાનું સંચાર કરે છે એટલા માટે  નવા વર્ષમાં સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપો. ખાસ કરીને ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખો જ્યાંથી દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે. આ માટે ખાસ ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિન્હ બનાવો.

5. તૂટેલી મૂર્તિઓ હટાવી દો 
નવા વર્ષ પહેલા પૂજા ઘરની સફાઈ કરવાની સાથે જ તૂટેલી મૂર્તિઓ ખાસ દૂર કરો. વર્ષના પહેલા દિવસે ભગવાન ગણેશના મંદિરે જઈને ગણેશજીને લાડુ ચઢાવ્યા પછી એ પ્રસાદ ગરીબોમાં વહેંચો.

6. ગાયત્રી મંત્રનો જાપ કરો
સારી નોકરી અને પ્રમોશન મેળવવા માટે નવા વર્ષની શરૂઆતમાં દરરોજ 31 વખત ગાયત્રી મંત્રનો જાપ કરો. 

7. હનુમાનજીને ચોલા અર્પણ કરો 
નવા વર્ષના પહેલા દિવસે પવનસુત હનુમાનજીની પૂજાનું વિશેષ મહત્વ છે.બજરંગબલીની પૂજા કર્યા પછી ચોલા ચડાવો.જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં ઓછામાં ઓછા બે વાર ચોલા ચઢાવવા જોઈએ.આ કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ