બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / સુરત / Arrest of alleged ISRO scientist Mitul Trivedi who claimed to have designed Chandrayaan-3

કાર્યવાહી / ચંદ્રયાન 3 ને લઈને ખોટેખોટા દાવા કરતો મિતુલ ત્રિવેદી જેલના સળિયા પાછળ, ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, ISROની મદદથી ફૂટ્યો ભાંડો

Dinesh

Last Updated: 11:21 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News : ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે તૈયાર કરી હોવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીની સુરત ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે, મિતુલ ત્રિવેદીના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાની માહિતી મળતા ભાંડો ફૂટ્યો

  • કથિત ઈસરો વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની ધરપકડ 
  • સુરત ક્રાઈમબ્રાંચે કરી મિતુલ ત્રિવેદીની ધરપકડ 
  • ડોક્યુમેન્ટ્સ ખોટા નીકળતા ફૂટ્યો ભાંડો 


કથિત ઈસરો વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઈમબ્રાંચે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી છે. ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો મિતુલ ત્રિવેદીએ દાવો કર્યો હતો. મિતુલ ત્રિવેદીના દાવા બાદ સુરતમાં તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ સુરત પોલીસે બેંગલુરુ સ્થિત ઈસરોને મિતુલના ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા.

ACP શરદ સિંઘલનું નિવેદન
મિતુલ ત્રિવેદીના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાની માહિતી મળતા તેનો ભાંડો ફૂટ્યો છે. મિતુલ ત્રિવેદી મુદ્દે ACP શરદ સિંઘલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મિતુલ ટ્યૂશન ક્લાસ ચલાવે છે. અને ઈસરોએ મિતુલના ડોક્યુમેન્ટ્સ ખોટા હોવાની પણ પુષ્ટિ કરી છે. આ મામલે મિતુલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મિતુલ ત્રિવેદી ટ્યુશન ક્લાસ ચલાવતો હતો
પોલીસની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, મિતુલ ત્રિવેદી એક ટ્યુશન ક્લાસ ચલાવે છે. પોતાના ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધે એટલા માટે તે પોતાને વૈજ્ઞાનિક ગણાવતો હતો. સુરત પોલીસ દ્વારા પોતાને વૈજ્ઞાનિક ગણાવતા મિતુલ ત્રિવેદીનો ભાંડો ફોડ્યો છે. મિતુલ ત્રિવેદી દ્વારા જે લેટર તૈયાર કરવામાં આવ્યા હતા. જો કે, તેણે કઈ જગ્યા પર આ લેટર બનાવ્યો છે. જે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ