બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Article 144 imposed in Daman was removed

મોજ કરો / સહેલાણીઓ હવે જજો નિરાંતે ! દમણ અને તિથલ બીચ ખૂલી ગયા, બિપોરજોયને પગલે કરાયા હતા બંધ

Dinesh

Last Updated: 06:05 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દરિયા કિનારે બિપોરજોયની અસર સામાન્ય થતાં દમણમાં લગાવેલ કલમ 144 હટાવી લેવાઈ, તેમજ આજથી દમણના તમામ બીચ પર્યટકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે

  • દમણના બીચ પર કલમ 144 હટાવાઈ
  • તમામ બીચ પર્યટકો માટે ખુલ્લા મુકાયા
  • વાવાઝોડાના કારણે પર્યટકો પર પ્રતિબંધ હતો


બિપોરજોય વાવાઝોડાને લઈ રાજ્યમાં અનેક વિસ્તારોમાં અસર થઈ છે જેને લઈ જન જીવન પર પણ ખાસી એવી અસર પડી છે. આ વાવાઝોડાને લઈ રાજ્યમાં વિવિધ ધાર્મિક સ્થાનો તેમજ  પર્યટક સ્થળો બંધ રાખવાનો જિલ્લા વાઈઝ વિવિધ નિર્ણયો લેવાયા હતાં. જેને પગલે ફરી સ્થિતિ સામાન્ય બનતા ધીરે ધીરે વિવિધ પર્યટક સ્થળો ચાલુ કરવાના નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. દમણના દરિયા કિનારેથી વાવાઝોડાને પગલે લગાવાયેલ 144ની કલમ હટાવાઈ છે

ફરી દમણના દરિયા કિનારે પર્યટકો ઉમટ્યા
દરિયા કિનારે બિપોરજોયની અસર સામાન્ય થતાં દમણમાં લગાવેલ કલમ 144 હટાવી લેવાઈ છે તેમજ આજથી દમણના તમામ બીચ પર્યટકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. અત્રે તમને જણાવી દઈએ કે, બિપોરજોય વાવાઝોડાના કારણે બીચ પર પર્યટકો માટે પ્રતિબંધ હતો. તેમજ દરિયા કિનારે પોલીસ પહેરો ગોઠવી રાખ્યો હતો અને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કર્યા હતાં. જે બાદ આજથી તમામ બીચ પર્યટકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. જેને લઈ પ્રવાસીઓ ઉત્સાહ જોવા મળ્યો છે. ફરી એક વખત દમણના દરિયા કિનારે પર્યટકો ઉમટ્યા છે. 

તિથલ બીચ પણ પર્યટકો માટે ખુલ્લો મુક્યો
તો બીજી તરફ વલસાડનો તિથલ બીચ પણ બિપોરજોય વાવાઝોડાને કારણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. જે બાદ પરિસ્થિતિ સામાન્ય થતાં વહીવટી તંત્રએ તિથલ બીચ પણ પર્યટકો માટે ખુલ્લો મુક્યો છે. આજથી પર્યટકો માટે ખુલ્લો મુકાયેલા બીચમાં ફરી પ્રવાસીઓ મજા માણી શકશે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ